HDFC ગ્રાહકો માટે ખુશખબર, FD પર હવે મળશે વધારે વ્યાજ, જાણો વ્યાજ દર કેટલા વધ્યા
Crisil અને ICRAએ કંપનીને ટ્રિપલ એ (AAA) રેટિંગ આપ્યું છે.
HDFC FD Rates: હોમ લોન આપતી દેશની સૌથી મોટી ખાનગી બેંક એચડીએફસી (HDFC Ltd)ના ગ્રાહકો માટે ખુશખબર આવ્યા છે. HDFC બેંકે અલગ અલગ ગાળાની ફિક્સ્ડ ડિપોઝિટ એટલે કે એફડી પર વ્યાજ દર 0.25 ટકા વધાર્યા છે. નવા વ્યાજ દર 30 માર્ચથી જ લાગુ થઈ જશે. એચડીફસીએ આ નિર્ણય એવા સમયે લીધો છે જ્યારે અન્ય બેંકો એફડી પર વ્યાજ દરમાં ઘટાડો કરી રહી છે. બેંકે પોતાની વેબસાઈટ પર આ જાણકારી આપી છે. જણાવીએ કે, વિતેલા વર્ષથી જ આરબીઆઈએ રેપો રેટ નીચના સ્તરે જાળી રાખ્યો છે, જેથી બેંકો એફડીના વ્યાજ દરમા સતત ઘટાડો કરી રહી છે.
કઈ સ્કીમ પર કેટલું વ્યાજ
- 33 મહિનાની મેચ્યોરિટીની 2 કરોડ રૂપિયા સુધીની ફિક્સ્ડ ડિપોઝિટ પર વાર્ષિક વ્યાજ દર 6.20 ટકા રહેશે.
- 66 મહિનાની મેચ્યોરિટીવાળી ફિક્સ્ડ ડિપોઝિટ પર 6.6 ટકા વ્યાજ મળશે.
- જ્યારે 99 મહિનાની મેચ્યોરિટીવાળી ફિક્સ્ડ ડિપોઝિટ પર 6.65 ટકા વ્યાજ છે.
- સીનીયિર સિટીઝનને સામાન્ય વ્યાજ દર ઉપરાંત વધારાનું 0.25 ટકા વ્યાજ મળશે.
AAA રેટિંગ
HDFC લિમિટેડની રેટિંગ એજન્સીઓએ તરફથી સારું રેટિંગ મળે છે. Crisil અને ICRAએ કંપનીને ટ્રિપલ એ (AAA) રેટિંગ આપ્યું છે. આ રેટિંગ તેમણે 25 વર્ષથી જાળવી રાખ્યું છે. એચડીએફસીની નાણાંકીય સ્થિતિ પણ સારી છે.
જણાવીએ કે એચડીએફસીમાં 12 મહિનાથી 84 મહિના સુધીની મેચ્યોરિટીવાળી એફડી સ્કીમ છે.
ઉપરાંત જરૂરત પ્રમાણે માસિક, ત્રિમાસિક, છમાસિક અને વાર્ષિક પેમેન્ટ ઓપ્શનની પસંદગી કરી સખાય છે. 5 વર્ષની એફડીમાં 1.5 લાક રૂપિયા સુધીના રોકામ પર ઇનકમ ટેક્સ એક્ટના સેક્શન 80સી અંતર્ગત છૂટ મળી શકે છે અને તેમાં મેચ્યોરિટી પહેલાના ઉપાડ પર ટેક્સ લાગે છે.
Gold Price: સોનાના ઓલ ટાઈમ હાઈથી 11500 રૂપિયા ઘટ્યું, જાણો સોનું હજુ સસ્તુ થશે કે ભાવ વધશે !
ડુંગળી, બટાટા બાદ હવે કેરી પકવતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો, કેરીનો 60%થી વધુનો પાક નિષ્ફળ !