સેન્સેક્સમાં આવશે તોફાની ઉછાળો, Morgan Stanley એ ભારતીય શેરબજારને લઈ કરી મોટી આગાહી
Stock Market: મોર્ગન સ્ટેનલીના મનપસંદ શેરોની વાત કરીએ તો, તેમાં ubilant Foodworks, M&M, Maruti Suzuki, Trent, L&T, UltraTechn cement અને Infosys જેવા શેરનો સમાવેશ થાય છે.

Stock Market: હાલમાં, સમગ્ર વિશ્વમાં ભૂ-રાજકીય તણાવ છે અને અમેરિકામાં ટ્રમ્પની ટેરિફ નીતિઓને કારણે બજાર પર દબાણ વધી રહ્યું છે. ખાસ કરીને અમેરિકામાં, આર્થિક મંદીનું સંકટ વધુ ઘેરું થતું દેખાય છે અને હવે તેની સ્પષ્ટ અસર ભારતીય બજાર પર પણ દેખાઈ રહી છે. ગયા વર્ષે સપ્ટેમ્બરથી ભારતીય શેરબજાર સતત ઘટી રહ્યું છે, જેના કારણે રોકાણકારો ખૂબ ડરી ગયા છે.
પરંતુ આ દરમિયાન, મોર્ગન સ્ટેનલીના એક વિશ્લેષક કહે છે કે આગામી સમયમાં સેન્સેક્સ 1,00,000 ને પાર કરી શકે છે. તેમનું માનવું છે કે સેન્સેક્સ વર્તમાન સ્તરથી લગભગ 41 ટકાનો વધારો જોઈ શકે છે અને ડિસેમ્બર 2025 સુધીમાં, સેન્સેક્સ 1,05,000 ને પાર કરી શકે છે. જોકે, જો સ્થિતિ સામાન્ય રહે તો સેન્સેક્સ 93,000 ના સ્તર સુધી પહોંચી શકે છે, જે હાલ કરતા લગભગ 25 ટકા વધુ છે.
સેન્સેક્સ 70,000 ના સ્તર સુધી પહોંચી શકે છે
જો આર્થિક મંદી વધુ ઘેરી બને તો સેન્સેક્સમાં પણ ઘટાડો જોવા મળી શકે છે. મોર્ગન સ્ટેનલીના મતે, જો પરિસ્થિતિ વધુ વણસી તો સેન્સેક્સ 6% ઘટી શકે છે અને તે 70,000 ના સ્તર સુધી પહોંચી શકે છે. ઇન્ડિયા રિસર્ચ હેડ રિદ્ધમ દેસાઈએ મીડિયાને જણાવ્યું હતું કે બજારમાં વેચવાલીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે, પરંતુ આ રોકાણકારો માટે સારી તક પણ હોઈ શકે છે.
આ છે મોર્ગન સ્ટેનલીના મનપસંદ શેરો
મોર્ગન સ્ટેનલીના મનપસંદ શેરોની વાત કરીએ તો, તેમાં જુબિલન્ટ ફૂડવર્ક્સ, એમ એન્ડ એમ, મારુતિ સુઝુકી, ટ્રેન્ટ, એલ એન્ડ ટી, અલ્ટ્રાટેક સિમેન્ટ અને ઇન્ફોસિસ જેવા શેરનો સમાવેશ થાય છે. આ શેરોમાં સારી વૃદ્ધિ જોવા મળી શકે છે અને લાંબા ગાળા માટે આ સારા રોકાણ વિકલ્પો હોઈ શકે છે. મોર્ગન સ્ટેનલી માને છે કે ભારત વિશ્વનું સૌથી મોટું વિકાસશીલ બજાર છે અને ભવિષ્યમાં અહીં રોકાણ કરવાની સારી તક મળશે. બજારમાં અસ્થિરતા રહેશે, પરંતુ યોગ્ય વ્યૂહરચના સાથે રોકાણ કરવાથી સારું વળતર મળી શકે છે.
Disclaimer: અહીં આપેલી માહિતી ફક્ત જાણકારી માટે છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે શેર બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો. ABP Live ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.





















