Gold Silver Price Today: સોનું સસ્તું થયું કે ચાંદીમાં જોવા મળ્યો ચમકારો ? જાણો શું છે આજનો ભાવ
Gold Silver Price Today: સોના ચાંદીના વેપારીઓના કહેવા મુજબ, વિશ્વભરમાં સોના-ચાંદીના ભાવમાં નજીવો વધારો થયો છે. જેની અસર ભારત પર પણ પડી છે. હાલ સોના-ચાંદી બંનેના ભાવ સ્થિર નથી
Gold Silver Price Today: સ્થાનિક બજારમાં માગ વધવાની સાથે જ સોના-ચાંદીના ભાવમાં પણ બદલાવ આવવા લાગ્યો છે. મંગળવારે ચાંદી 900 રૂપિયા સસ્તી થઈ હતી. જે બાદ એક કિલો ચાંદીનો ભાવ ઘટીને 63 હજાર 300 રૂપિયા પર આવી ગયો છે. સતત બીજા દિવસે સ્ટાન્ડર્ડ સોનાનો ભાવ 52 હજાર 550 રૂપિયા રહ્યો હતો. આવી સ્થિતિમાં બુલિયન માર્કેટમાં વધારો થવા છતાં બજારમાં ગ્રાહકોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
શું છે ભાવ
બુલિયન કમિટી દ્વારા જારી કરવામાં આવેલી કિંમત અનુસાર જયપુરમાં 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત ઘટીને 52 હજાર 550 રૂપિયા થઈ ગઈ છે. જ્યારે 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 50 હજાર 400 રૂપિયા સુધી પહોંચી ગયો છે. સોનું 18 કેરેટ 42,400 રૂપિયા પ્રતિ દસ ગ્રામ અને 14 કેરેટ વધીને 34,400 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયું છે. ચાંદીની કિંમત ઘટીને 63 હજાર 300 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે.
શું કહે છે વેપારીઓ
સોના ચાંદીના વેપારીઓના કહેવા મુજબ, વિશ્વભરમાં સોના-ચાંદીના ભાવમાં નજીવો વધારો થયો છે. જેની અસર ભારત પર પણ પડી છે. હાલ સોના-ચાંદી બંનેના ભાવ સ્થિર નથી. આવી સ્થિતિમાં, જે લોકો સોના અને ચાંદીમાં રોકાણ કરવા માંગે છે તેમના માટે આ સમય શ્રેષ્ઠ છે. આગામી કેટલાક દિવસોમાં સોન-ચાંદીના ભાવમાં ઉછાળો આવી શકે છે.
પીએમ કિસાન યોજનાના 11મા હપ્તાનો નથી મળ્યો લાભ, આ નંબર પર કર કોલ, મળશે સમાધાન
મોદી સરકાર પોતાની આઠમી વર્ષગાંઠ ઉજવી રહી છે. પ્રસંગે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખેડૂતોને મોટી ભેટ આપી. શિમલામાં પીએમ મોદી બટન દબાવીને 10 કરોડ ખેડૂતોના બેંક ખાતામાં 21 હજાર કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા. પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ અત્યાર સુધી ખેડૂતોના બેંક ખાતામાં 1.80 લાખ કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.
જો પીએમ કિસાન સમ્માન નિધિ યોજના સાથે જોડાયેલી કોઈ સમસ્યા હોય તો હેલ્પલાઈન નંબર પર વાત કરીને તેનો ઉકેલ લાવી શકો છે. ખેડૂતોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે હેલ્પલાઈન નંબર જારી કરવામાં આવ્યા છે. આ 155261 અને 011-24300606 છે.
પીએમ કિસાનના ટોલ ફ્રી નંબરને 18001155266 કોલ કરીને પણ આ સમસ્યાનું સમાધાન શોધી શકાય છે. આ સિવાય તમારી પાસે ઈમેલનો ઓપ્શન પણ છે. પીએમ કિસાન સ્કીમના 11માં હપ્તા માટે પૈસા ન મળવાનું કારણ તમે pmkisan-ict@gov.in પર મેઇલ કરીને જાણી શકો છો.