શોધખોળ કરો

બિહાર ચૂંટણી પરિણામો 2025

(Source:  ECI | ABP NEWS)

Retail Inflation Rate: હોળી પહેલા દેશને મળ્યા સારા સમાચાર! 7 મહિનાના નીચલા સ્તરે પહોંચ્યો છૂટક ફુગાવા દર

Retail Inflation Rate: ફેબ્રુઆરીમાં ખાદ્ય ફુગાવો (Food Inflation) મે 2023 પછી સૌથી નીચા સ્તરે પહોંચી ગયો છે. આ જાન્યુઆરી કરતા 222 બેસિસ પોઈન્ટ ઓછો છે.

Retail Inflation Rate: હોળી પહેલા જ દેશને એક મોટા સારા સમાચાર મળ્યા છે. ફેબ્રુઆરી 2024 માં, ભારતનો છૂટક ફુગાવાનો દર 7 મહિનાના નીચલા સ્તરે પહોંચી ગયો છે. કન્ઝ્યુમર પ્રાઈઝ ઈન્ડેક્સ  (CPI) ના આધારે, ફેબ્રુઆરીમાં આ દર 3.61 ટકા હતો, જે જાન્યુઆરી કરતા 0.65 ટકા ઓછો છે. આ આંકડો જુલાઈ 2024 પછીનો સૌથી ઓછો છે અને તેનું મુખ્ય કારણ ખાદ્યપદાર્થોના ભાવમાં ઘટાડો છે.

ખાદ્ય ફુગાવામાં ઘટાડો

ફેબ્રુઆરીમાં, ખાદ્ય ફુગાવો મે 2023 પછીના સૌથી નીચા સ્તરે પહોંચી ગયો છે. આ જાન્યુઆરી કરતા 222 બેસિસ પોઈન્ટ ઓછો છે. શાકભાજી, ઈંડા, માંસ-માછલી, કઠોળ અને દૂધ અને દૂધના ઉત્પાદનોના ભાવમાં થયેલા ઘટાડાએ આ ઘટાડામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

સૌથી વધુ ઘટાડો ધરાવતી વસ્તુઓ

આદુ (-35.81%)

જીરું (-28.77%)

ટામેટા (-28.51%)

ફૂલકોબી (-21.19%)

લસણ (-20.32%)

ઇંધણના ભાવમાં પણ રાહત

ફેબ્રુઆરીમાં ઇંધણના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો, જેના કારણે ઘરના બજેટ પર દબાણ ઓછું થયું. ઇંધણનો ફુગાવાનો દર -1.33 ટકા હતો, એટલે કે ભાવમાં ઘટાડો થયો.

RBI માટે સારા સમાચાર

છૂટક ફુગાવો સતત ઘટી રહ્યો છે અને RBI ના 4 ટકાના લક્ષ્યાંકથી નીચે રહ્યો છે, તેથી હવે કેન્દ્રીય બેંક પાસે આર્થિક વૃદ્ધિને વેગ આપવા અને રોજગાર વધારવા માટે વ્યાજ દરો (Repo Rate) ઘટાડવાનો વધુ અવકાશ છે. આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ ગયા મહિને નાણાકીય નીતિ સમીક્ષામાં પોલિસી રેટમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. હવે રેપો રેટ 6.25 ટકા છે. તેમણે કહ્યું કે ફુગાવાનો દર સતત ઘટી રહ્યો છે અને તે વધુ ઘટશે અને RBIના 4 ટકાના લક્ષ્યની નજીક પહોંચશે.

નાણાકીય નીતિનું સંતુલન

RBI ની નાણાકીય નીતિ સમિતિ (MPC) એ ફુગાવાને નિયંત્રિત કરવા અને આર્થિક વિકાસને વેગ આપવા વચ્ચે સંતુલન જાળવવાનો નિર્ણય લીધો છે. MPC એ તેની નીતિમાં 'તટસ્થ વલણ' ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે, જે ફુગાવા પર નજર રાખીને વૃદ્ધિને ટેકો આપશે.

આગળની રણનીતિ શું છે?

આરબીઆઈ ગવર્નરે કહ્યું કે આ નીતિ મેક્રોઈકોનોમિક પરિસ્થિતિઓ અનુસાર પ્રતિભાવ આપવા માટે સુગમતા પ્રદાન કરશે. આનો અર્થ એ થયો કે જો ફુગાવાનો દર વધુ નીચે આવશે, તો RBI દરોમાં વધુ ઘટાડો કરી શકે છે, જેનાથી અર્થતંત્રને વેગ મળશે.

નિષ્ણાતો શું કહે છે?

