(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાતના આ જાણીતા શહેર નજીક સ્થપાશે રાજ્યનો પ્રથમ વ્હીક્લ સ્ક્રેપ પ્લાન્ટ, જાણો વધુ વિગત
એઆરએઆઈ અને એમઓઆરટીએચની માર્ગદર્શિકાઓની મંજૂરીને આધીન ગુજરાત સરકારનાં પોર્ટસ અને ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ સાથે આ જોડાણ કરવામાં આવ્યું હતું.
અમદાવાદઃ સેન્ચુરી મેટલ રિસાયકલીંગ (સીએમઆર) અને કટારિયા ગ્રુપ (ગુજરાત) વચ્ચેનું સંયુક્ત સાહસ સીએમઆર કટારિયાએ ગુજરાત સરકાર સાથે ગુજરાતમાં પ્રથમ વ્હીકલ સ્ક્રેપ પ્લાન્ટ સ્થાપિત કરવા એમઓયુ કર્યું છે. NH-48 પર ખેડા પાસે પ્રથમ વ્હીકલ સ્ક્રેપ પ્લાન્ટ સ્થાપવામાં આવશે. આ એમઓયુ તાજેતરમાં ગાંધીનગરમાં યોજાયેલી ઈન્વેસ્ટર સામિટમાં કરવામાં આવ્યું હતું. એઆરએઆઈ અને એમઓઆરટીએચની માર્ગદર્શિકાઓની મંજૂરીને આધીન ગુજરાત સરકારનાં પોર્ટસ અને ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ સાથે આ જોડાણ કરવામાં આવ્યું હતું.
વર્ષે કેટલા ટુ વ્હીલર, ફરો વ્હીલર સ્ક્રેપ થઈ શકશે
સીએમઆર કટારિયાના ડાયરેક્ટર ધર્મેન્દ્ર મિશ્રાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, કંપની દ્વારા એન્ડ ઓફ લાઈફ (ઈએલવી) સ્ક્રેપીંગ સેન્ટર સ્થાપિત કરવામાં આવશે. તેમાં પ્રથમ ચરણમાં ફોર વ્હીલર્સની 15,000, કોમર્શિયલ વ્હીકલ્સની 2500 અને ટુ વ્હીલર્સની 50,000ની વાર્ષિક ક્ષમતા રહેશે. આ સુવિધામાં પૂરતી જમીન, લેટેસ્ટ મશીન્સ અને ઈક્વિપમેન્ટસ, સોફટવેર અને કાર્યદક્ષ માનવબળ હશે. ભવિષ્યમાં સીએમઆર કટારિયા આ ક્ષમતાને બમણી પણ કરી શકે છે.
કોનું છે સંયુક્ત સાહસ
સીએમઆર કટારિયા તે રિસાયકલીંગ અને ઓટોમોબાઈલ ઉદ્યોગોનાં બે અગ્રણી ખેલાડીઓ વચ્ચેનું સંયુક્ત સાહસ છે. મોહન અગ્રવાલ (એમડી)નાં નેતૃત્વ હેઠળની સેન્ચુરી મેટલ રિસાયકલીંગ તે રિસાયકલ્ડ એલ્યુમિનિયમ અને ઝીંક ડાઈ કાસ્ટીંગ એલોયઝની ભારતની સૌથી મોટી ઉત્પાદક કંપની છે અને ગુજરાતનાં ત્રણ પ્લાન્ટસ સાથે દેશભરમાં કુલ 11 પ્લાન્ટસ ધરાવે છે.
રોહન કટારિયા (એમડી)નાં નેતૃત્વ હેઠળનું કટારિયા જૂથ ગુજરાતમાં ઘર ઘરમાં જાણીતું નામ છે. કટારિયા જૂથ મારૂતિ સુઝુકીનું સૌથી મોટા ડિલરો પૈકીનું એક છે અને 100 ટચપોઈન્ટસ મારફતે ગુજરાતનાં મિલિયન થી પણ વધુ ગ્રાહકોને કોમર્શિયલ વ્હીકલ્સ અને ટુ વ્હીલર્સનું પણ વેચાણ કરે છે.