Gold Silver Rate Today: ઘટ્યા બાદ સોના ચાંદીના ભાવમાં ઉછાળો, જાણો આજના લેટેસ્ટ ભાવ
ભારતમાં ઘરેલુ માર્કેટમાં સોના અને ચાંદીની કિંમતમાં ઉછાળો આવ્યો છે.
ડોલર નબળો પડવાને કારણે વૈશ્વિક બજારમાં સોનાની માગ વધી છે. તેના કારણે અમેરિકા સિવાયના માર્કેટમાં સોનાની કિંમતમાં વધારો થયો છે. બોન્ડ યીલ્ડમાં ઘટાડો આવતા પણ સોનાની કિંમત વધી છે. વૈશ્વિક બજારમાં મંઘવારે સોનું 0.3 ટકા વધીને 1733.31 ડોલર પ્રતિ ઔંસ પર આવી ગયું હતું જ્યારે ગોલ્ડ ફ્યૂચર 0.4 ટકા ગઠીને 1735.10 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યુ હતું. બોન્ડ યીલ્ડમાં ઘટાડાને કારણે રોકાણકારો સુરક્ષિત રોકાણ તરીકે સોના તરફ વળ્યા છે. બીજી બાજુ અમેરિકામાં સર્વિસ સેક્ટરના પરિણામના આંકડા સારા આવવાને કારણે સોનામાં રોકાણ ઘટી પણ રહ્યું છે.
ઘરેલુ માર્કેટમાં સોના-ચાંદી મોંઘા
બીજી બાજુ ભારતમાં ઘરેલુ માર્કેટમાં સોના અને ચાંદીની કિંમતમાં ઉછાળો આવ્યો છે. એમસીએક્સમાં સોનું 0.35 ટકા વધીને 45503 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યુ છે જ્યારે ચાંદી 0.6 ટકા ઉછળીને 64943 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગઈ છે. વિતેલા કારોબારી સેશનમાં સોનું અને ચાંદીમાં ક્રમશઃ 0.15 અને 0.9 ટકાનો ઘટાડો નોંધાયો હતો. વિતેલા એક મહિનાથી સોનું 45700થી લઈને 44100ની રેન્જમાં કારોબાર કરતું રહ્યું છે.
દિલ્હી બજારમાં સોનામાં તેજી
મંગળવારે દિલ્હી માર્કેટમાં સનાની કિંમતમાં તેજી જોવા મળી છે. મંગળવારે સોનું 0.4 ટકાની તેજી સાથે 45530 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું. ઓગસ્ટ 2020માં દિલ્હી ગોલ્ડ માર્કેટમાં હાજરમાં સોનાનો ભાવ 57008 રૂપિયા પ્રતિ 10 ગ્રામની સપાટી પર આવી ગયો હતો. આ સોનાની અત્યાર સુધીની ઉચ્ચ સપાટી હતી. હવે હાજર બજારમાં સોનાની કિંમત 22 ટકા સુધી સસ્તી થઈ ગઈ છે. કોરોના સંક્રમણના નવા કેસ આવ્યા બાદ સોનું અને ચાંદીની કિંમતમાં વધારો જોવા મળ્યો છે. રોકાણકારો સુરક્ષિત રોકાણ તરીકે સોનામાં રોકાણ વધી રહ્યા છે.
આ મહિના આવી રહ્યા છે લોઢા ડેવલપર્સ સહિત અનેક કંપનીઓના IPO, જાણો ક્યા ક્ષેત્રની છે આ કંપનીઓ
ઘર ખરીદાવનું થયું મોંઘુ, દેશની સૌથી મોટી બેંક SBIએ વ્યાજ દરમાં કર્યો વધારો