Interest Rate : મોદી સરકારની કરોડો દેશવાસીઓને શાનદાર New Year ગિફ્ટ, આ યોજનાના વ્યાજદરમાં કર્યો વધારો
કેન્દ્ર સરકારે નાની બચત યોજનાઓના વ્યાજદરમાં વધારો કરવાની જાહેરાત કરી છે.
Small Saving Rate Hike: વર્ષ 2022ની અનેક વસમી યાદો માટે યાદ રહેશે. કોરોના મહામારી સહિતની અનેક મુશ્કેલીઓએ આ વર્ષની કડવી યાદો ઉભી કરી હતી. પરંતુ મોદી સરકારે વિદાય લઈ રહેલા આ વર્ષને જતા જતા યાદગાર બનાવી દીધું છે. મોદી સરકારે કરોડો લોકોને ન્યુયરની શાનદાર ભેટ આપી છે.
કેન્દ્ર સરકારે નાની બચત યોજનાઓના વ્યાજદરમાં વધારો કરવાની જાહેરાત કરી છે. કિસાન વિકાસ પત્ર, પોસ્ટ ઓફિસ ડિપોઝિટ સ્કીમ્સ, NSC અને સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ્સમાં રોકાણ કરનારાઓ માટે સારા સમાચાર છે. નાણાં મંત્રાલયે નાણાકીય વર્ષ 2022-23ના ચોથા ત્રિમાસિક ગાળા માટે જાન્યુઆરીથી માર્ચ સુધી આ બચત યોજનાઓ પર વ્યાજ દર વધારવાનો નિર્ણય કર્યો છે. જો કે, PPF સુકન્યા સમૃદ્ધિ યોજના (સુકન્યા સમૃદ્ધિ યોજના) પર ઓફર કરવામાં આવતા વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
જાણો કઈ કઈ યોજના પર કેટલા ટકા વ્યાજદરમાં વધારો કરાયો
ચોથા ક્વાર્ટરમાં ત્રીજા ક્વાર્ટરમાં બચત યોજનાનું વ્યાજ
બચત ડિપોઝિટ 4.00% 4.00%
1 વર્ષની ડિપોઝિટ 5.50% 6.60%
2 વર્ષની થાપણ 5.70% 6.80%
3 વર્ષની ડિપોઝિટ 5.80% 6.90%
5 વર્ષની થાપણ 6.70% 7.00%
5 વર્ષની રિકરિંગ ડિપોઝિટ 5.80% 5.80%
વરિષ્ઠ નાગરિક બચત 7.60% 8.00%
માસિક આવક ખાતું 6.70% 7.10%
રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર 6.80% 7.00%
પીપીએફ 7.10% 7.10%
કિસાન વિકાસ પત્ર 7.0% (123 મહિના) 7.2% (120 મહિના)
સુકન્યા સમૃદ્ધિ યોજના 7.60% 7.60%
PPF, સુકન્યા સ્કીમ પર વ્યાજદરોમાં વધારો નહીં
નાણાં મંત્રાલયે જાન્યુઆરીથી એપ્રિલ ક્વાર્ટર માટે PPF, સુકન્યા સમૃદ્ધિ યોજનાના વ્યાજ દરોમાં કોઈ જ ફેરફાર કર્યો નથી. પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) પર 7.1 ટકા વ્યાજ મળવાનું ચાલુ રહેશે જ્યારે સુકન્યા સમૃદ્ધિ યોજના પર 7.6 ટકા વ્યાજ મળતું રહેશે. પોસ્ટ ઓફિસની 5 વર્ષની રિકરિંગ ડિપોઝિટ પર 5.80 ટકાનો વ્યાજ દર યથાવત રાખવામાં આવ્યો છે.
રેપો રેટમાં વધારા બાદ વ્યાજ દરમાં વધારો થયો
આરબીઆઈએ સતત પાંચ વખત તેની નાણાકીય નીતિની બેઠક બાદ પોલિસી રેટ રેપો રેટમાં વધારો કર્યો છે. 8 ડિસેમ્બરે રેપો રેટમાં 35 બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો હતો. જે બાદ 2022માં રેપો રેટ 4 ટકાથી વધીને 6.25 ટકા થઈ ગયો છે.