શોધખોળ કરો

અદાણી ગ્રુપ પર હિંડનબર્ગનો વધુ એક ખુલાસો, કંપનીએ તમામ આરોપોને ફગાવી દેતા આપ્યો આ જવાબ

Adani Group vs Hindenburg: અદાણી ગ્રૂપ સ્વિસ કોર્ટની કોઈપણ કાર્યવાહી કોઈપણ રીતે સંકળાયેલું કે સંડોવાયેલું નથી તેમજ અમારી કંપનીના કોઈપણ ખાતાને કોઈ સત્તાધિશો દ્વારા જપ્ત કરવામાં આવ્યા નથી.

હિંડનબર્ગ રિસર્ચે અદાણી સમૂહ પર નવો આરોપ લગાવ્યો છે. અમેરિકન શોર્ટ સેલર કંપનીએ દાવો કર્યો છે કે ઘણી સ્વિસ બેંકોમાં જમા અદાણી સમૂહના લગભગ 31 કરોડ ડોલર (લગભગ 2600 કરોડ રૂપિયા)ને ત્યાંના અધિકારીઓએ ફ્રીઝ કરી દીધા છે. હિંડનબર્ગનો દાવો છે કે આ કાર્યવાહી અદાણી વિરુદ્ધ ત્યાં ચાલી રહેલા મની લોન્ડરિંગ અને છેતરપિંડીના કેસોની તપાસ હેઠળ કરવામાં આવી છે. હિંડનબર્ગ રિસર્ચે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં આ દાવો કર્યો. જોકે આ મામલે અદાણી ગ્રુપને નિવેદન જારી કરીને આ આરોપોને ફગાવી દીધા છે.

અદાણી ગ્રુપે શું ખુલાસો કર્યો

અદાણી ગ્રૂપ સ્વિસ કોર્ટની કોઈપણ કાર્યવાહી કોઈપણ રીતે સંકળાયેલું કે સંડોવાયેલું નથી તેમજ અમારી કંપનીના કોઈપણ ખાતાને કોઈ સત્તાધિશો દ્વારા જપ્ત કરવામાં આવ્યા નથી. અદાણી ગૃપ સામે પ્રસ્તુત કરવામાં આવેલા પાયાવિહોણા આરોપોને સ્પષ્ટપણે નકારી કાઢીએ છીએ.

પ્રસાર માધ્યમો જોગ કરેલા નિવેદનમાં અદાણી ગૃપે વધુમાં જણાવ્યું છે કે સ્વિસ કોર્ટના કથિત આદેશમાં પણ  સ્વિસ કોર્ટે ના તો અમારી જૂથની કંપનીઓનો ઉલ્લેખ કર્યો છે અને ના તો અમને આવી કોઈ સત્તા અથવા નિયમનકારી સંસ્થા તરફથી સ્પષ્ટતા અથવા માહિતી માંગતી કોઈ વિનંતીઓ મળી છે. આ તકે અમે વધુ એક વાર એ બાબતનો પુનરોચ્ચાર કરીએ છીએ કે અમારું વિદેશી હોલ્ડિંગનું સમગ્ર માળખું પારદર્શક તથા  સંપૂર્ણ રીતે જાહેર અને તમામ સંબંધિત કાયદાઓ સાથે સુસંગત છે.

આ આક્ષેપો સ્પષ્ટ રીતે અવિચારી, અતાર્કિક અને વાહિયાત છે. અમારા જૂથની પ્રતિષ્ઠા અને બજાર મૂલ્યને અફર ન થઈ શકે તેવું નુકસાન પહોંચાડવા માટે સમાન જૂથો દ્વારા આ એક વધુ સંગઠિત અને પ્રચંડ પ્રયાસ છે તેમ જણાવવામાં અમોને કોઈ સંકોચ કે ખચકાટ નથી.

અદાણી ગ્રૂપ તમામ કાનૂની અને નિયમનકારી જરૂરિયાતો સાથે પારદર્શિતા અને તેના પાલન માટે અડગપણે પ્રતિબદ્ધ છે.

આ પ્રયાસની સખત નિંદા કરવા સાથે સંબંધિત તમામને આવી મનઘડંત બાબતો પ્રકાશિત કરવાથી દૂર રહેવા અમે વિનંતી કરીએ છીએ. આમ છતાં જો આ બાબતમાં આગળ વધવાનું નક્કી કરો તો તે સમયે અમારા નિવેદનનો પણ સંપૂર્ણ સમાવેશ કરવા અમે વિનંતી કરીએ છીએ.

