Gold Silver Price Today : સતત ઘટાડા બાદ સોનું થયું મોંઘુ, જાણો આજના લેટેસ્ટ ભાવ
વૈશ્વિક બજારની અસર ભારતીય Gold માર્કેટમાં પણ જોવા મળી રહી છે.
શુક્રવારે ડોલરનો નબળો રહેતા સોનાની માગ ફરી વધી અને કિંમતમાં ઉછાળો આવ્યો છે. બોન્ડ યીલ્ડનમાં સામાન્ય ઘટાડો આવવાથી પણ સોનાની કિંમત વધી છે. ઉપરાંત અમેરિકામાં જોબલેસ ક્લેમ વધવાને કારણે કિંમતમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. વૈશ્વિક બજારમાં સોનું હાજરમાં 1755.91 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યું છે. ગુરુવારે તે 1758.45 ડોલર પ્રતિ ઔંસની સપાટી પર બંધ રહ્યું હતું. વિતેલા બે દિવસમાં ઘટાડા બાદ આ સપ્તાહે સોનામાં 1.5 ટકાનો ઉછાળો આવ્યો છે. જોકે શુક્રવારે યૂએસ Gold 0.1 ટકા ઘટીને 1756.20 ડોલર પ્રતિ ઔંસ પર આવી ગયું હતું.
વૈશ્વિક બજારની અસરે સોનામાં ઘટાડો
વૈશ્વિક બજારની અસર ભારતીય Gold માર્કેટમાં પણ જોવા મળી રહી છે. વિતેલા કેટલાક દિવસો દરમિયાન સોનાના ભાવમાં સામાન્ય ઉછાળો આવ્યો હતો. એમસીએક્સ પર સોનું 0.1 ટકા ઘટીને 46793 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયું જ્યારે ચાંદીની કિંમત 0.4 ટકા ઘટીને 67240 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર આવી ગયું. વિતેલા બે દિવસમાં સોનું 1000 રૂપિયા પ્રતિ દસ ગ્રામ ઉછળ્યું હતું. એમસીએક્સમાં સોનામાં 44940 રૂપિયા પર સપોર્ટ છે જ્યારે 47380 પ્રતિકારક સપાટી છે.
દિલ્હમાં સોનામાં સામાન્ય ઉછાળો
ગુરુવારે દિલ્હી Gold માર્કેટમાં સોનાની કિંમત 182 રૂપિયા વધીને 45975 રૂપિયા પ્રતિ દસ ગ્રામ રહી. આ પહેલાના દિવસે દસ ગ્રામ સોનું 45793 રૂપિયા પર બંધ રહ્યું હતું. વૈશ્વિક બજારમાં સોનાનો ભાવ 1744 ડોલર પ્રતિ ઔંસ રહ્યો હતો. ચાંદીનો ભાવ 725 રૂપિયા વધીને 66175 રૂપિયા રહ્યો તો. આ પહેલના દિવસે ચાંદી 65450 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ રહી હતી.
બીજી બાજુ વિશ્વના સૌથી મોટા Gold ઈટીએફ એસપીડીઆર Gold ટ્રસ્ટનું હોલ્ડિંગ 0.35 ટકા ઘટીને 1028.69 ટન પર આવી ગયું છે. Silverમાં 0.3 ટકાનો ઘટાડો આવ્ય અને તે 25.03 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગઈ. અમેરિકાની અર્થવ્યવસ્થામાં મજબૂતીને કારણે આવનારા દિવસોમાં સોનામાં વધારે ઘટાડો જોવા મળી શકે છે.