(Source: ECI/ABP News/ABP Majha)
આજથી આ વસ્તુઓ થઈ ગઈ સસ્તી, GST ના દરમાં ઘટાડો થતાં ભાવ ઘટ્યા
જો કન્ટેનર પર ટેગ ટ્રેકિંગ ડિવાઇસ અથવા ડેટા લોગર્સ પહેલેથી જ ફિક્સ છે, તો તેના પર અલગથી IGST વસૂલવામાં આવશે નહીં. તે જ સમયે, આવા કન્ટેનર પર પણ શૂન્ય IGST લાગુ કરવામાં આવી રહ્યો છે.
GST Revised Rates: નાણા પ્રધાન નિર્મલા સીતારમણે 18 ફેબ્રુઆરીના રોજ GST કાઉન્સિલની 49મી બેઠકમાં ઘણા પ્રકારના સામાન પર GST દરોમાં ફેરફારની જાહેરાત કરી હતી. આ સામાનમાં સ્ટેશનરી વસ્તુઓથી લઈને પરીક્ષા સંસ્થાઓ અને ખાદ્ય ચીજવસ્તુઓ પર GST દરમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. આ બદલાયેલા દરો આજથી અમલમાં આવી ગયા છે અને આજથી 1 માર્ચથી તમારે આ ઉત્પાદનો પર બદલાયેલ ટેક્સ ચૂકવવો પડશે.
આજથી આ ઉત્પાદનો અને સેવાઓ પર GST બદલાયો
GST કાઉન્સિલે રાબ (પ્રવાહી ગોળ) અને પેન્સિલ શાર્પનર જેવા ઉત્પાદનો સિવાય કેટલીક સેવાઓ પર ટેક્સ ઘટાડ્યો છે.
પેન્સિલ શાર્પનર
નાણા મંત્રાલયના નોટિફિકેશન મુજબ, આજથી પેન્સિલ શાર્પનર પર 18%ના બદલે 12%ના દરે GST લાગુ કરવામાં આવ્યો છે અને તેના કારણે પેન્સિલ શાર્પનર સસ્તા થઈ ગયા છે.
પ્રવાહી ગોળ
રાબ (લિક્વિડ ગોળ) પરથી GST હટાવી દેવામાં આવ્યો છે. જો તે છૂટક અથવા રિટેલ વેચાણ કરવામાં આવે છે તો તેના પર શૂન્ય ટકા ટેક્સ લાગુ કરવામાં આવ્યો છે. બીજી તરફ જો પેકેજ્ડ અને લેબલવાળો ગોળ હોય તો તેના પર આજથી 5 ટકા જીએસટી લાગુ કરવામાં આવ્યો છે.
ટેગ ટ્રેકિંગ ઉપકરણો
જો કન્ટેનર પર ટેગ ટ્રેકિંગ ડિવાઇસ અથવા ડેટા લોગર્સ પહેલેથી જ ફિક્સ છે, તો તેના પર અલગથી IGST વસૂલવામાં આવશે નહીં. તે જ સમયે, આવા કન્ટેનર પર પણ શૂન્ય IGST લાગુ કરવામાં આવી રહ્યો છે.
વાર્ષિક રિટર્ન ફાઇલિંગ પર GST મુક્તિ
કેન્દ્ર સરકાર વતી, નાણા મંત્રાલયે GSTR-9 ફોર્મ હેઠળ વાર્ષિક રિટર્ન ફાઇલ કરનારા લોકો માટે મોડું ફાઇલ કરવા માટેની લેટ ફીમાં પણ ઘટાડો કર્યો છે. 2022-23 થી, કોઈપણ એક નાણાકીય વર્ષમાં 20 કરોડ રૂપિયા સુધીનું કુલ ટર્નઓવર ધરાવતા લોકો માટે લેટ ફી ઘટાડીને 100 રૂપિયા પ્રતિ દિવસ કરવામાં આવી છે. તે જ સમયે, 5 કરોડ રૂપિયા સુધીનું ટર્નઓવર ધરાવતા વેપારીઓ માટે 50 રૂપિયા પ્રતિ દિવસની લેટ ફી નક્કી કરવામાં આવી છે. કોઈપણ કિસ્સામાં, મહત્તમ GST ટર્નઓવરના 0.04 ટકાથી વધુ ન હોઈ શકે.
પરીક્ષા સંસ્થાઓ પર જીએસટીમાં ફેરફાર
આ ઉપરાંત પરીક્ષાનું સંચાલન કરતી સંસ્થાઓ માટે જીએસટીમાં ફેરફારની જાહેરાત પણ જીએસટી કાઉન્સિલની બેઠક બાદ કરવામાં આવી હતી.