શોધખોળ કરો
Advertisement
Gold Silver Price : સોના-ચાંદીના ભાવમાં સામાન્ય ઉછાળો, જાણો આજના લેટેસ્ટ ભાવ
વિશ્વના સૌથી મોટા ગોલ્ડ સમર્થિત એક્સચેન્જ ટ્રેડે ફંડ એટલે કે ગોલ્ડ ઈટીએફ, એસપીડીઆર ગોલ્ડ ટ્રસ્ટનું હોલ્ડિંગ શુક્રવારે 10 મહિનાની નીચલી સપાટી પર આવી ગયું છે.
આજે ભારતીય વાયદા બજારમાં સોનાનો વાયદો 10 મહિનાની નીચલી સપાટી પર 44731 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર સપાટ હતો, જ્યારે ચાંદી વાયદો 1.3 ટકા વધીને 66465 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગયો. આ વર્ષે સોનાની કિંમતમાં ભારે ઘટાડો નોંધાયો છે. આ વર્ષની શરૂઆતથી લઈને અત્યાર સુધી ભારતમાં સોનાની કિંમત 5000 રૂપિયા ઘટી છે જ્યારે અને ઓગસ્ટના 56200 રૂપિાયની ઉચ્ચ સપાટીથી સોનું અંદાજે 11500 રૂપિયા સસ્તું થયું છે.
વૈશ્વિક બજારોમાં સોનામાં ઉછાળો
વિતેલા સેશનમાં નવ મહિનાની નીચલી સપાટી પર આવી ગયા બાદ વૈશ્વિક બજારમાં આજે સોનું 0.5 ટકા વધીને 1708.51 ડોલર પ્રતિ ઔંસ પર આવી ગઈ છે. મજબૂત અમેરિકન ડોલર અને વધતા બોન્ડ યીલ્ડથી સોનામાં તેજી અટકી છે. અન્ય કિંમતી ધાતુઓમાં ચાંદી 25.76 ડોલર પ્રતિ ઔંસ પર આવી ગયી છે, જ્યારે પ્લેટિનમ 1.1 ટકા વધીને 1142.60 ડોલર પર આવી ગયું છે.
ગોલ્ડ ઈટીએફમાં ઇનફ્લો યથાવત
વિશ્વના સૌથી મોટા ગોલ્ડ સમર્થિત એક્સચેન્જ ટ્રેડે ફંડ એટલે કે ગોલ્ડ ઈટીએફ, એસપીડીઆર ગોલ્ડ ટ્રસ્ટનું હોલ્ડિંગ શુક્રવારે 10 મહિનાની નીચલી સપાટી પર આવી ગયું છે. ગોલ્ડ ઈટીએફ સોનાની કિંમત આધારિત હોય છે અને તેની કિંમતમાં આવનાર વધઘટને આધારે જ તેની કિંમત પણ વધે કે ઘટે છે.
એમસીએક્સ પર સવારે સોનાની કિંમત સામાન્ય ઉછાળા સાથે ખુલી હતી. આજે સવારે સોનામાં એપ્રિલ ફ્યૂચર કોન્ટ્રાક્ટ 17 રૂપિયાની તેજી સાથે 44700 રૂપિયાની સપાટી પર ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે ચાંદીની મે ફ્યૂચર કોન્ટ્રાક્ટ 859 રૂપિયાની તેજી સાથે 66462 રૂપિયાની સપાટી પર ટ્રેડ થઈ રહ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
શિક્ષણ
દેશ
દેશ
Advertisement