(Source: ECI/ABP News/ABP Majha)
HDFC Bank Hikes MCLR: લોન મોંઘી થઈ, HDFC બેંકે વ્યાજ દર વધારવાની કરી જાહેરાત
મોનેટરી પોલિસી કમિટીની બેઠક બાદ આરબીઆઈએ રેપો રેટમાં 0.50 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી હતી, ત્યારબાદ રેપો રેટ 4.90 ટકાથી વધીને 5.40 ટકા થઈ ગયો છે.
HDFC Bank Hikes MCLR: ખાનગી ક્ષેત્રની સૌથી મોટી ધિરાણકર્તા HDFC બેંકે લોન મોંઘી કરી છે. HDFC બેંકે માર્જિનલ કોસ્ટ ઓફ લેન્ડિંગ રેટ (MCLR)માં 10 બેસિસ પોઈન્ટનો વધારો કરવાની જાહેરાત કરી છે. એચડીએફસી બેંકના નવા દરો 8 ઓગસ્ટ, 2022થી અમલમાં આવ્યા છે. વાસ્તવમાં, 5 ઓગસ્ટ, 2022ના રોજ, આરબીઆઈએ સતત ત્રીજી વખત રેપો રેટ વધારવાની જાહેરાત કરી હતી, જેના પછી બેંકો દ્વારા લોન વધુને વધુ મોંઘી થઈ રહી છે. એચડીએફસી બેંક દ્વારા MCLR વધાર્યા બાદ હવે હોમ લોન, કાર લોન, એજ્યુકેશન લોન અને પર્સનલ લોન સહિત અનેક પ્રકારની લોન મોંઘી થવાની સાથે બેંકના ગ્રાહકોને મોંઘી EMI ચૂકવવી પડશે.
MCLR કેટલો વધ્યો?
HDFC બેંકે 8 ઓગસ્ટ, 2022 થી અમલમાં આવતા રાતોરાત ACLR 7.80 ટકા, એક મહિનાનો ACLR 7.80 ટકા, ત્રણ મહિનાનો ACLR ઘટાડીને 7.85 ટકા કર્યો છે. તો 6 મહિના માટે MCLR રેટ 7.95 ટકા કરવામાં આવ્યો છે. એક વર્ષ માટે ACLR હવે 8.10 ટકા રહેશે. આ દર સાથે અનેક પ્રકારની છૂટક લોન જોડાયેલી છે. તે જ સમયે, બે વર્ષ માટે MCLR 8.20 ટકા અને ત્રણ વર્ષ માટે 8.30 ટકા રહેશે. અગાઉ 7 જુલાઈ, 2022ના રોજ HDFC બેંકે 20 બેસિસ પોઈન્ટ્સનો વધારો કર્યો હતો.
આરબીઆઈએ રેપો રેટમાં કર્યો વધારો
નોંધનીય છે કે, મોનેટરી પોલિસી કમિટીની બેઠક બાદ આરબીઆઈએ રેપો રેટમાં 0.50 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી હતી, ત્યારબાદ રેપો રેટ 4.90 ટકાથી વધીને 5.40 ટકા થઈ ગયો છે. આરબીઆઈના આ નિર્ણય બાદ સરકારથી લઈને પ્રાઈવેટ બેંકો અને હાઉસિંગ ફાઈનાન્સ કંપનીઓ હોમ લોનના વ્યાજદરમાં વધારો કરશે, જેના પછી તમારી EMI મોંઘી થઈ જશે. આ પહેલા પણ 4 મે અને 8 જૂન, 2022ના રોજ આરબીઆઈએ રેપો રેટમાં કુલ 90 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો હતો, ત્યારબાદ બેંકોથી લઈને હાઉસિંગ ફાઈનાન્સ કંપનીઓએ હોમ લોન પર વ્યાજ દર 0.90 ટકાથી વધારીને 1.15 ટકા કર્યો છે. હોમ લોન EMI હવે ફરી એકવાર મોંઘી થશે.