શોધખોળ કરો

એસીથી લઈને કાર, બટાકાથી લઈને એલપીજી સુધી, આ વસ્તુઓ સસ્તી થઈ છે, જાણો શું મોંઘું થયું?

India retail inflation June 2026 આદુ અને ટામેટાંના ભાવે ગૃહિણીઓનું બજેટ ખોરવ્યું, જ્યારે બટાકા, વટાણા અને કાર-જીપ સસ્તા થયા.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • વૈશ્વિક સંઘર્ષ-ઇંધણ ભાવવૃદ્ધિથી જૂનમાં મોંઘવારીમાં મોટો ઉછાળો.
  • છૂટક ફુગાવો 4.38%, ખાદ્ય ફુગાવો 5.32% થયો, ચિંતા વધી.
  • આદુ, ટામેટાં મોંઘા; બટાકા, વાહનો સસ્તા થતા ગ્રાહકોને રાહત.

India retail inflation June 2026: વૈશ્વિક સ્તરે ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા સૈન્ય સંઘર્ષની સીધી અસર હવે સામાન્ય જનતાના ખિસ્સા પર દેખાવા લાગી છે. ફેબ્રુઆરીથી શરૂ થયેલા આ વિવાદમાં જૂન મહિના દરમિયાન થોડા દિવસો માટે વિરામ આવ્યો હતો, પરંતુ હવે ફરીથી બંને દેશો આમને-સામને આવી જતાં વૈશ્વિક બજાર પ્રભાવિત થયું છે. આ આંતરરાષ્ટ્રીય તણાવ અને ખાસ કરીને મે મહિનામાં સરકારે પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવમાં કરેલા વધારાને કારણે દેશમાં માર્ચ મહિનાથી જ ફુગાવો સતત વધી રહ્યો છે. તાજેતરમાં જાહેર થયેલા જૂન 2026 ના કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI) એટલે કે છૂટક ફુગાવાના આંકડાએ સામાન્ય માણસની ચિંતામાં મોટો વધારો કરી દીધો છે.

ગ્રાહક ભાવ સૂચકાંક (CPI) ના નવા રિપોર્ટ અનુસાર, મે મહિનાની સરખામણીમાં જૂનમાં છૂટક ફુગાવામાં તીવ્ર ઉછાળો આવ્યો છે. મે મહિનામાં જે ફુગાવાનો દર 3.93% હતો, તે જૂનમાં વધીને 4.38% ના સ્તરે પહોંચી ગયો છે. આ સાથે જ ખાદ્ય ચીજવસ્તુઓનો ફુગાવો (ખાદ્ય ફુગાવો) પણ મે મહિનાના 4.78% થી વધીને જૂનમાં 5.32% નોંધાયો છે. પેટ્રોલ-ડીઝલ મોંઘા થવાના કારણે ટ્રાન્સપોર્ટેશન (પરિવહન) ખર્ચ વધ્યો છે, જેની સીધી અસર દૂધથી લઈને શાકભાજી જેવી રોજિંદી વસ્તુઓ પર પડી છે.

આ વસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા:

જૂન મહિનામાં ખાદ્ય ચીજો અને દાગીનાના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. ખાસ કરીને રસોડાના બજેટને આદુ અને ટામેટાંએ મોટો ફટકો માર્યો છે:

ચાંદીના દાગીના: મે મહિનામાં 155.25% ની સામે જૂનમાં 133.21% ફુગાવો રહ્યો.

આદુ: મે મહિનાના 32.50% થી વધીને જૂનમાં ફુગાવાનો દર 50.41% એ પહોંચ્યો.

ટામેટાં: મે મહિનામાં 48.43% ની સામે જૂનમાં 31.92% ફુગાવો નોંધાયો.

સોના અને હીરાના દાગીના: મે મહિનાના 40.91% ની સરખામણીએ જૂનમાં 36.82% દર રહ્યો.

આ પણ વાંચોઃ 8મું પગાર પંચ: HRA, પેન્શન અને પ્રમોશનના નિયમોમાં મોટા ફેરફારની તૈયારી? વાંચો વિગત

આ વસ્તુઓના ભાવ ઘટતા ગ્રાહકોને રાહત મળી:

મોંઘવારીના આ ચક્રવ્યૂહ વચ્ચે સામાન્ય જનતા માટે થોડા રાહતના સમાચાર પણ આવ્યા છે. રોજિંદા ઉપયોગની કેટલીક વસ્તુઓ, શાકભાજી અને વાહનોના ભાવમાં જૂન મહિનામાં ઘટાડો નોંધાયો છે:

બટાકા: મે મહિનામાં -23.71% ની સામે જૂનમાં ફુગાવાનો દર -20.34% રહ્યો.

વટાણા: મે મહિનામાં -11.47% ની સામે જૂનમાં -9.67% નોંધાયો.

મોટર કાર અને જીપ: મે મહિનાના -7.19% ની સરખામણીએ જૂનમાં -6.89% દર રહ્યો, એટલે કે ગાડીઓ ખરીદવી સસ્તી થઈ છે.

જીરું: મે મહિનામાં -4.59% ની સામે જૂનમાં ફુગાવાનો દર -3.75% રહ્યો.

એકંદરે, પેટ્રોલિયમ પેદાશોના વધેલા ભાવોએ જૂન મહિનામાં સામાન્ય માણસની કમર તોડી નાખી છે. હવે આગામી જુલાઈ મહિનાના રિપોર્ટમાં મોંઘવારીમાંથી મુક્તિ મળે છે કે નવો આંચકો લાગે છે, તે જોવું ખરેખર રસપ્રદ રહેશે.

આ પણ વાંચોઃ મોંઘવારીનો ડામ: સતત 6ઠ્ઠા મહિને વધ્યો છૂટક ફુગાવો, જાણો કઈ વસ્તુના ભાવ કેટલા વધ્યા?

Frequently Asked Questions

જૂન 2026માં છૂટક ફુગાવાનો દર કેટલો નોંધાયો અને મે મહિનાની સરખામણીએ તેમાં શું ફેરફાર થયો?

જૂન 2026માં છૂટક ફુગાવાનો દર 4.38% પર પહોંચ્યો હતો. મે મહિનામાં તે 3.93% હતો, એટલે કે જૂનમાં તેમાં તીવ્ર ઉછાળો જોવા મળ્યો.

જૂન 2026માં ફુગાવો વધવાના મુખ્ય કારણો કયા છે?

ઈરાન-અમેરિકા સંઘર્ષ અને મે મહિનામાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને કારણે ફુગાવો વધ્યો. પરિવહન ખર્ચ વધતા રોજિંદી વસ્તુઓ મોંઘી બની છે.

જૂન 2026માં ખાદ્ય ફુગાવામાં કેટલો વધારો થયો અને કઈ વસ્તુઓના ભાવમાં મોટો ઉછાળો આવ્યો?

ખાદ્ય ફુગાવો મેના 4.78% થી વધીને જૂનમાં 5.32% થયો. ખાસ કરીને આદુ (50.41% ફુગાવો) અને ટામેટાં (31.92% ફુગાવો) ના ભાવમાં મોટો ઉછાળો આવ્યો.

જૂન 2026માં કઈ વસ્તુઓના ભાવ ઘટતા ગ્રાહકોને રાહત મળી?

બટાકા, વટાણા, મોટર કાર અને જીરું જેવી વસ્તુઓના ભાવમાં જૂન મહિનામાં ઘટાડો નોંધાયો. આનાથી સામાન્ય જનતાને થોડી રાહત મળી.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

8th Pay Commission: ફિટમેન્ટ ફેક્ટર-ફેમિલી યુનિટને લઈ પ્રથમ વખત સરકારનું સંસદમાં નિવેદન, જાણો શું કહ્યું?
8th Pay Commission: ફિટમેન્ટ ફેક્ટર-ફેમિલી યુનિટને લઈ પ્રથમ વખત સરકારનું સંસદમાં નિવેદન, જાણો શું કહ્યું?
રેલવે સ્ટેશન પર ટિકિટ માટે લાઈનમાં ઉભા રહેવાની જરૂર નથી, જાણો નવી રીત 
રેલવે સ્ટેશન પર ટિકિટ માટે લાઈનમાં ઉભા રહેવાની જરૂર નથી, જાણો નવી રીત 
Google Pay અને SBI એ સાથે મળીને લોન્ચ કર્યું નવું ક્રેડિટ કાર્ડ, મળશે 18000 નો ફાયદો, જાણો ફીચર્સ
Google Pay અને SBI એ સાથે મળીને લોન્ચ કર્યું નવું ક્રેડિટ કાર્ડ, મળશે 18000 નો ફાયદો, જાણો ફીચર્સ
ઓગસ્ટમાં સહન કરવો પડશે મોંઘવારીનો માર! ચા થી લઈને કાર સુધી, આ વસ્તુઓ થઈ શકે છે મોંઘી
ઓગસ્ટમાં સહન કરવો પડશે મોંઘવારીનો માર! ચા થી લઈને કાર સુધી, આ વસ્તુઓ થઈ શકે છે મોંઘી
Advertisement

વિડિઓઝ

Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ
Gujarat Rain Forecast : આવતી કાલથી અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : પતિદેવનો ખુરશી પ્રેમ!
Ambalal Patel Prediction : અમદાવાદ ફરી ડૂબશે? અંબાલાલ ભૂક્કા કાઢી નાંખે એવી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ત્રાટકવાનો છે વરસાદ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં સક્રિય થઈ 3 સિસ્ટમ, કાલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે ખાબકશે ભારેથી અતિભારે વરસાદ
ગુજરાતમાં સક્રિય થઈ 3 સિસ્ટમ, કાલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે ખાબકશે ભારેથી અતિભારે વરસાદ
Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'
Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'
Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત
Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત
12 મેદાન પર રમાશે 2027 ODI વર્લ્ડ કપની મેચ, ICC ની મોટી જાહેરાત 
12 મેદાન પર રમાશે 2027 ODI વર્લ્ડ કપની મેચ, ICC ની મોટી જાહેરાત 
Weather: વીજળીના કડાકા-ભડકા સાથે 13 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદની ચેતવણી
Weather: વીજળીના કડાકા-ભડકા સાથે 13 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદની ચેતવણી
સંસદમાં એન્ટી પેપર લીક બિલ પાસ થયા બાદ પ્રધાનમંત્રી મોદીએ શેર કર્યો નવો VIDEO 
સંસદમાં એન્ટી પેપર લીક બિલ પાસ થયા બાદ પ્રધાનમંત્રી મોદીએ શેર કર્યો નવો VIDEO 
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને પગલે પ્રશાસન એલર્ટ, 13 જિલ્લાની શાળા-કોલેજોમાં કાલે રજા જાહેર
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને પગલે પ્રશાસન એલર્ટ, 13 જિલ્લાની શાળા-કોલેજોમાં કાલે રજા જાહેર
રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ
રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ
Embed widget