Ind vs Eng, Manchester Test: પાંચમી ટેસ્ટ રદ્દ થવા પર પ્રથમ વખત શાસ્ત્રીએ આપ્યું નિવેદન, કહ્યું- મને બલિનો બકરો બનાવાય છે
IND vs ENG: મને નથી ખબર કે આગામી વર્ષે એક ટેસ્ટ કે બે વધારાની ટી-20 મેચ રમાશે, પરંતુ હાલના સંબંધને જોતા ઈસીબીને એક પણ રૂપિયાનું નુકસાન નહીં થાય.
Ravi Shastri on cancellation of Manchester Test: કોરોનાના ખોફના કારણે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સીરિઝની પાંચમી મેચ રદ્દ કરવામાં આવી હતી. આ મુકાબલો 10 થી 14 સપ્ટેમ્બર સુધી રમાવાનો હતો. ટીમ ઈન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રી અને સપોર્ટ સ્ટાફ કોરોનાની ઝપેટમાં આવતાં ખેલાડીઓએ મેચ રમવાની ના પાડી હતી. શાસ્ત્રી મેચ પહેલા લંડનમાં એક બુક લોન્ચના કાર્યક્રમમાં પહોંચ્યો હતો, જેના થોડા દિવસો બાદ તે અને અન્ય ત્રણ સહાયક સ્ટાફ કોરોના પોઝિટિવ આવ્યા હતા. આ ઘટનાના આટલા દિવસો બાદ રવિ શાસ્તચ્ર્એ મોટું નિવેદન આપ્યું છે.
શું કહ્યું શાસ્ત્રીએ
ધ ગાર્ડિયન સાથે વાત કરતાં ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું, તેઓ મને બલિનો બકરો બનાવવાની કોશિશ કરી રહ્યા છે. પરંતુ હું તે અંગે ચિંતિત નથી. બુક રિલીઝના કાર્યક્રમમાં આશરે 250 લોકો હતા. કાર્યક્રમ 31 ઓગસ્ટે હતો અને 3 નવેમ્બરે હું કોવિડ પોઝિટિવ આવ્યો, આ ત્રણ દિવસમાં ન થઈ શકે. મને લાગે છે કે લીડ્સમાં હું તેની ઝપેટમાં આવ્યો હતો. ઈંગ્લેન્ડ 19 જુલાઈએ ખૂલ્યું અને અચાનક લોકો હોટલમાં આવવાના શરૂ થઈ ગયા હતા અને કોઈ પ્રતિબંધ નહોતા.
ઈસીબીને એક પણ રૂપિયાનું નુકસાન નહીં થાય
શાસ્ત્રીએ આગળ કહ્યું, ઈસીબી ઉત્કૃષ્ટ રહ્યું છે અને ભારતીય ક્રિકેટ સાથે તેનો શાનદાર સંબંધ છે. મને નથી ખબર કે આગામી વર્ષે એક ટેસ્ટ કે બે વધારાની ટી-20 મેચ રમાશે, પરંતુ હાલના સંબંધને જોતા ઈસીબીને એક પણ રૂપિયાનું નુકસાન નહીં થાય. 2008માં જ્યારે મુંબઈમાં આતંકવાદી હુમલો થયો હતો ત્યારે ઈંગ્લેન્ડે પરત આવીને ટેસ્ટ મેચ રમી હતી, જે અમે ભૂલ્યા નથી.
ટી-20 વર્લ્ડકપ બાદ છોડશે કોચ પદ
ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ પુષ્ટિ કરી છે કે હવે તેઓ ટી 20 વર્લ્ડ કપ બાદ ટીમ ઈન્ડિયાના કોચ રહેશે નહીં. રવિ શાસ્ત્રીએ આ અંગે ખુશી વ્યક્ત કરી છે, તેથી તેઓ કોચ તરીકે જે પ્રાપ્ત કરવા માંગતા હતા તે પ્રાપ્ત કરવામાં સફળ થયા છે. વિ શાસ્ત્રીએ કહ્યું કે, ટીમ ઈન્ડિયા માટે હું છેલ્લા પાંચ વર્ષમાં જે પણ હાંસલ કરવા માંગતો હતો તે હાંસલ કર્યું છે. અમે નંબર વન ટેસ્ટ ટીમ છીએ. એવો કોઈ દેશ નથી જ્યાં આપણે જીત્યા નથી.જોકે રવિ શાસ્ત્રીએ ટીમ ઈન્ડિયાના કોચ પર દબાણ અંગે પણ વાત કરી હતી. તેમણે કહ્યું, "ભારતના કોચ બનવું એટલે કે જાણે એક ગોળીની સામે બેઠવા જેવું છે જે કોઈપણ સમયે તમારી ઉપર છૂટી શકે છે. તમે શ્રેણી જીતતા રહો. પછી એક દિવસ તમે 36 માં ઓલઆઉટ થઈ ગયા, પછી તમારી પાસે જીતવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી રહેતો.”
આ પણ વાંચોઃ Team India ના હેડ કોચ બનવાની રેસમાં કયા બે પૂર્વ દિગ્ગજ ખેલાડીના નામ છે મોખરે ? જાણો વિગત