શોધખોળ કરો

Heart Attack: ગાંધીનગર આઇબીમાં ફરજ બજાવતા DYSPનું હાર્ટ એટેકથી નિધન, પોલીસબેડામાં શોકનો માહોલ

Gandhinagar: ગાંધીનગર આઇબીમાં ફરજ બજાવતા એસ એન ચૌધરીના નિધનથી પોલીસબેડામાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

Gandhinagar News: રાજ્યમાં છેલ્લા થોડા સમયથી હાર્ટએટેકના કિસ્સામાં ચોંકાવનારો વધારો થયો છે. આ દરમિયાન ગાંધીનગર આઇબીમાં ફરજ બજાવતા DYSPનું હાર્ટ એટેકથી મોત થયું છે. ગાંધીનગર આઇબીમાં ફરજ બજાવતા એસ એન ચૌધરીના નિધનથી પોલીસબેડામાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

સુરતમાં વધુ એક વ્યક્તિનું હાર્ટે એટેકથી મોત

સુરતના ગીતા નગરમાં 42 વર્ષીય વ્યક્તિને હાર્ટ એટેક આવતા મોત થયું છે. રમાશંકર ત્રિવારી ઘરમાં પાણી ભરી રહ્યા હતા ત્યારે અચાનક છાતીના ભાગમાં દુખાવો થયો હતો. બાદમાં સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જતા તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. રમાશંકર ત્રિવારી કોઈપણ પ્રકારની શારીરિક બીમારી ન હતી. લુમ્સ ખાતામાં કામ કરી પરિવારને મદદરૂપ થતા હતા. અચાનક હાર્ટ એટેકથી મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ છે. પાંડેસરા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. મૂર્તદેહને પીએમ અર્થ મોકલી કાર્યવાહી હાથ ધરી છે. પીએમ બાદ મોતનું સાચું કારણ બહાર આવશે.

થોડા દિવસ પહેલા 24 કલાકમાં 6 લોકોના થયા હતા મોત

સુરતના જુદા જુદા વિસ્તારમાં થોડા દિવસ પહેલા 24 કલાકના ગાળામાં 6 લોકોના મોતથી હાહાકાર મચી ગયો હતો. છાતીના દુખાવા બાદ અલગ અલગ વિસ્તારમાં 6 ના મોત ચકચાર મચી ગઈ હતી. સુરતમાં છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ પાંડેસરાના 43 વર્ષીય વ્યક્તિનું મોત થયું હતું. મૃતકનું નામ ડકુઆ રંકનિધિ કિર્તન ભૈરાબ હતું. મરનારને કોઈપણ બીમારી નહોતી. સુરતના ભેસ્તાન ભેરુ નગરમાં આ ઘટના બની હતી. બાથરૂમમાંથી ન્હાઈને નીકળ્યાં બાદ તેમને છાતીમાં દુખાવો થયો હતો. જે બાદ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યો હતો. અચાનક મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.

સિંગણપુર વિસ્તારમાં આવેલા ગોવિંદજી હોટલની બાજુમાં હરીનગર ખાતે રહેતા 34 વર્ષીય યોગેશ કાનજીભાઈ મોરડીયાને વહેલી સવારે છાતીમાં દુખાવો થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યા હતા.

અન્ય બનાવમાં સચિન કનકપુર વિસ્તારમાં 40 વર્ષીય નયનાબેન રાઠોડ પરિવાર સાથે રહેતા હતા. બે દિવસ પહેલા સોસાયટીમાં એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા, ત્યાંથી પરત ઘરે આવી ટીવી જોતા હતા ત્યારે શ્વાસ લેવામાં તકલીફ થઈ અને ત્યાં જ ઢળી પડ્યા હતા. જેથી પરિવારજનો તેમને હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

મૂળ રાજસ્થાનના હનુમાનગંજનો વતની અને હાલ સચિન રેલવે સ્ટેશન પાસેના તિલક એવન્યુમાં રહેતો 27 વર્ષીય વિકાસ જગદીશ લખન રોજગારીની શોધમાં સુરત આવ્યો હતો.  રાત્રે વિકાસ પરિવાર સાથે ટીવી જોઈ રહ્યો હતો. તે સમયે અચાનક શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી. તેણે પરિવારને છાતી અને પેટમાં દુખાવાની વાત કરી હતી. જેથી તેને નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ જીવ બચી શક્યો નહોતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8મા પગાર પંચનો ફાઇનલ રિપોર્ટ ક્યારે આવશે? સરકારે સંસદમાં આપી આ મહત્વની જાણકારી
8મા પગાર પંચનો ફાઇનલ રિપોર્ટ ક્યારે આવશે? સરકારે સંસદમાં આપી આ મહત્વની જાણકારી
5 વર્ષ માટે ₹1 લાખની FD પર કઈ બેંક આપશે સૌથી વધુ વળતર? જુઓ SBI, HDFC સહિતની ગણતરી
5 વર્ષ માટે ₹1 લાખની FD પર કઈ બેંક આપશે સૌથી વધુ વળતર? જુઓ SBI, HDFC સહિતની ગણતરી
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
10 લાખ રૂપિયાની FD પર કઈ બેંક આપે છે સૌથી વધુ વ્યાજ? સમજો 8.10% રિટર્નનું સાચું ગણિત
10 લાખ રૂપિયાની FD પર કઈ બેંક આપે છે સૌથી વધુ વ્યાજ? સમજો 8.10% રિટર્નનું સાચું ગણિત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા

Embed widget