શોધખોળ કરો

Ultra HNIs in India: ભારતમાં અબજોપતિની સંખ્યામાં થયો 11 ટકાનો વધારો, અમેરિકા, ચીન બાદ ત્રીજા ક્રમે

પ્રોપર્ટી એડવાઈઝરી ફર્મ નાઈટ ફ્રેન્કના જણાવ્યા અનુસાર, 2021માં વૈશ્વિક સ્તરે અબજોપતિઓની વસ્તીમાં ભારત ત્રીજા ક્રમે છે. રિપોર્ટમાં આપવામાં આવેલા આંકડા પ્રમાણે અમેરિકા 748 અબજપતિઓ સાથે નંબર વન છે.

Ultra HNIs in India:  ભારતમાં અમીરોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. એક રિપોર્ટ અનુસાર, દેશમાં 2021માં અલ્ટ્રા HNI (30 મિલિયન ડોલર અથવા લગભગ રૂ. 226 કરોડથી વધુની કિંમત) ધરાવતા લોકોની સંખ્યામાં 11 ટકાનો વધારો નોંધાયો છે. આ વધારા સાથે ભારતે વૈશ્વિક સ્તરે અબજોપતિઓની સંખ્યાના મામલે અન્ય દેશોને પાછળ છોડી દીધા છે.

અમેરિકા-ચીન પછી ભારત ત્રીજા ક્રમે

પ્રોપર્ટી એડવાઈઝરી ફર્મ નાઈટ ફ્રેન્કના જણાવ્યા અનુસાર, 2021માં વૈશ્વિક સ્તરે અબજોપતિઓની વસ્તીમાં ભારત ત્રીજા ક્રમે છે. રિપોર્ટમાં આપવામાં આવેલા આંકડાઓ પર નજર કરીએ તો અમેરિકા 748 અબજપતિઓ સાથે નંબર વન છે. તે પછી 554 અબજપતિઓ સાથે ચીન આવે છે. ભારત હવે આ મામલે લાંબી છલાંગ લગાવીને અમેરિકા અને ચીન પછી 145 અબજપતિઓ સાથે ત્રીજા સ્થાને છે.

વૈશ્વિક વૃદ્ધિ પણ

વેલ્થ રિપોર્ટ 2022માં જણાવાયું છે કે વૈશ્વિક સ્તરે અલ્ટ્રાએચએનઆઈની સંખ્યા 2021માં 9.3 ટકા વધીને 6,10,569 થઈ છે, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં 5,58,828 હતી. નાઈટ ફ્રેન્કના મતે ભારતમાં અબજોપતિઓની સંખ્યા સતત વધી રહી છે. રિપોર્ટ અનુસાર, ભારતમાં તેમની સંખ્યા 2021માં વધીને 13,637 થઈ ગઈ, જે અગાઉના વર્ષ 2020માં 12,287 હતી.

બેંગ્લોરમાં સૌથી ધનિકો

રિપોર્ટ અનુસાર જો આપણે અમીરોની દ્રષ્ટિએ મોટા ભારતીય શહેરોની વાત કરીએ તો બેંગ્લોર આ રેન્કમાં ટોચ પર છે. 226 કરોડથી વધુની સંપત્તિ ધરાવતા શહેરોમાં સૌથી વધુ 17.1 ટકા સાથે બેંગલુરુ પ્રથમ, 12.4 ટકા સાથે બીજા નંબરે દિલ્હી અને 9 ટકા સાથે મુંબઈ ત્રીજા ક્રમે આવે છે. નાઈટ ફ્રેન્કે 2026 સુધીમાં આવા અમીર લોકોની સંખ્યા 39 ટકા વધીને 19,006 થવાનો અંદાજ મૂક્યો છે. 2016માં તેમની સંખ્યા 7,401 હતી.

અમીરોની સંપત્તિમાં થશે વધારો

નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શિશિર બૈજલે જણાવ્યું હતું કે ભારતમાં UHNWIsના વિકાસમાં ઈક્વિટી માર્કેટ અને ડિજિટાઈઝેશનનો પ્રચાર મુખ્ય પરિબળો છે. રિપોર્ટ અનુસાર, ભારતમાં લગભગ 69 ટકા અતિ સમૃદ્ધ લોકોની સંપત્તિમાં આ વર્ષે 10 ટકાથી વધુનો ઉછાળો આવવાની ધારણા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત

ગુજરાતમાં HMPVનો ખતરો વધ્યો, સાબરકાંઠામાં નવો કેસ, 8 વર્ષનું બાળક ICUમાં દાખલ

Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત

શું બિહારના સીએમ નીતિશ કુમાર NDAથી અલગ થશે? ઉપેન્દ્ર કુશવાહનું મોટું નિવેદન - 'ઘણી વખત તે...'

ABP Premium

વિડિઓઝ

National Green Tribunal: ચાઈનીઝ માંઝા, તુક્કલ અને ગ્લાસ કોટેડ દોરીનો ઉપયોગ કરશો તો થશે સજાHun To Bolish : હું તો બોલીશ : ગુલાટ મારતો આતંકHun To Bolish : હું તો બોલીશ : માફિયાઓ સામે દાદાનો દમBZ Group Scam: રોકાણકારોના ફસાયેલા નાણાં મુદ્દે CID ક્રાઈમના DIGનું મોટુ નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત
Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત
ગુજરાતમાં HMPVનો ખતરો વધ્યો, સાબરકાંઠામાં નવો કેસ, 8 વર્ષનું બાળક ICUમાં દાખલ
ગુજરાતમાં HMPVનો ખતરો વધ્યો, સાબરકાંઠામાં નવો કેસ, 8 વર્ષનું બાળક ICUમાં દાખલ
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત
શું બિહારના સીએમ નીતિશ કુમાર NDAથી અલગ થશે? ઉપેન્દ્ર કુશવાહનું મોટું નિવેદન - 'ઘણી વખત તે...'
શું બિહારના સીએમ નીતિશ કુમાર NDAથી અલગ થશે? ઉપેન્દ્ર કુશવાહનું મોટું નિવેદન - 'ઘણી વખત તે...'
ઉત્તરાયણમાં કેવો રહેશે પવન, હાડ થીજવતી ઠંડીને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જાણો શું કરી આગાહી ?

કોહલી અને અનુષ્કા બાળકો સાથે પહોંચ્યા પ્રેમાનંદ મહારાજના દર્શન કરવા, વાતચીતનો વીડિયો થઈ રહ્યો છે વાયરલ 

Wildfire: લોસ એન્જલસમાં આગથી પેરિસ હિલ્ટન સહિત અનેક હસ્તીઓના બંગલાઓ થયા રાખ, હોટલમાં વિતાવવી પડી રાત

Redmi 14C 5Gનો સેલ આજથી શરૂ, તમને સસ્તા બજેટમાં મળશે દમદાર ફીચર્સ, જાણો કિંમત

Embed widget