આ પણ વાંચોઃ

Share Market Fraud Alert: NSEએ શેર બજાર રોકાણકારો માટે જારી કરી ચેતવણી, આવી બેદરકારી તમને પણ ભારી પડી શકે છે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Terrorist Attack: પાકિસ્તાનમાં આતંકવાદીઓએ પેસેન્જર વાન પર કર્યો ગોળીબાર, હુમલામાં 17 લોકોના મોત
Terrorist Attack: પાકિસ્તાનમાં આતંકવાદીઓએ પેસેન્જર વાન પર કર્યો ગોળીબાર, હુમલામાં 17 લોકોના મોત
હજુ ઠંડીના ઠેકાણા નથી ત્યાં તો 11 રાજ્યોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી
હજુ ઠંડીના ઠેકાણા નથી ત્યાં તો 11 રાજ્યોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી
EPFO: નોકરિયાત વર્ગ માટે કામની વાત, EPF-UAN નંબર માટે સરકાર નિયમ બદલ્યા
EPFO: નોકરિયાત વર્ગ માટે કામની વાત, EPF-UAN નંબર માટે સરકાર નિયમ બદલ્યા
Israel: નેતન્યાહુ વિરુદ્ધ મોટી કાર્યવાહી,ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઈઝરાયેલી PM સામે ધરપકડ વોરંટ કર્યું જારી
Israel: નેતન્યાહુ વિરુદ્ધ મોટી કાર્યવાહી,ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઈઝરાયેલી PM સામે ધરપકડ વોરંટ કર્યું જારી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rahul Gandhi:અદાણીજી ઔર મોદી એક હૈ તો સેફ હૈ..પ્રધાનમંત્રી ઉનકો પ્રોટેક્ટ કર રહે હૈ..Surat:હવે તો નકલી ઈન્સ્ટિટ્યૂટ પણ ખોલી નાંખ્યું.. પરીક્ષા માટે વિદ્યાર્થીઓને લઈ જવાતા બેંગ્લોરRajkot:સિવિલ હોસ્પિટલે માનવતા મૂકી નેવે,અર્ધનગ્ન હાલતમાં દર્દી રઝળ્યો; આ દ્રશ્યો હચમચાવી દેશેKhyati Hospital Case| પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓના એડમિશન કરાશે રદ્દ, અન્ય વિદ્યાર્થીઓનું શું થશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Terrorist Attack: પાકિસ્તાનમાં આતંકવાદીઓએ પેસેન્જર વાન પર કર્યો ગોળીબાર, હુમલામાં 17 લોકોના મોત
Terrorist Attack: પાકિસ્તાનમાં આતંકવાદીઓએ પેસેન્જર વાન પર કર્યો ગોળીબાર, હુમલામાં 17 લોકોના મોત
હજુ ઠંડીના ઠેકાણા નથી ત્યાં તો 11 રાજ્યોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી
હજુ ઠંડીના ઠેકાણા નથી ત્યાં તો 11 રાજ્યોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી
EPFO: નોકરિયાત વર્ગ માટે કામની વાત, EPF-UAN નંબર માટે સરકાર નિયમ બદલ્યા
EPFO: નોકરિયાત વર્ગ માટે કામની વાત, EPF-UAN નંબર માટે સરકાર નિયમ બદલ્યા
Israel: નેતન્યાહુ વિરુદ્ધ મોટી કાર્યવાહી,ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઈઝરાયેલી PM સામે ધરપકડ વોરંટ કર્યું જારી
Israel: નેતન્યાહુ વિરુદ્ધ મોટી કાર્યવાહી,ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઈઝરાયેલી PM સામે ધરપકડ વોરંટ કર્યું જારી
પરિણામો આવતાં પહેલાં જ MVAમાં દરાર, મહારાષ્ટ્રમાં CM ચહેરા માટે નાના પટોલે અને સંજય રાઉત વચ્ચે ટકરાવ
પરિણામો આવતાં પહેલાં જ MVAમાં દરાર, મહારાષ્ટ્રમાં CM ચહેરા માટે નાના પટોલે અને સંજય રાઉત વચ્ચે ટકરાવ
Crime News: કોલેજીયન યુવતીઓને ટાર્ગેટ કરતી ગેંગના સભ્યની મધ્ય પ્રદેશથી ધરપકડ, જાણો સાયબર સેલે કેવી રીતે પાડ્યો ખેલ
Crime News: કોલેજીયન યુવતીઓને ટાર્ગેટ કરતી ગેંગના સભ્યની મધ્ય પ્રદેશથી ધરપકડ, જાણો સાયબર સેલે કેવી રીતે પાડ્યો ખેલ
રેશન કાર્ડમાં મોટો ફેરફારઃ ઘઉં અને ચણાની સાથે સાથે સરકાર દ્વારા 10 વધુ વસ્તુઓ મફત આપવામાં આવી રહી છે
રેશન કાર્ડમાં મોટો ફેરફારઃ ઘઉં અને ચણાની સાથે સાથે સરકાર દ્વારા 10 વધુ વસ્તુઓ મફત આપવામાં આવી રહી છે
અદાણીની ધરપકડ થાય, પીએમ મોદી દરેક વખતે બચાવે છે- રાહુલ ગાંધી
અદાણીની ધરપકડ થાય, પીએમ મોદી દરેક વખતે બચાવે છે- રાહુલ ગાંધી
Embed widget