શોધખોળ કરો

RIL Family Day : મુકેશ અંબાણીએ કરી ભવિષ્યવાણી, 2047માં દુનિયા આખીમાં વાગશે ભારતનો ડંકો

મુકેશ અંબાણીએ કહ્યું હતુંકે, આવનારા 25 વર્ષ ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે જે દરમિયાન ભારત આર્થિક વિકાસની ઝડપી ગતિ હાંસલ કરશે.

RIL Family Day 2022: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ ભારતને લઈને મહત્વની ભવિષ્યવાણી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, રિલાયન્સ ગ્રુપ વટવૃક્ષની જેમ આગળ વધતું રહેશે અને સમયની સાથે તેની શાખાઓ વધારે વિસ્તરતી રહેશે અને તેના મૂળ ઉંડા ઉતરતા જશે. મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, તેઓ તેમના પિતા અને કંપનીના સ્થાપક ધીરુભાઈ અંબાણીના હંમેશા આભારી રહેશે, જેમણે આ વટવૃક્ષનું બીજ રોપ્યું હતું. 

મુકેશ અંબાણીએ કહ્યું હતુંકે, આવનારા 25 વર્ષ ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે જે દરમિયાન ભારત આર્થિક વિકાસની ઝડપી ગતિ હાંસલ કરશે. તેમણે ભવિષ્યવાણી કરતા કહ્યું હતું કે, ભારત 2047 સુધીમાં 40 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનવાનું ગૌરવ ચોક્કસપણે હાંસલ કરશે.

મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, દુનિયા 21મી સદીને ભારતની સદી તરીકે જોઈ રહી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેને ભારતનો અમૃતકળ ગણાવ્યો છે. તેમણે કહ્યું હતું કે, ભારત સમૃદ્ધિ, વિપુલ તકો અને 1.4 અબજ લોકોના જીવનની સરળતા અને ગુણવત્તામાં અકલ્પનીય સુધારાના યુગમાં પ્રવેશ કરશે. ભારતને વૈશ્વિક સ્તરે એક તેજસ્વી સ્થાન તરીકે ગણવામાં આવે છે. અંબાણીએ કહ્યું હતું કે, આગામી પાંચ વર્ષ પછી રિલાયન્સ બાદ 50 વર્ષ પૂર્ણ કરવા જઈ રહી છે. આગળની યાત્રા માત્ર વધુ રોમાંચક, લાભદાયી અને પડકારજનક બનશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, Jioની 5G સેવાનો વિસ્તાર આકાશ અંબાણીના નેતૃત્વમાં 2023 સુધીમાં પૂર્ણ થઈ જશે. તેમણે Jio ટીમને નંબર વન સ્થાન હાંસલ કરવા બદલ અભિનંદન પણ પાઠવ્યા હતા અને કહ્યું હતું કે, Jio પ્લેટફોર્મ્સને ભવિષ્યમાં મોટી તકો સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારમાં યૂનિક ડિજિટલ સોલ્યુશન્સ પ્રદાન કરવા માટે તૈયાર હોવા જોઈએ. દેશના દરેક ગામમાં 5G સેવા ઉપલબ્ધ થશે જેનાથી શહેરો અને ગામડાઓ વચ્ચેના અંતરને દૂર કરવામાં મદદ કરશે. તેમણે એમ પણ કહ્યું હતું કે, કોઈપણ ભારતીય ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉચ્ચ ગુણવત્તાની આરોગ્યસેવા અને ઉચ્ચ ઉત્પાદકતાથી વંચિત નહીં રહે.

મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, ઈશા અંબાણીના નેતૃત્વમાં રિલાયન્સનો રિટેલ બિઝનેસ ઝડપથી વિકસ્યો છે. હવે તેની પહોંચ ભારતમાં તમામ પ્રોડક્ટ બાસ્કેટમાં વ્યાપક અને ઊંડી બની છે. રિલાયન્સ રિટેલે છેલ્લા વર્ષમાં 2 લાખથી વધુ નવી નોકરીઓનું સર્જન કર્યું છે અને તે ભારતના અગ્રણી નોકરીદાતાઓમાંનું એક બની ગયું છે. શિસ્ત એ રિલાયન્સ રિટેલની સફળતાની ચાવી છે. રિલાયન્સ રિટેલ બિઝનેસ દ્વારા સર્વસમાવેશક વૃદ્ધિ સુનિશ્ચિત કરી રહી છે તેમ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું હતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ
Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ
ગુજરાત પોલીસમાં  ફરજ બજાવતા વધુ 240  ASIને  PSI તરીકે બઢતી અપાઈ
ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા વધુ 240  ASIને  PSI તરીકે બઢતી અપાઈ
Baba Vanga Predictions : 2025માં આ રાશિઓ થઈ જશે માલામાલ, બાબા વેંગાની ભવિષ્યવાણી વાંચી લો
Baba Vanga Predictions : 2025માં આ રાશિઓ થઈ જશે માલામાલ, બાબા વેંગાની ભવિષ્યવાણી વાંચી લો 
ITR નહીં ફાઈલ  કરનારા લોકોને મોટી રાહત, આ તારીખ સુધી લંબાવાઈ ડેડલાઈન 
ITR નહીં ફાઈલ  કરનારા લોકોને મોટી રાહત, આ તારીખ સુધી લંબાવાઈ ડેડલાઈન 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Tourism Department: થોળ અને નળ સરોવરનો થશે વિકાસ, રાજ્યના પ્રવાસન વિભાગનો મહત્વનો નિર્ણયMorbi Ceramic Industry : મોરબીના સિરામીક ઉદ્યોગમાં મંદીથી ઉદ્યોગકારો ચિંતિતBanaskantha News: વડગામના કારમાં સળગેલી લાશનો ભેદ ઉકેલાયો, ફિલ્મની જેમ વીમો પકવવા ઘડ્યો પ્લાનMehsana News: કડીમાં કચરાગાડી બની શબવાહિની, કેનાલમાંથી મળેલા મૃતદેહને ટિપ્પરવાનમાં PMમાં ખસેડાઈ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ
Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ
ગુજરાત પોલીસમાં  ફરજ બજાવતા વધુ 240  ASIને  PSI તરીકે બઢતી અપાઈ
ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા વધુ 240  ASIને  PSI તરીકે બઢતી અપાઈ
Baba Vanga Predictions : 2025માં આ રાશિઓ થઈ જશે માલામાલ, બાબા વેંગાની ભવિષ્યવાણી વાંચી લો
Baba Vanga Predictions : 2025માં આ રાશિઓ થઈ જશે માલામાલ, બાબા વેંગાની ભવિષ્યવાણી વાંચી લો 
ITR નહીં ફાઈલ  કરનારા લોકોને મોટી રાહત, આ તારીખ સુધી લંબાવાઈ ડેડલાઈન 
ITR નહીં ફાઈલ  કરનારા લોકોને મોટી રાહત, આ તારીખ સુધી લંબાવાઈ ડેડલાઈન 
BSNL ની ન્યૂ યર 2025 ધમાકા ઓફર, 120 GB ડેટા સાથે મળશે આ લાભ, જાણો
BSNL ની ન્યૂ યર 2025 ધમાકા ઓફર, 120 GB ડેટા સાથે મળશે આ લાભ, જાણો
INDvsAUS: સિડની ટેસ્ટ જીતીને પણ WTC ફાઈનલ નહીં રમી શકે ટીમ ઈન્ડિયા, જાણો શું છે ગણિત 
INDvsAUS: સિડની ટેસ્ટ જીતીને પણ WTC ફાઈનલ નહીં રમી શકે ટીમ ઈન્ડિયા, જાણો શું છે ગણિત 
તમારા બિઝનેસમાં સફળતા માટે દર મંગળવારે કરો લીંબુના આ ઉપાય, થશે આ લાભ
તમારા બિઝનેસમાં સફળતા માટે દર મંગળવારે કરો લીંબુના આ ઉપાય, થશે આ લાભ
Gold Rate Today: વર્ષના અંતિમ દિવસે સોનાની કિંમતમાં મોટો ઉલટફેર, ખરીદી પહેલા જાણી લો 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: વર્ષના અંતિમ દિવસે સોનાની કિંમતમાં મોટો ઉલટફેર, ખરીદી પહેલા જાણી લો 10 ગ્રામનો ભાવ 
Embed widget