શોધખોળ કરો
Advertisement
એપ્રિલથી ઘર ખરીદવું થશે સરળ, GST કાઉન્સિલે નવા સ્લેબને આપી મંજૂરી, જાણો વિગત
નવી દિલ્હીઃ ગુડ્સ એન્ડ સર્વિસેઝ ટેક્સ (GST) કાઉન્સિલની 34મી બેઠકમાં આવાસ યોજનોઓના મકાનમાં નવા ટેક્સ માળખાને લાગુ કરવાની યોજનાને મંજૂરી આપી દેવામાં આવી છે. આ નવો નિયમ 1 એપ્રિલથી લાગુ થશે. જે લાગુ થયા બાદ ઘર ખરીદવું પહેલાની તુલનામાં સસ્તું થશે.
નાણા મંત્રાલયના રેવન્યૂ સચિવ એબી પાંડેએ જીએસટી કાઉન્સિલની બેઠકમાં લેવાયલા નિર્ણયની જાણકારી આપી હતી. પાંડેએ કહ્યું કે, રાજ્ય સરકારો સાથે વાતચીત કરીને આવાસ વિકાસના કારોબાર સાથે સંકળાયેલી કંપનીઓને નવા ટેક્સ માળખામાં ઢળવા માટે પૂરતો સમય આપવામાં આવશે.
વર્તમાન નાણાકીય વર્ષમાં જીએસટી કલેક્શન અપેક્ષા મુજબ થઈ શક્યું નથી. માત્ર ત્રણ વખત 1 લાખ કરોડની પાર કલેકશન થયું છે. અન્ય મહિનામાં કલેક્શન 1 લાખ કરોડથી નીચે રહ્યું છે. જીએસટી કલેક્શનમાં ઘટાડાનું કારણ નેટ ઈનડાયરેક્ટ ટેક્સ ક્લેક્શનમાં પણ ઘટાડો થયો છે. ચૂંટણી પહેલા મોદી સરકારની મોટી ભેટ, મકાનો પર GSTના દરમાં કર્યો ઘટાડો, જાણો વિગત ‘ઘરનું ઘર’ ખરીદનારને મોદી સરકારની મોટી ભેટ, નવા ઘરની ખરીદી પર કેટલી મળશે રાહત, આ રીતે કરો ગણતરીDecisions taken by the @GST_Council in the 34th meeting held on 19th March 2019 regarding #GST rate on real estate sector Read More: https://t.co/hX1W6IvZEa pic.twitter.com/cKy6Xujksf
— PIB India (@PIB_India) March 19, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રાઇમ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement