Gold Price Hike: સોના-ચાંદીના ભાવમાં જબરદસ્ત ઉછાળો, જાણો મુખ્ય શહેરોના લેટેસ્ટ ભાવ
Gold Silver Price Hike: અઠવાડિયાના છેલ્લા વેપારી દિવસે સોના ચાંદીના ભાવમાં તેજી જોવા મળી રહી છે. સોનું આજે 400 રૂપિયા અને ચાંદી 600 રૂપિયા સુધી મોંઘી થઈ ગઈ છે.

Gold Silver Price on 13 September 2024: જો તમે સોનું ચાંદી ખરીદવા વિશે વિચારી રહ્યા છો તો તમારે આજે પહેલાં કરતાં વધુ ખિસ્સા ઢીલા કરવા પડશે. વાયદા બજારમાં સોના ચાંદીના ભાવમાં જબરદસ્ત તેજી જોવા મળી રહી છે. MCX પર સોનું શુક્રવારે લગભગ 400 રૂપિયા મોંઘું થઈ ગયું છે. જ્યારે ચાંદીના ભાવમાં 600 રૂપિયાની તેજી જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં જો તમે આજે સોનું ખરીદવા માંગો છો તો અમે તમને મુખ્ય શહેરોમાં સોનાના ભાવ વિશે જણાવી રહ્યા છીએ.
સોનું 400 રૂપિયા સુધી મોંઘું થયું
MCX એટલે કે વાયદા બજારમાં સોનાના ભાવમાં 13 સપ્ટેમ્બરે જબરદસ્ત તેજી જોવા મળી રહી છે. આ ગઈકાલની સરખામણીમાં 425 રૂપિયા વધીને 73,249 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે પહોંચી ગયું છે. ગુરુવારે ઘરેલુ બજારમાં સોનું 72,824 રૂપિયે બંધ થયું હતું.
ચાંદીના ભાવમાં 800 રૂપિયાની તેજી આવી
સોના ઉપરાંત ચાંદીના ભાવમાં પણ શુક્રવારે તેજી જોવા મળી રહી છે. વાયદા બજારમાં ચાંદી 667 રૂપિયા મોંઘી થઈને 87,762 રૂપિયે પહોંચી ગઈ છે. ગયા વેપારી દિવસે ચાંદી ઘરેલુ બજારમાં 87,095 રૂપિયે બંધ થઈ હતી.
જાણો મુખ્ય શહેરોમાં 24-22-18 કેરેટ સોનાનો ભાવ
શુક્રવારે દેશના મોટાભાગના શહેરોમાં સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. અમે તમને 24-22-18 કેરેટ સોનાના ભાવ વિશે જણાવી રહ્યા છીએ.
શહેરનું નામ | 24 કેરેટ ગોલ્ડ/પ્રતિ 10 ગ્રામ | 22 કેરેટ ગોલ્ડ/પ્રતિ 10 ગ્રામ | 18 કેરેટ ગોલ્ડ/પ્રતિ 10 ગ્રામ |
દિલ્હી | 74,600 રૂપિયા | 68,400 રૂપિયા | 55,970 રૂપિયા |
મુંબઈ | 74,450 રૂપિયા | 68,250 રૂપિયા | 55,840 રૂપિયા |
ચેન્નઈ | 74,450 રૂપિયા | 68,250 રૂપિયા | 55,840 રૂપિયા |
કોલકાતા | 74,450 રૂપિયા | 68,250 રૂપિયા | 55,840 રૂપિયા |
અમદાવાદ | 74,450 રૂપિયા | 68,250 રૂપિયા | 55,840 રૂપિયા |
લખનઉ | 74,600 રૂપિયા | 68,400 રૂપિયા | 55,970 રૂપિયા |
બેંગલુરુ | 74,450 રૂપિયા | 68,250 રૂપિયા | 55,840 રૂપિયા |
પટના | 74,500 રૂપિયા | 68,300 રૂપિયા | 55,880 રૂપિયા |
હૈદ્રાબાદ | 74,450 રૂપિયા | 68,250 રૂપિયા | 55,840 રૂપિયા |
જયપુર | 74,600 રૂપિયા | 68,400 રૂપિયા |
55,970 રૂપિયા |
આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનું ચાંદી મોંઘા થયા
ઘરેલુ બજાર ઉપરાંત આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોના ચાંદીના ભાવમાં તેજી જોવા મળી રહી છે. સોનું અને ચાંદી બંને COMEX પર લીલા નિશાન પર છે. COMEX પર 13 સપ્ટેમ્બર 2024ના રોજ સોનું 9.87 ડોલરની તેજી સાથે 2,568.09 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગયું છે. જ્યારે ચાંદીના ભાવમાં પણ આજે તેજી છે અને તે COMEX પર ગઈકાલની સરખામણીમાં 0.06 ડોલર મોંઘી થઈને 29.98 ડોલર પર પહોંચી ગઈ છે.
આ પણ વાંચોઃ
અદાણી ગ્રુપ પર હિંડનબર્ગનો વધુ એક ખુલાસો, કંપનીએ તમામ આરોપોને ફગાવી દેતા આપ્યો આ જવાબ
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
