(Source: ECI/ABP News/ABP Majha)
Digit Insurance IPO: વિરાટ કોહલી સમર્થિત Digit Insurance લાવશે IPO, જાણો કેટલા કરોડ એકત્ર કરવાની છે યોજના
IPO News: કંપની સપ્ટેમ્બર સુધીમાં શેરબજારના નિયમનકાર સેબી સમક્ષ ડ્રાફ્ટ પેપર (ડીઆરએચપી) ફાઇલ કરે તેવી શક્યતા છે. આવતા વર્ષે જાન્યુઆરી સુધીમાં સ્ટોકને શેરબજારમાં લિસ્ટ કરે તેવો અંદાજ છે.
Virat Kohli Digit Insurance IPO: ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલી સમર્થિત વીમા કંપની ડિજિટ ઇન્શ્યોરન્સ શેરબજારમાં લિસ્ટિંગની તૈયારી કરી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે કંપની બજારમાંથી પૈસા એકત્ર કરવા માટે 4000 કરોડ રૂપિયાનો આઈપીઓ લાવી શકે છે. આઈપીઓ (ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ)ની મંજૂરી માટે કંપની સપ્ટેમ્બર સુધીમાં શેરબજારના નિયમનકાર સેબી સમક્ષ ડ્રાફ્ટ પેપર (ડીઆરએચપી) ફાઇલ કરે તેવી શક્યતા છે. સાથે જ આવતા વર્ષે જાન્યુઆરી સુધીમાં સ્ટોકને શેરબજારમાં લિસ્ટ કરે તેવો અંદાજ છે.
વિરાટ કોહલીના ડિજીટ ઇન્શ્યોરન્સ સાથે સંબંધ!
વિરાટ કોહલી ડિજિટ ઇન્શ્યોરન્સના બ્રાન્ડ એમ્બેસેડર હોવાની સાથે સાથે કંપનીના રોકાણકાર પણ છે. વિરાટ કોહલીએ કંપનીમાં રોકાણ કર્યું છે. કામેશ ગોયલ ડિજિટ ઇન્શ્યોરન્સના સ્થાપક છે, જેમણે 2017 માં કંપનીની સ્થાપના કરી હતી અને ભારતમાં જર્મન વીમા કંપનીના એલિયાન્ઝ સંયુક્ત સાહસનું નેતૃત્વ કરતા હતા. કેનેડાના અબજોપતિ પ્રેમ વત્સાના ફેરફેક્સ ગ્રુપનું પણ ડિજિટ ઇન્શ્યોરન્સમાં રોકાણ છે.
Digit કરશે વિસ્તરણ
ડિજિટે આઈપીઓ લાવવા માટે મોર્ગન સ્ટેનલી અને આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝને આઈપીઓના બુકરનર્સ તરીકે નિયુક્ત કર્યા છે. પ્રાઇવેટ ઇક્વિટી રોકાણકારો દ્વારા 400 મિલિયન ડોલર ઊભા કરવામાં આવ્યા ત્યારે ડિજિટનું વેલ્યુએશન 4 અબજ ડોલર આંકવામાં આવ્યું હતું. નોન-લાઇફ ઇન્શ્યોરન્સ સેક્ટરમાં ડિજિટ હાજર છે અને અત્યાર સુધીમાં 2 કરોડ લોકોને સેવા આપી ચૂક્યા છે. કંપની કાર બાઇક, હેલ્થ, ટ્રાવેલ ઇન્શ્યોરન્સ બનાવે છે. ભારતમાં બિન-જીવન વીમા ક્ષેત્રનું હજુ નોંધપાત્ર વિસ્તરણ થવાનું બાકી છે. વીમા ક્ષેત્રની નિયામક આઈઆરડીએઆઈ પાસે હાલમાં નોન-લાઈફ ઈન્સ્યોરન્સ સેક્ટરનો માત્ર ૦.94 ટકા હિસ્સો છે, જે 20 વર્ષ પહેલાં ૦.56 ટકા હતો.
LIC IPO રોકાણકારોને રડાવ્યાં
તાજેતરમાં લોન્ચ થયેલા એલઆઈસીનાઆઈપીઓએ રોકાણકારોને રડાવ્યા છે. શેર ઓછા ભાવે ખૂલ્યો હતો અને સતત નબળો પડી રહ્યો છે. હાલ આ શેર 822 રૂપિયાની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે.