(Source: ECI/ABP News/ABP Majha)
15, 20, 25 અને 30 વર્ષ સુધી લેવી છે 30 લાખની હોમ લોન,કેટલો ચૂકવવો પડશે EMI અને કેટલુ વ્યાજ થશે?
આજકાલ મોટાભાગના લોકો હોમ લોન લઈને પ્રોપર્ટી ખરીદે છે. હોમ લોનની રકમ મોટાભાગે મોટી હોય છે, તેથી ચુકવણીનો સમયગાળો 30 વર્ષ સુધીનો હોઈ શકે છે.
Home Loan EMI and Interest: આજકાલ મોટાભાગના લોકો હોમ લોન લઈને પ્રોપર્ટી ખરીદે છે. હોમ લોનની રકમ મોટાભાગે મોટી હોય છે, તેથી ચુકવણીનો સમયગાળો 30 વર્ષ સુધીનો હોઈ શકે છે. લોનનો સમયગાળો જેટલો લાંબો છે, તેટલી ઓછો EMI. ઘણા લોકો જે મોટી રકમ EMI તરીકે ચૂકવી શકતા નથી તેઓ મોટાભાગે લાંબા ગાળા માટે લોન લે છે. પરંતુ શું તમે જાણો છો કે લાંબા સમયગાળાની લોન માટે તમારે કેટલું વ્યાજ ચૂકવવું પડશે? અહીંની ગણતરીથી સમજી લો કે જો તમે SBI પાસેથી 15, 20, 25 અને 30 વર્ષ માટે 30 લાખ રૂપિયાની હોમ લોન લો છો, તો તમારી EMI કેટલી હશે અને તમારે કેટલું વ્યાજ ચૂકવવું પડશે.
15 વર્ષ માટે લોન લેવા પર
જો તમે 15 વર્ષ માટે 30 લાખ રૂપિયાની હોમ લોન લો છો અને તેના પર વર્તમાન વ્યાજ દર મુજબ 9.55% વ્યાજ લેવામાં આવે છે, તો તમારી માસિક EMI 31417 રૂપિયા હશે. તમે આ EMI 15 વર્ષ સુધી સતત ચૂકવશો. તમારે 26,55,117 રૂપિયા એટલે કે લોનની રકમ પર વ્યાજ તરીકે અંદાજે 50 લાખ રૂપિયા ચૂકવવા પડશે અને મૂળ રકમ સહિત, તમારે કુલ 56,55,117 રૂપિયા ચૂકવવા પડશે.
20 વર્ષ માટે લોન લેવા પર
જો તમે 20 વર્ષ માટે 30 લાખ રૂપિયાની લોન લો છો, તો 9.55% વ્યાજ પર EMI 28,062 રૂપિયા થશે. તમારે આ રકમ માટે 20 વર્ષમાં 37,34,871 રૂપિયા ચૂકવવા પડશે. આવી સ્થિતિમાં, તમારે મૂળ રકમ અને વ્યાજ સહિત કુલ રૂ. 67,34,871 ચૂકવવા પડશે, જે લોનની રકમ કરતાં બમણી છે.
25 વર્ષની લોન પર વ્યાજ શું છે?
જો તમે 25 વર્ષ માટે 30,00,000 રૂપિયાની લોન લો છો, તો EMI ઓછી થશે, પરંતુ વ્યાજ વધશે. આવી સ્થિતિમાં, તમારે 9.55% વ્યાજ દરે 26,315 રૂપિયાની માસિક EMI અને 48,94,574 રૂપિયા વ્યાજ તરીકે ચૂકવવા પડશે. મૂળ રકમ અને વ્યાજ સહિત કુલ 78,94,574 રૂપિયા ચૂકવવાના રહેશે.
30 વર્ષની લોન પરની ગણતરી જાણો
જો 30,00,000 રૂપિયાની લોન 30 વર્ષ માટે લેવામાં આવે તો EMI ઘટીને 25,335 રૂપિયા થઈ જશે. પરંતુ 9.55 ટકા વ્યાજ પ્રમાણે તમારે 30 વર્ષમાં 61,20,651 રૂપિયા વ્યાજ તરીકે ચૂકવવા પડશે. જો મૂળ રકમ પણ આમાં સામેલ છે, તો તમે 30 વર્ષમાં કુલ 91,20,651 રૂપિયા ચૂકવશો, જે તમારી લોનની રકમના ત્રણ ગણા હશે.
વ્યાજનો બોજ કઈ રીતે ઘટાડવો
જો તમે વ્યાજના આ બોજને ઓછો કરવા માંગો છો, તો પહેલા બેંકમાંથી ઓછામાં ઓછી લોન લેવાનો પ્રયાસ કરો. લોનની રકમ ફક્ત એટલી જ રાખો કે તમે તેને ટૂંકા ગાળામાં ચૂકવી શકો. ટૂંકા ગાળામાં EMI રાખવાથી EMI મોટી થઈ શકે છે, પરંતુ બેંકને વધુ વ્યાજ ચૂકવવું પડશે નહીં. આ સિવાય લોન ઝડપથી પૂરી કરવાનો પ્રયાસ કરો. તેની પદ્ધતિ પ્રી-પેમેન્ટ છે. આ લોન ઝડપથી ચૂકવવામાં મદદ કરે છે અને તમે વ્યાજમાં ચૂકવેલા લાખો રૂપિયા પણ બચાવી શકો છો. પ્રી-પેમેન્ટની રકમ તમારી મૂળ રકમમાંથી બાદ કરવામાં આવે છે. આ તમારી મૂળ રકમ ઘટાડે છે અને તમારા EMIને પણ અસર કરે છે. આનો સૌથી સારો રસ્તો એ છે કે જ્યારે પણ તમારી પાસે કોઈપણ રીતે પૈસા ભેગા થાય છે તો તમે તેને હોમ લોન ખાતામાં જમા કરાવતા રહો. સતત પૈસા ભરતા રહેશો તો તમને ફાયદો થશે.