ગત ફેબ્રુઆરીમાં રુ. 1,33,026 કરોડ GSTની આવક થઈ, ગયા વર્ષના ફેબ્રુઆરી કરતાં 18 ટકા વધુ
ગત ફેબ્રુઆરી મહિનામાં થયેલી જીએસટી આવકના આંકડા જાહેર કરવામાં આવ્યા છે જેમાં કેન્દ્ર સરકારને કુલ 1,33,026 કરોડ રૂપિયાની GST આવક થઈ હતી.
GST Collection Feb 2022: ગત ફેબ્રુઆરી મહિનામાં થયેલી જીએસટી આવકના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. ફેબ્રુઆરી 2022માં કુલ 1,33,026 કરોડ રૂપિયાની GST આવક થઈ હતી. આ પાંચમી વખત છે જ્યારે GST કલેક્શન રૂ. 1.30 લાખ કરોડને વટાવી ગયું છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં થયેલી GST આવક ગયા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં થયેલી આવક કરતાં 18 ટકા વધુ છે, જ્યારે ફેબ્રુઆરી 2020ની સરખામણીમાં 26 ટકાનો વધારો થયો છે.
ફેબ્રુઆરી 2022માં GST કલેક્શન રૂ. 1,33,026 કરોડ રહ્યું છે. ફેબ્રુઆરીમાં CGST કલેક્શન રૂ. 24,435 કરોડ રહ્યુ અને SGST રૂ. 30,779 કરોડ રહ્યુ છે. આ સાથે IGSTનું કલેક્શન રૂ. 67,471 કરોડ અને સેસ રૂ. 10,340 કરોડ કલેક્શન રહ્યું છે. ફેબ્રુઆરી મહિનામાં નિયમિત ચુકવણાના સેટલમેન્ટ બાદ કેન્દ્ર સરકારની આવક રૂ. 50,782 કરોડ રહી છે, જ્યારે રાજ્યોની કુલ આવક રૂ. 52,688 કરોડ રહી છે. ફેબ્રુઆરી 2022માં GST આવકમાં 18 ટકાનો વધારો થયો છે, જ્યારે ફેબ્રુઆરી 2020ની સરખામણીમાં આવકમાં 26 ટકાનો વધારો થયો છે. ફેબ્રુઆરી મહિનામાં આયાતથી થતી આવકમાં 38 ટકાનો વધારો થયો છે.
✅ Rs 1,33,026 crore Gross GST Revenue collected for February 2022
— Ministry of Finance (@FinMinIndia) March 1, 2022
✅ GST collection crossed Rs 1.30 lakh crore mark for the 5th time
Read more ➡️ https://t.co/DWFUHpgB7J pic.twitter.com/bufbpgoCMv
ડેટા જાહેર કરતી વખતે નાણા મંત્રાલયે કહ્યું છે કે, ફેબ્રુઆરી મહિનો જાન્યુઆરી કરતાં 28 દિવસ ઓછો છે. તે જ સમયે, ફેબ્રુઆરીમાં કોરોના રોગચાળાના ઓમિક્રોન વેરિઅન્ટને કારણે, રાજ્યો દ્વારા આંશિક લોકડાઉન, રાત્રિ કર્ફ્યુ અને નિયંત્રણો પણ લગાવવામાં આવ્યા હતા. આ પાંચમી વખત છે જ્યારે GST આવક રૂ. 1.30 લાખ કરોડને વટાવી ગયું હોય. આ વખતે પ્રથમ વખત જીએસટી સેસની આવક રૂ. 10,000 કરોડને વટાવી ગયું છે. આ દર્શાવે છે કે ઓટોમોબાઈલ સેક્ટર જેવા સેક્ટરમાં રિકવરી થઈ છે.