Jack Dorsey: હિંડનબર્ગનો રિપોર્ટ આવ્યા બાદ 52.6 કરોડ ડોલર ઘટી જેક ડોર્સીની સંપત્તિ, જાણો શું લગાવ્યા આરોપ?
હિંડનબર્ગનો આ નવો રિપોર્ટ બહાર આવ્યા બાદ જેક ડોર્સીની સંપત્તિમાં ઝડપથી ઘટાડો થયો છે
શોર્ટ સેલિંગ ફર્મ હિંડનબર્ગે તેના નવા રિપોર્ટથી અમેરિકન માર્કેટમાં ખળભળાટ મચી ગયો છે. હિંડનબર્ગે ટ્વિટરના કો-ફાઉન્ડર જેક ડોર્સીની કંપની બ્લોક ઇન્ક પર એક નવો રિપોર્ટ તૈયાર કર્યો છે. આ રિપોર્ટમાં કંપનીએ સરકાર સાથે છેતરપિંડી કરી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. રોકાણકારોને ગેરમાર્ગે દોરવાનો પણ આરોપ છે.
હિંડનબર્ગનો આ નવો રિપોર્ટ બહાર આવ્યા બાદ જેક ડોર્સીની સંપત્તિમાં ઝડપથી ઘટાડો થયો છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર ગુરુવારે ડોર્સીની સંપત્તિમાં 526 ડોલર મિલિયનનો ઘટાડો થયો હતો, જે મે મહિના પછીનો સૌથી મોટો એક દિવસનો ઘટાડો છે. 11 ટકાના ઘટાડા બાદ હવે તેમની સંપત્તિ ઘટીને 4.4 અબજ ડોલર થઈ ગઈ છે.
હિંડનબર્ગે તેના નવા રિપોર્ટમાં એવો પણ દાવો કર્યો છે કે બ્લોક કંપનીએ પેમેન્ટને લઇને છેતરપિંડી કરી છે. જેમાં ખોટી રીતે આવક ઉભી કરવામાં આવી છે. આ સિવાય યુઝર્સને માહિતી અતિશયોક્તિપૂર્ણ રીતે દર્શાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે જેક ડોર્સીની કંપની બ્લોક મર્ચન્ટ્સ અને યુઝર્સ માટે પેમેન્ટ અને મોબાઈલ બેન્કિંગ સર્વિસ આપે છે.
કંપનીએ આરોપોને નકારી કાઢ્યા હતા
જેક ડોર્સીની કંપનીએ હિંડનબર્ગ દ્વારા લગાવવામાં આવેલા તમામ આરોપોને નકારી કાઢ્યા છે. કંપનીએ કહ્યું છે કે તે તેની સામે કાનૂની કાર્યવાહી કરશે. ગુરુવારે તેના શેર 15 ટકા નીચે બંધ થયા હતા, પરંતુ તે પહેલાં બ્લોક ઇન્કના શેર 22 ટકા નીચે ગયા હતા.
ગૌતમ અદાણીની મિલકતમાં આટલો ઘટાડો થયો છે
હિંડનબર્ગે આ પહેલા વિશ્વના બીજા સૌથી અમીર વ્યક્તિ ગૌતમ અદાણીની કંપની પર એક રિપોર્ટ તૈયાર કર્યો હતો, જે બાદ તેમની સંપત્તિ ઘટીને 60 બિલિયન ડોલર થઈ ગઈ છે અને અમીરોની યાદીમાં 21મા નંબર પર પહોંચી ગયા હતા.
Aadhaar-PAN લિંક કરવાની છેલ્લી તારીખમાં થઈ શકે છે વધારો, અધીર રંજને PM મોદીને લખ્યો પત્ર
Pan-Aadhaar Linking: આધાર અને પાન કાર્ડને લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ છે. જો કોઈ વ્યક્તિ આ સમય મર્યાદામાં તેના પાન અને આધારને લિંક નહીં કરે તો તેનું પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જશે. આ માટે દંડની જોગવાઈ પણ છે. પરંતુ આ દરમિયાન સારા સમાચાર આવી રહ્યા છે કે સરકાર લિંક કરવાની સમયમર્યાદા વધારી શકે છે. કારણ કે કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને સમયમર્યાદા વધારવાની માંગ કરી છે.
અધીર રંજન ચૌધરીએ આગામી 6 મહિના માટે સમયમર્યાદા વધારવા વિનંતી કરી છે કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ પીએમ મોદીને પત્ર લખીને પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની સમયમર્યાદાને આગામી 6 મહિના સુધી લંબાવવા વિનંતી કરી છે. તેમણે પીએમને આ પ્રક્રિયા વિનામૂલ્યે કરવાની વિનંતી કરી છે.