શોધખોળ કરો

મોદી સરકારે કર્મચારીઓના ચિલ્ડ્રન એજ્યુકેશન એલાઉંસને લઈ કહી આ વાત, 52 લાખ કર્મચારીઓને થશે ફાયદો

કેન્દ્ર સરકાર કર્મચારીઓને તેમના બાળકોને સ્કૂલ શિક્ષણ, હોસ્ટેલ જેવી જરૂરિયાતમાં સક્ષમ બનાવવા સીઈએ ચૂકવે છે. કર્મચારીઓને દર મહિને 2250 રૂપિયા સીઈએ તરીકે ચૂકવવા જોઈએ તેવી સાતમા પગાર પંચની ભલામણ હતી.

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓને આપવામાં આવતાં ચિલ્ડ્રન એજ્યુકેશન એલાઉંસ (સીઈએ)ને (Center for Children’s Education Allowance -CEA) લઈ સ્પષ્ટીકરણ કર્યુ છે. કોવિડ-19 લોકડાઉનને (Covid-19 Lockdown) ધ્યાનમાં રાખીને કેન્દ્રએ ચિલ્ડ્રન એજ્યુકેશન એલાઉંસના ક્લેમ માટે સેલ્ફ સર્ટિફિકેશનને (Self Certified) મંજૂરી આપી છે. જેનાથી લગભગ 52 લાખ કેન્દ્રીય કર્મચારીઓને મોટી રાહત મળશે. કારણે લોકડાઉનના કારણે કર્મચારીઓને સીઈએ ક્લેમ કરવામાં મુશ્કેલી થતી હતી. ડીઓપીટી (Department of Personnel and Training- DoPT) એ આ અંગે ઓફિસ મેમોરંડમ ( Office Memorandum OM) જાહેર કર્યુ છે.

કેન્દ્ર સરકારના કર્મચારીઓને સાતમા પગાર પંચની ભલામણ અનુસાર સીઈએ અંતર્ગત 2250 રૂપિયા પ્રતિ માસ મળે છે. કોવિડ-19 મહામારી તથા તે બાદ લોકડાઉનના કારણે કેન્દ્ર સરકારના કર્મચારીઓને સીઈએનો દાવો કરવામાં મુશ્કેલી પડતી હતી. કારણકે બાળકોના રિઝલ્ટ કે રિપોર્ટ કાર્ડ સ્કૂલો દ્વારા એસએમએસ અથવા ઈમેલના માધ્યમથી નહોતા મોકલવામાં આવતા, ઉપરાંત ફી પણ ઓનલાઈન જમા કરાવવામાં આવતી હતી.

આ રીતે કરી શકાય છે ક્લેમ

કલેમ કરવા માટે કર્મચારીઓ સ્વ પ્રમાણિત માધ્યમથી રિઝલ્ટ કે રિપોર્ટ કાર્ડ, ફી પેમેન્ટના ઈમેલ કે એસએમએસની પ્રિન્ટ આઉટ લઈને ક્લેમ કરી શકે છે. આ છૂટ માત્ર માર્ચ 2020 તથા માર્ચ 2021ના રોજ સમાપ્ત થતાં શૈક્ષણિક વર્ષો માટે લાગુ થશે.

ડીઓપીટીએ કહ્યું કે, કેન્દ્ર સરકારના કર્મચારીઓના પક્ષમાં પહેલા જ ઉકેલી નાંખવામાં આવેલા સીઈએના દાવાને ફરીથી ખોલવાની જરૂર નથી. કેન્દ્ર સરકાર કર્મચારીઓને તેમના બાળકોને સ્કૂલ શિક્ષણ તથા હોસ્ટેલ જેવી જરૂરિયાતમાં સક્ષમ બનાવવા માટે સીઈએ ચૂકવણી કરે છે. કર્મચારીઓને દર મહિને 2250 રૂપિયા સીઈએ તરીકે ચૂકવવા જોઈએ તેવી સાતમા પગાર પંચની ભલામણ હતી.

ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ

ભારતમાં કોરાના સંક્રમણ મામલા સતત ઘટી રહ્યા છે. દેશમાં સતત નવમા દિવસે 50 હજારથી ઓછા કેસ નોંધાયા હતા. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં 34,703 નવા કેસ આવ્યા હતા. જે 1111 દિવસ બાદ નોંધાયેલા સૌથી ઓછા કેસ છે. જ્યારે 51,864 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. જ્યારે 553 સંક્રમિતોના મોત થયા હતા.   દેશમાં સતત 53મા દિવસ કોરોના વાયરસના નવા કેસની સંખ્યા કરતાં રિકવર થયેલ દર્દીની સંખ્યા વધારે નોંધાઈ છે. 5 જુલાઈ સુધી દેશભરમાં 35 કરોડ 75 લાખ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ,100 મીટર વાળી નવી પરિભાષા પર રોક
અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ,100 મીટર વાળી નવી પરિભાષા પર રોક

વિડિઓઝ

Aravalli Hills Judgment: અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ
Gujarat Government: ફી મુદ્દે હવે ખાનગી શાળાઓની નહીં ચાલે મનમાની, FRCએ આ શાળાની ફી ઓનલાઈન કરી જાહેર
Yogesh Patel: વડોદરાના MLA યોગેશ પટેલને ડિજિટલ એરેસ્ટ કરવાનો પ્રયાસ
Gujarat Weather Update | રાજ્યમાં નવા વર્ષના પ્રારંભે જ કાતિલ ઠંડીનો થશે અહેસાસ
Surendranagar news: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં હજુ થઈ શકે મોટા ખુલાસા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ,100 મીટર વાળી નવી પરિભાષા પર રોક
અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ,100 મીટર વાળી નવી પરિભાષા પર રોક
Weather Forecast: રાજ્યના આ જિલ્લામાં ગગડશે તાપમાનનો પારો, હાડ થીજાવતી ઠંડીનું એલર્ટ
Weather Forecast: રાજ્યના આ જિલ્લામાં ગગડશે તાપમાનનો પારો, હાડ થીજાવતી ઠંડીનું એલર્ટ
Unnao Rape Case: દોષિત કુલદીપ સેંગરને SCનો ઝટકો, જામીન અને સજા સ્થગિત કરવાના નિર્ણય પર લગાવી રોક
Unnao Rape Case: દોષિત કુલદીપ સેંગરને SCનો ઝટકો, જામીન અને સજા સ્થગિત કરવાના નિર્ણય પર લગાવી રોક
ફી મુદ્દે હવે ખાનગી શાળાઓની નહીં ચાલે મનમાની, 5700થી વધુ શાળાની ફી ઓનલાઈન જાહેર
ફી મુદ્દે હવે ખાનગી શાળાઓની નહીં ચાલે મનમાની, 5700થી વધુ શાળાની ફી ઓનલાઈન જાહેર
Silver Rate Today: ચાંદીમાં જબરદસ્ત ઉછાળો, કિંમત પહેલી વખત 2.50 લાખને પાર
Silver Rate Today: ચાંદીમાં જબરદસ્ત ઉછાળો, કિંમત પહેલી વખત 2.50 લાખને પાર
Embed widget