Gold Silver Rate: સોનાનો ભાવ બે મહિનાની નીચલી સપાટી પર, શું ખરીદી માટે શ્રેષ્ઠ સમય છે ?
જ્યાં સુધી વૈશ્વિક બજારમાં સોનું 1720 ડોલર પ્રતિ ઔંસ ઉપર કારોબાર ન કરે ત્યાં સુધી ખરીદી કરી શકાય છે.
નવી દિલ્હીઃ સોનાની કિંમત હાલમાં 2 મહિનાની નીચલી સપાટી પર આવી ગઈ છે. નિષ્ણાંતોનું કહેવું છે કે સોનામાં રોકાણ માટે હાલમાં સારી તક છે કારણ કે એશિયા અને યૂરોપમાં કોરોના ડેલ્ટા વેરિઅન્ટના વધતા જોકમ બાદ સોનાની માગ ઘટી છે. તેમનું કહેવું છે કે, જ્યાં સુધી વૈશ્વિક બજારમાં સોનું 1720 ડોલર પ્રતિ ઔંસ ઉપર કારોબાર ન કરે ત્યાં સુધી ખરીદી કરી શકાય છે.
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (એમસીએક્સ) પર સોનાની કિંમત 46500 અને 45100 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર છે. આ મહિનાના બીજા પખવાડિયામાં કિંમત વધવાની આશા છે. નિષ્ણાંતોનું કહેવું છે કે 2021ના અંત સુધીમાં એમસીએક્સ પર 52000 પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચવાની ભવિષ્યવાણી છે.
જ્યારે દિલ્હીના ગોલ્ડ માર્કેટમાં શુક્રવારે સોનું 251 રૂપિયા વધીને 46615 રૂપિયા પ્રતિ 10 ગ્રામે પહોંચી ગયું છે. એચડીએફસી સિક્યોરિટીઝે આ જાણકારી આપી છે. આ પહેલાના દિવસે સોનેં 46364 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર બંધ રહ્યું હતું. જોકે, ચાંદી 256 રૂપિયાના ઘટાડા સાથે 68458 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર રહી. વિતેલા કારોબારી સેશનમાં તેનો બંધ ભાવ 68714 રૂપિયા રહ્યો હતો.
અમદાવાદમાં આજે આ રેટ પર સોના-ચાંદીમાં કારોબાર શરૂ થયો
22ct Gold : Rs. 46710, 24ct Gold : Rs. 48710, Silver Price : Rs. 69200
બેંગલોરમાં આજે આ રેટ પર સોના-ચાંદીમાં કારોબાર શરૂ થયો
22ct Gold : Rs. 44210, 24ct Gold : Rs. 48230, Silver Price : Rs. 69200
ભુવનેશ્વરમાં આજે આ રેટ પર સોના-ચાંદીમાં કારોબાર શરૂ થયો
22ct Gold : Rs. 44210, 24ct Gold : Rs. 48230, Silver Price : Rs. 74100
ચંદીગઢમાં આજે આ રેટ પર સોના-ચાંદીમાં કારોબાર શરૂ થયો
22ct Gold : Rs. 46360, 24ct Gold : Rs. 50370, Silver Price : Rs. 69200
ચેન્નઈમાં આજે આ રેટ પર સોના-ચાંદીમાં કારોબાર શરૂ થયો
22ct Gold : Rs. 44660, 24ct Gold : Rs. 48720, Silver Price : Rs. 74100
કોયમ્બતૂરમાં આજે આ રેટ પર સોના-ચાંદીમાં કારોબાર શરૂ થયો
22ct Gold : Rs. 44660, 24ct Gold : Rs. 48720, Silver Price : Rs. 74100