નિષ્ણાતો માને છે કે ફુગાવાના દરમાં ઘટાડો થવાથી સામાન્ય લોકોને રાહત તો મળશે જ, પરંતુ તેનાથી રોકાણ અને ગ્રાહક ખર્ચમાં પણ વધારો થઈ શકે છે. આ અર્થતંત્ર માટે સકારાત્મક સંકેત છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

કોંગ્રેસના 60 વર્ષના શાસનમાં આદિવાસીની ઘોર અવગણના તેના યોગદાનને ભૂલી જવાયું:PM મોદી
કોંગ્રેસના 60 વર્ષના શાસનમાં આદિવાસીની ઘોર અવગણના તેના યોગદાનને ભૂલી જવાયું:PM મોદી
બિહારના આગામી મુખ્યમંત્રી કોણ? NDAની ઐતિહાસિક જીત બાદ ચિરાગ પાસવાને જણાવ્યું નામ...
બિહારના આગામી મુખ્યમંત્રી કોણ? NDAની ઐતિહાસિક જીત બાદ ચિરાગ પાસવાને જણાવ્યું નામ...
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
ભારતીય નોકરીઓ પર મોટું સંકટ: 20000000 લોકોની નોકરીઓ જોખમમાં! મધ્યમ વર્ગ માટે નિષ્ણાતોની મોટી ચેતવણી, જાણો શું છે મુખ્ય કારણ
ભારતીય નોકરીઓ પર મોટું સંકટ: 20000000 લોકોની નોકરીઓ જોખમમાં! મધ્યમ વર્ગ માટે નિષ્ણાતોની મોટી ચેતવણી, જાણો શું છે મુખ્ય કારણ
Advertisement

વિડિઓઝ

Delhi Blast | દિલ્હી બ્લાસ્ટના માસ્ટરમાઇન્ડનો ખુલાસો, ડૉ.મુઝફ્ફરે અફઘાનિસ્તાન જઈને લીધી હતી આત્મઘાતી હુમલાની ટ્રેનિંગ
Jammu Kashmir | જમ્મુમાં ભયાનક બ્લાસ્ટમાં 9ના મોત, 29 ઇજાગ્રસ્ત અને પાંચની હાલત ગંભીર
Delhi Blast | દિલ્હી બ્લાસ્ટ મામલે વધુ એક ફરિયાદ, દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે નોંધાવી ફરિયાદ
PM Modi Speech In Delhi : કોંગ્રેસ હવે મુસ્લિમ લીગ-માઓવાદી કોંગ્રેસ, PM મોદીના બિહાર જીત બાદ પ્રહાર
Bihar Election Result Updates : નીતિશ કુમારને મુખ્યમંત્રી બનાવવાને લઈ સસ્પેન્સ યથાવત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોંગ્રેસના 60 વર્ષના શાસનમાં આદિવાસીની ઘોર અવગણના તેના યોગદાનને ભૂલી જવાયું:PM મોદી
કોંગ્રેસના 60 વર્ષના શાસનમાં આદિવાસીની ઘોર અવગણના તેના યોગદાનને ભૂલી જવાયું:PM મોદી
બિહારના આગામી મુખ્યમંત્રી કોણ? NDAની ઐતિહાસિક જીત બાદ ચિરાગ પાસવાને જણાવ્યું નામ...
બિહારના આગામી મુખ્યમંત્રી કોણ? NDAની ઐતિહાસિક જીત બાદ ચિરાગ પાસવાને જણાવ્યું નામ...
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
ભારતીય નોકરીઓ પર મોટું સંકટ: 20000000 લોકોની નોકરીઓ જોખમમાં! મધ્યમ વર્ગ માટે નિષ્ણાતોની મોટી ચેતવણી, જાણો શું છે મુખ્ય કારણ
ભારતીય નોકરીઓ પર મોટું સંકટ: 20000000 લોકોની નોકરીઓ જોખમમાં! મધ્યમ વર્ગ માટે નિષ્ણાતોની મોટી ચેતવણી, જાણો શું છે મુખ્ય કારણ
અનિલ અંબાણીની મુશ્કેલીમાં વધારો, FEMA કેસમાં EDનું સમન્સ, જાણો શું છે મામલો
અનિલ અંબાણીની મુશ્કેલીમાં વધારો, FEMA કેસમાં EDનું સમન્સ, જાણો શું છે મામલો
Bihar Politics:  RJD ની હાર બાદ લાલુ પ્રસાદના ઘરમાં ભંગાણ, રોહિણી આચાર્યએ પરિવાર સાથેના સંબંધો તોડવાની કરી જાહેરાત
Bihar Politics: RJD ની હાર બાદ લાલુ પ્રસાદના ઘરમાં ભંગાણ, રોહિણી આચાર્યએ પરિવાર સાથેના સંબંધો તોડવાની કરી જાહેરાત
રાજકોટમાં ખેલાયો ખૂની ખેલ: અનૈતિક સંબંધોની શંકામાં પતિએ પત્ની પર ફાયરિંગ કરી પોતે કર્યો આપઘાત
રાજકોટમાં ખેલાયો ખૂની ખેલ: અનૈતિક સંબંધોની શંકામાં પતિએ પત્ની પર ફાયરિંગ કરી પોતે કર્યો આપઘાત
ભાવનગરમાં લગ્નના દિવસે જ ભાવિ પતિએ કરી યુવતીની હત્યા, લગ્નગીતોની જગ્યાએ મરશિયા ગવાયા
ભાવનગરમાં લગ્નના દિવસે જ ભાવિ પતિએ કરી યુવતીની હત્યા, લગ્નગીતોની જગ્યાએ મરશિયા ગવાયા
Embed widget