Influential Billionaires: ઇન્સ્ટાગ્રામ પર અબજોપતિઓનો દબદબો, ટોચ પર ડોનાલ્ડ ટ્રમ્પ, ગૌતમ અદાણી પણ ટોપ 10માં
Influential Billionaires on Instagram: એક ઓનલાઇન પોર્ટલે એવા અબજોપતિઓની યાદી તૈયાર કરી છે, જેઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધુ પ્રભાવ ધરાવે છે...
અબજો ડોલરની નેટવર્થ ધરાવતા વિશ્વના ધનકુબેરો વિવિધ કારણોસર ચર્ચામાં રહે છે. ક્યારેક તેમની સાદગી ચર્ચા જગાવે છે તો ક્યારેક તેઓ લક્ઝરી લાઇફસ્ટાઇલથી હેડલાઇન્સ બનાવે છે. હાલમાં વિશ્વના અબજોપતિઓની ગણતરી સોશિયલ મીડિયા પર તેમના પ્રભાવને લઈને થઈ રહી છે.
આ ઓનલાઇન પ્લેટફોર્મે બનાવી યાદી:
TyN Magazine એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધુ પ્રભાવ ધરાવતા ધનકુબેરોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં ડોનાલ્ડ ટ્રમ્પથી લઈને ઇન્સ્ટાગ્રામના માલિક માર્ક ઝુકરબર્ગ, બિલ ગેટ્સ, ચાંગપેંગ ઝાઓ, માઇકલ બ્લૂમબર્ગ અને ગૌતમ અદાણી જેવા અબજોપતિઓના નામ છે.
ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ટ્રમ્પનો પ્રભાવ:
પોર્ટલે પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ઇન્સ્ટાગ્રામના સૌથી પ્રભાવશાળી અબજોપતિ માન્યા છે. પોર્ટલ અનુસાર, તેમની વર્તમાન નેટવર્થ 5.2 બિલિયન ડોલર છે. ઇન્સ્ટાગ્રામ પર પોતાના પ્રભાવનો ઉપયોગ કરીને તેઓ દરેક પોસ્ટથી ઓછામાં ઓછા 2,24,975 ડોલરની કમાણી કરી શકે છે. જ્યારે એક પોસ્ટથી તેમની મહત્તમ કમાણી 3,04,378 ડોલર સુધી પહોંચી શકે છે.
ઝુકરબર્ગ અને બિલ ગેટ્સ પણ સામેલ:
ઇન્સ્ટાગ્રામ પર સૌથી પ્રભાવશાળી અબજોપતિઓમાં ડોનાલ્ડ ટ્રમ્પ પછી બીજા સ્થાને ઓપરા વિનફ્રેને રાખવામાં આવ્યા છે. જ્યારે મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગ ત્રીજા સ્થાને છે. ઇન્સ્ટાગ્રામ મેટાની જ એક કંપની છે. માઇક્રોસોફ્ટના કો ફાઉન્ડર બિલ ગેટ્સ આ યાદીમાં ચોથા સ્થાને છે. પાંચમા સ્થાને વર્જિન ગેલેક્ટિકના રિચર્ડ બ્રેન્સન છે. છઠ્ઠા અને સાતમા સ્થાને અનુક્રમે માર્ક ક્યુબન અને શેરિલ સેન્ડબર્ગને રાખવામાં આવ્યા છે.
આઠમા નંબર પર ગૌતમ અદાણીનું નામ:
ઇન્સ્ટાગ્રામ પર વિશ્વના 10 સૌથી પ્રભાવશાળી અબજોપતિઓમાં ભારતથી એકમાત્ર નામ અદાણી ગ્રુપના ગૌતમ અદાણીનું છે. તેમને યાદીમાં 8મા સ્થાને રાખવામાં આવ્યા છે. અદાણી વિશે કહેવામાં આવ્યું છે કે તેઓ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટથી ઓછામાં ઓછા 7,943 ડોલર અને વધુમાં વધુ 10,747 ડોલરની કમાણી કરી શકે છે.
9મા સ્થાને માઇકલ બ્લૂમબર્ગ છે, જ્યારે 10મા સ્થાને ચાંગપેંગ ઝાઓ છે. આ રીતે જોઈએ તો ટોપ 10ની યાદીમાં એશિયાથી માત્ર બે નામ છે, જ્યારે માત્ર બે જ મહિલાઓ યાદીમાં સામેલ છે.
આ પણ વાંચોઃ