GST Collection: જાન્યુઆરીમા 1.55 લાખ કરોડથી વધુ થયુ GST કલેક્શન, અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો
GST કલેક્શન સંબંધિત મોટા સમાચાર સામે આવી રહ્યા છે.સતત 11મા મહિને 1.55 લાખ કરોડ રૂપિયાથી વધુની GST આવક પ્રાપ્ત થઈ છે.
GST Collection January 2023: GST કલેક્શન સંબંધિત મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કેન્દ્ર સરકારે GST કલેક્શનમાં અત્યાર સુધીનો બીજો સૌથી મોટો વધારો હાંસલ કર્યો છે. કેન્દ્રીય નાણા મંત્રાલયે મંગળવારે જાન્યુઆરી મહિના માટેના GST ડેટા જાહેર કર્યા છે. આમાં, સતત 11મા મહિને 1.55 લાખ કરોડ રૂપિયાથી વધુની GST આવક પ્રાપ્ત થઈ છે. સરકારે જાન્યુઆરીમાં 1,55,922 કરોડ રૂપિયાના GST કલેક્શનમાંથી આવક મેળવી છે. જ્યારે ગયા વર્ષે ડિસેમ્બર 2022માં 1,49,507 કરોડ રૂપિયાનું GST કલેક્શન નોંધાયું હતું. જો આંકડાઓ પર નજર કરીએ તો કેન્દ્રની મોદી સરકારે GST કલેક્શનમાંથી સારી કમાણી કરી છે.
👉 2nd highest Gross GST collection in January 2023, breaching earlier 2nd highest record in the Month of October 2022
👉 ₹1,55,922 crore gross GST revenue collected in the month of January 2023
Read more ➡️ https://t.co/oyWn67sqvR
(1/2) pic.twitter.com/WEuyV1Y7ep — Ministry of Finance (@FinMinIndia) January 31, 2023
નાણા મંત્રાલયના ડેટા અનુસાર, CGST તરીકે રૂ. 28,963 કરોડ, SGSTમાંથી રૂ. 36,730 કરોડ અને IGST તરીકે રૂ. 79,599 કરોડ એકત્ર થયા છે. IGSTની રકમમાં માલની આયાત પર ટેક્સ તરીકે રૂ. 37,118 કરોડ એકત્ર કરવામાં આવ્યા છે.
મંત્રાલયે ટ્વિટર પર માહિતી આપી
કેન્દ્રીય નાણા મંત્રાલયે તેના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર માહિતી આપી છે. મંત્રાલયે કહ્યું કે જાન્યુઆરી 2023માં બીજા ક્રમના સૌથી વધુ GST કલેક્શને ઓક્ટોબર 2022માં બીજા સૌથી વધુ GST કલેક્શનનો અગાઉનો રેકોર્ડ તોડી નાખ્યો છે. જાન્યુઆરી 2023ના મહિનામાં ₹1,55,922 કરોડની GST આવક એકત્ર કરવામાં આવી છે.
સરકારના આંકડા મુજબ, સરકારે સેસ તરીકે 10630 કરોડ એકત્ર કર્યા છે. જેમાં સામાનની આયાત પર સરચાર્જ તરીકે રૂ. 768 કરોડની વસૂલાત કરવામાં આવી છે. બીજી તરફ, છેલ્લા 1 વર્ષમાં જીએસટી કલેક્શનની આ બીજી સૌથી વધુ રકમ છે. અગાઉ એપ્રિલ 2022માં 1.68 લાખ કરોડ રૂપિયાનું GST કલેક્શન થયું હતું.
Adani FPO: હિંડનબર્ગના રિપોર્ટની ન થઈ Adani FPO પર અસર, જાણો કેટલા ગણો ભરાયો
Adani FPO: અદાણીના એફપીઓને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. આ બાબત સાથે સંકળાયેલા લોકોના જણાવ્યા અનુસાર, આ એફપીઓમાં લાયક સંસ્થાકીય ખરીદદારો અને બિન-સંસ્થાકીય રોકાણકારોનો હિસ્સો સંપૂર્ણ રીતે સબસ્ક્રાઇબ કરવામાં આવ્યો છે. આ બાબતથી વાકેફ લોકોએ જણાવ્યું કે અદાણી એન્ટરપ્રાઈઝના એફપીઓ 1.25 થી વધુ વખત સબસ્ક્રાઈબ થયા છે.
જો કે, એક દિવસ પહેલા એટલે કે સોમવાર સુધી, આ FPO માત્ર 3 ટકા સુધી સબસ્ક્રાઇબ થયો હતો, પરંતુ આજે તેમાં તેજી જોવા મળી હતી. રિટેલ રોકાણકારો તરફથી આ એફપીઓમાં કોઈ રસ નહોતો. શેર વેચાણમાંથી પસાર થવા માટે ઓછામાં ઓછા 90 ટકા સબ્સ્ક્રિપ્શન જરૂરી છે. અદાણી FPO દેશની અત્યાર સુધીની સૌથી મોટી FPO છે. FPO પહેલેથી લિસ્ટેડ કંપનીઓ દ્વારા તેમના ઇક્વિટી શેરહોલ્ડિંગમાં વૈવિધ્ય લાવવા માટે કરવામાં આવે છે. ગઈ કાલે FPO ને 3 ટકા સબસ્ક્રિપ્શન મળ્યું હતું. એન્કર હિસ્સો, જે એફપીઓના 30 ટકા છે, તે ગયા અઠવાડિયે અબુ ધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી જેવા રોકાણકારો દ્વારા નાખવામાં આવ્યો હતો. અબુ ધાબી ગ્રુપ ઈન્ટરનેશનલ હોલ્ડિંગ કંપની પણ આ ઈસ્યુમાં $400 મિલિયનનું રોકાણ કરશે