AC Chair Car Fare: સસ્તી થશે ટ્રેનની મુસાફરી, ભાડામાં થશે તોતિંગ ઘટાડો
Indian Railways: ટ્રેનમાં વધુ મુસાફરો મુસાફરી કરી શકે તે હેતુથી રેલ્વે મંત્રાલય એસી સીટીંગવાળી ટ્રેનના ભાડામાં રાહત આપશે.
Indian Railways: રેલવે મંત્રાલયે ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોને મોટી રાહત આપી છે. વંદે ભારત ટ્રેન અને એસી ચેર કાર ટ્રેનનું ભાડું ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રેનમાં વધુ મુસાફરો મુસાફરી કરી શકે તે હેતુથી રેલ્વે મંત્રાલય એસી સીટીંગવાળી ટ્રેનના ભાડામાં રાહત આપશે. રાહત માટે મંત્રાલય ઝોનલ રેલવેને સત્તા સોંપશે.
ભાડું કેટલું ઘટશે
રેલવે મંત્રાલયના આ નિર્ણય બાદ વંદે ભારત સહિત તમામ ટ્રેનોના એસી ચેર કાર, એક્ઝિક્યુટિવ ક્લાસના ભાડામાં 25 ટકાનો ઘટાડો થશે. આ યોજના એસી ચેર કાર અને અનુભૂતિ અને વિસ્ટાડોમ કોચ સહિત એસી સીટીંગ ધરાવતી તમામ ટ્રેનોના એક્ઝિક્યુટિવ ક્લાસમાં લાગુ થશે. ભાડા પર મહત્તમ 25 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ હશે. બીજી તરફ, અન્ય ચાર્જ જેમ કે રિઝર્વેશન ચાર્જ, સુપર ફાસ્ટ સરચાર્જ, GST વગેરે, તે ગમે તે હોય, અલગથી વસૂલવામાં આવશે. ઉપરાંત કેટેગરી અનુસાર છૂટછાટ આપવામાં આવશે. છેલ્લા 30 દિવસ દરમિયાન 50 ટકા ઓક્યુપેન્સી ધરાવતી ટ્રેનોને ધ્યાનમાં લેવામાં આવશે. આ પછી, ઓક્યુપન્સીના આધારે આ ટ્રેનોમાં ભાડામાં રાહત આપવામાં આવશે.
જો તમે આજે ક્યાંક મુસાફરી કરવા માટે ટ્રેનની ટિકિટ બુક કરવા જઈ રહ્યા છો, તો તમારે સમસ્યાનો સામનો કરવો પડી શકે છે, કારણ કે કોલકાતામાં પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ (PRS) ડેટા સેન્ટરમાં ડાઇનટાઇમની પ્રવૃત્તિઓ બાદ ઇન્ટરનેટ બુકિંગ પ્રભાવિત છે. ઘણા રાજ્યો આનાથી પ્રભાવિત થશે. જો કે, કેટલાક રાજ્યોમાં તેની અસર થશે નહીં. પીઆરએસ બંધ થવાના કારણે અનેક કામો પ્રભાવિત થવાની શક્યતા છે.
કેટલા સમય માટે બુકિંગ બંધ રહેશે
PRS ત્રણ કલાક 45 મિનિટના સમયગાળા માટે બંધ રહેશે. મુસાફરો 08મી જુલાઈ 2023 શનિવારના રોજ 23:45 કલાકથી 09મી જુલાઈ 2023 રવિવારના રોજ સવારે 03:30 કલાકની વચ્ચે ઓનલાઈન મોડ દ્વારા તેમની ટિકિટ બુક કરાવી શકશે નહીં.
કયા રાજ્યોમાં PRS બંધ રહેશે
ઓનલાઈન બુકિંગ બંધ થવાની અસર ઘણા રાજ્યોમાં રહેવાની છે. જેમાં પશ્ચિમ બંગાળ, ઓડિશા, બિહાર, ઝારખંડ, આસામ, સિક્કિમ, મણિપુર, નાગાલેન્ડ, ત્રિપુરા અને આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્રના કેટલાક ભાગોનો સમાવેશ થાય છે. તેની અસર ઉત્તર પ્રદેશ, દિલ્હી અને અન્ય રાજ્યોમાં જોવા નહીં મળે. રેલ્વે એરિયાની વાત કરીએ તો પૂર્વીય રેલવે (ER), દક્ષિણ પૂર્વીય રેલવે (SER), પૂર્વ તટ રેલવે (ECOR), દક્ષિણ પૂર્વ મધ્ય રેલવે (SECR), ઉત્તરપૂર્વ ફ્રન્ટીયર રેલવે (NFR) અને પૂર્વ મધ્ય રેલવે (ECR) ઝોન પર થશે.
Join Our Official Telegram Channel: