શોધખોળ કરો

હવે પોસ્ટ ઓફિસમાં સબસિડી સાથે મળશે કઠોળ, જાણો શું છે સરકારની યોજના

અમદાવાદઃ રોજ્યોમાં સરકારી વેચાણ કેન્દ્રોની ઘટને કારણે કેન્દ્ર સરકારે હવે તુવેર, અડદ અને ચણા સહિતના રાહતદરના કઠોળના વેચાણ માટે સમગ્ર દેશમાં ફેલાયેલા પોસ્ટ ઓફિસના વિરાટ નેટવર્કનો ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો છે. ગ્રાહક મંત્રાલયના સચિવ હેમ પાંડેની અધ્યક્ષતા હેઠળની મંત્રાલયોની સમિતિએ શુક્રવારે એક બેઠકમાં આ નિર્ણય લીધો હતો. આ બેઠકમાં અન્ન, ગ્રાહક, કૃષિ, વાણિજ્ય અને નાણા જેવા મંત્રાલયોના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતાં. રાજ્યોમાં સરકાર બહુ વેચાણકેન્દ્રો ધરાવતી નથી, તેથી અમે સરકારના બફર સ્ટોકમાંથી રાહતદરના કઠોળના વિતરણ માટે પોસ્ટલ નેટવર્કનો ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો છે. હાલ ચાલી રહેલી તહેવારોની સિઝનમાં આના લીધે પ્રાપ્યતા વધશે, એવું કેન્દ્રીય ગ્રાહક મંત્રાલયના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું. ચણાનો પૂરવઠો વધારવા અને ભાવ નિયંત્રણમાં લેવા માટે આ સમિતિએ સરકારી એજન્સીઓને રીટેલ વિતરણ માટે વધુ સ્ટોક આપવાનો નિર્ણય કર્યો છે. સમગ્ર દેશમાં આશરે ૧.૫૪ લાખ પોસ્ટ ઓફિસ છે, જે પૈકીની ૧.૩૯ લાખ ગ્રામીણ વિસ્તારોમાં છે. રીટેલ વિતરણ માટે સરકાર છેલ્લાં ઘણા મહિનાઓથી રાજ્ય સરકાર અને સરકારી એજન્સીઓને પોતાના બફર સ્ટોકમાંથી રાહત દરે કઠોળ આપી રહી છે. સરકાર ચાલુ વર્ષે ૨૦ લાખ ટનનો બફર સ્ટોક રચવાનો ટાર્ગેટ ધરાવે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Credit Card Tips: જૂના ક્રેડિટ કાર્ડ બંધ કરતા પહેલા જાણી લો આ વાતો, નહીં તો થશે નુકસાન
Credit Card Tips: જૂના ક્રેડિટ કાર્ડ બંધ કરતા પહેલા જાણી લો આ વાતો, નહીં તો થશે નુકસાન
8th Pay Commission: સેલેરીથી લઈને પેન્શન સુધી... 8મા પગારપંચમાં કરાઈ છે આ પાંચ મોટી માંગણીઓ, ક્યારે થશે લાગુ?
8th Pay Commission: સેલેરીથી લઈને પેન્શન સુધી... 8મા પગારપંચમાં કરાઈ છે આ પાંચ મોટી માંગણીઓ, ક્યારે થશે લાગુ?
ચાર્ટ તૈયાર થયા પછી પણ મળશે કન્ફર્મ ટ્રેન ટિકિટ! જાણો IRCTC નું આ ખાસ ફીચર
ચાર્ટ તૈયાર થયા પછી પણ મળશે કન્ફર્મ ટ્રેન ટિકિટ! જાણો IRCTC નું આ ખાસ ફીચર
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક

વિડિઓઝ

Gujarat Rain : આગાહી વચ્ચે ક્યાં શરૂ થયો વરસાદ?
Surat Ragging Case : સુરતમાં રેગિંગે લીધો ડોક્ટરનો જીવ
Ahmedabad Police : દુષ્કર્મનો આરોપી ભાગવા જતા પોલીસે પગમાં મારી દીધી ગોળી
Gujarat Rain Forecast : 4 વરસાદી સિસ્ટમ સક્રીય, 11 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા
ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ
કોણ છે સ્ટાર યશની પત્ની રાધિકા? સુંદરતા મામલે એક્ટ્રેસને આપે છે ટક્કર
કોણ છે સ્ટાર યશની પત્ની રાધિકા? સુંદરતા મામલે એક્ટ્રેસને આપે છે ટક્કર
Jharkhand: વિધાનસભા ઘેરવા જઈ રહ્યા છે દેવેન્દ્ર મહતો, વિદ્યાર્થીઓએ કહ્યું- એક ટકા પણ સમાધાન કરવામાં નહીં આવે
Jharkhand: વિધાનસભા ઘેરવા જઈ રહ્યા છે દેવેન્દ્ર મહતો, વિદ્યાર્થીઓએ કહ્યું- એક ટકા પણ સમાધાન કરવામાં નહીં આવે
India vs Sri lanka: પ્લેઇંગ ઇલેવનમાં કેવી રીતે ફિટ બેસશે સરફરાઝ ખાન, કોણ થશે બહાર?
India vs Sri lanka: પ્લેઇંગ ઇલેવનમાં કેવી રીતે ફિટ બેસશે સરફરાઝ ખાન, કોણ થશે બહાર?
હવામાન વિભાગની નવી આગાહી: આગામી 1 કલાકમાં ગુજરાતના 20 જિલ્લાઓમાં મેઘમહેર, 4 જિલ્લામાં ઓરેન્જ તો 16 જિલ્લામાં યલો એલર્ટ
હવામાન વિભાગની નવી આગાહી: આગામી 1 કલાકમાં ગુજરાતના 20 જિલ્લાઓમાં મેઘમહેર, 4 જિલ્લામાં ઓરેન્જ તો 16 જિલ્લામાં યલો એલર્ટ
Embed widget