FD Rate: ફિક્સ્ડ ડિપોઝિટ પર ધાંસુ વ્યાજ, આ બેન્ક આપી રહ્યાં છે તગડું રિર્ટન, જાણો ડિટેલ
FD Rate: શેરબજારમાં ઘટાડાને કારણે લોકો એફડીમાં રોકાણ કરી રહ્યા છે. કેટલીક બેંકો ગ્રાહકોને FD પર 9.5% સુધીનું વ્યાજ આપી રહી છે, જેના કારણે તમારા પૈસા સુરક્ષિત રહેશે અને વૃદ્ધિ પણ થશે.

Fixed Deposit Latest Rate: છેલ્લા કેટલાક મહિનામાં શેરબજારમાં આવેલા ભારે ઘટાડાથી લોકોનો મોહભંગ થતો જોવા મળી રહ્યો છે. આ જ કારણ છે કે ગ્રાહકો હવે તેમના પૈસા માટે સલામત રસ્તો શોધી રહ્યા છે. તો આ માર્ગ દ્વારા, ફિક્સ ડિપોઝિટમાં પૈસા જમા કરીને, તમે મજબૂત વળતરની સાથે તમારા પૈસા સુરક્ષિત રાખી શકો છો. ઘણી બેંકો FD પર મોટું વ્યાજ આપી રહી છે. આમાંથી કેટલાક 9.50% સુધી વ્યાજ આપી રહ્યા છે.
1- યુનિટી સ્મોલ ફાઇનાન્સ બેંક એફડી રેટ
યુનિટી સ્મોલ ફાઇનાન્સ બેંક તેના ગ્રાહકોને 4.50% થી 9% સુધીનું વ્યાજ ઓફર કરી રહી છે. તે જ સમયે, વરિષ્ઠ નાગરિકોને 4.5% થી 9.50% સુધી વ્યાજ આપવામાં આવી રહ્યું છે. વ્યાજ દર રૂપિયા 3 કરોડથી ઓછીની FD પર છે. નવા દરો 7 ઓક્ટોબર, 2024થી લાગુ થશે.
2- નોર્થ ઇસ્ટ સ્મોલ ફાઇનાન્સ બેંક એફડી રેટ
નોર્થ ઇસ્ટ સ્મોલ ફાઇનાન્સ બેંક તેના ગ્રાહકોને 3.50% થી 9% સુધીનું વ્યાજ ઓફર કરી રહી છે. આ વ્યાજ દર 3 કરોડ રૂપિયાથી ઓછીની FD પર આપવામાં આવી રહ્યું છે. આ દરો 18 જાન્યુઆરી, 2025થી લાગુ થશે.
3- ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંક એફડી રેટ
ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંક ગ્રાહકોને 4% થી 8.5% વ્યાજ ઓફર કરી રહી છે. એટલું જ નહીં, તે વરિષ્ઠ નાગરિકો માટે 4.6% થી 9.10% સુધીનું વ્યાજ ઓફર કરે છે. આ વ્યાજ દરો 3 કરોડથી ઓછીની FD પર લાગુ થાય છે. તમામ વ્યાજ દર 7 જૂન, 2024થી લાગુ થશે.
4- ઇફ્ટાસ સ્મોલ ફાયનાન્સ બેન્ક
ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંક તેના નિયમિત ગ્રાહકોને ફિક્સ ડિપોઝિટ પર 3.5% થી 8.25% સુધીનું વ્યાજ ઓફર કરે છે. તે જ સમયે, તે વરિષ્ઠ નાગરિકો માટે 4% થી 9% વ્યાજ ઓફર કરે છે. તમામ દરો માત્ર રૂ. 3 કરોડથી ઓછીની FD પર જ લાગુ થશે. 2 ડિસેમ્બર, 2024 થી તમામ FD દરો લાગુ થશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
