શોધખોળ કરો
Advertisement
સોનામાં લાલચોળ તેજી, 10 ગ્રામનો ભાવ પહોંચ્યો ઐતિહાસિક સપાટીએ, જાણો વિગત
બજાર નિષ્ણાતોના જણાવ્યા મુજબ ચાલુ વર્ષે સોનાનો 10 ગ્રામનો ભાવ 53,000 સુધી પહોંચી શકે છે.
મુંબઈઃ કોરોનાના કહેરથી ફરી એક વખત સોનાની ચમક વધી ગઈ છે. ઘરેલુ વાયદા બજારમાં સોનાનો ભાવ ફરી નવી ઊંચાઈ પર પહોંચી ગયો, જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનુ આઠ વર્ષની ટોચ પર છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનું બુધવારે 48,333 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી ઉછળ્યું હતું. જે એમસીએક્સ પર સોનાના ભાવનું સૌથી ઊંચું સ્તર છે. આંતરરાષ્ટ્રીય વાયદા બજાર કોમેક્સ પર સોનાનો ભાવ 1791.55 ડોલર પ્રતિ ઔંસ સુધી ઉછળ્યો હતો. જે 2012 પછીનું સૌથી ઊંચુ સ્તર છે.
એન્જલ બ્રોકિંગના ડેપ્યુટી વાઇસ પ્રેસિડેન્ટ અને કોમોડિટી બજારના જાણકાર અનુજ ગુપ્તાએ જણાવ્યું કે, કોરોના મહામારીના કારણે ફરીથી રોકાણકારો હાલ સુરક્ષિત સાધન તરફ વળી રહ્યા છે. જેના કારણે ભાવને ટેકો મળી રહ્યો છે. ગુપ્તાએ કહ્યું કે, વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓમાં મંદીની આશંકા બની છે, જેનાથી સોનામાં રોકાણકારોની માંગ બની રહી શકે છે. આ ઉપરાંત આગળ જતાં ભાવમાં નવી ઊંચાઈ પણ જોવા મળી શકે છે.
કોમોડિટી બજારના વિશ્લેષકોના જણાવ્યા મુજબ, અમેરિકન કેન્દ્રીય બેંક ફેડરલ રિઝર્વ સહિત વિશ્વના અન્ય દેશોની બેંકોએ કોરોના કાળમાં નીતિગત વ્યાજદરોમાં ઘટાડો કર્યો છે. જેનો હેતુ મહામારીના કારણે મળી રહેલા આર્થિક પડકારોથી અર્થવ્યવસ્થાને બચાવવાનો છે. વ્યાજદરમાં થયેલા ઘટાડાથી મોંઘી ધાતુ પ્રત્યે રોકાણનું વલણ વધ્યું છે અને આગળ પણ બુલિયનને તેનો સપોર્ટ ચાલુ રહેશે.
બજાર નિષ્ણાતોના જણાવ્યા મુજબ ચાલુ વર્ષે સોનાનો 10 ગ્રામનો ભાવ 53,000 સુધી પહોંચી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
અમદાવાદ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion