શોધખોળ કરો

IRCTC Share Price: IRCTC સ્ટોકમાં 5% થી વધુનો કડાકો બોલી ગયો, જાણો સરકારના ક્યા નિર્ણયની થઈ અસર

IRCTCનો IPO સપ્ટેમ્બર 2019માં આવ્યો હતો, જેને રોકાણકારો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો.

IRCTC: ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) ના શેરમાં ગુરુવાર, 15 ડિસેમ્બરે ભારે વેચવાલી જોવા મળી છે. સવારના વેપાર દરમિયાન, IRCTCનો શેર 5.40 ટકાના ઘટાડા સાથે રૂ. 695.25 પર ટ્રેડ થઈ રહ્યો હતો. બીજી તરફ બુધવારે IRCTCનો શેર રૂ.735 પર બંધ થયો હતો. સરકારના હિસ્સાના વેચાણના સમાચાર આવ્યા બાદ તેના શેરમાં 5 ટકાનો ઘટાડો થયો હતો.

ખરેખર, સરકાર ઓફર ફોર સેલ (OFS) દ્વારા IRCTCમાં 5 ટકા હિસ્સો વેચવા માંગે છે. તેની ડીલ આજે એટલે કે 15 ડિસેમ્બરે થવાની છે, જે 7%ના ડિસ્કાઉન્ટ સાથે વેચવામાં આવશે. IRCTCના શેર પ્રતિ શેર 680 રૂપિયાના લઘુત્તમ ભાવે વેચવામાં આવશે. OFSનું મૂળ કદ 2 કરોડ શેર અથવા 2.5 ટકા હિસ્સા જેટલું છે. આને આગળ વધારીને 4 કરોડ શેર અથવા 4 થી 5 ટકા હિસ્સો કરી શકાય છે.

બજાર ખુલતાની સાથે જ શેરમાં ભારે ઘટાડો થયો હતો

શેરબજાર ખુલ્યા બાદ IRCTCના શેર 29 ઓગસ્ટ પછીના સૌથી નીચા સ્તરે પહોંચી ગયા છે. સવારે 9.45 વાગ્યે શેર 4.62 ટકાના ઘટાડા સાથે 700.95 ટકા પર ટ્રેડ થઈ રહ્યો હતો. આ પછી, 5.25 ટકાનો ઘટાડો નોંધવામાં આવ્યો હતો, ત્યારબાદ શેર 696 રૂપિયા પ્રતિ શેર પર પહોંચી ગયો હતો. તેના શેરમાં 11.23 વાગ્યા સુધી 5.27 ટકાનો ઘટાડો નોંધાયો હતો, ત્યારબાદ તેના શેર 696.15 પર ટ્રેડ થઈ રહ્યા હતા.

2,720 કરોડ એકત્ર કરવાની યોજના છે

સરકાર IRCTCના શેર વેચીને રૂ. 2,720 કરોડ એકત્ર કરવા માંગે છે. IRCTCના શેરમાં ઓછામાં ઓછા 680 રૂપિયા પ્રમાણે વેચવામાં આવશે. 15 ડિસેમ્બર, ટી ડેના રોજ, નોન-રિટેલ રોકાણકારોને શેર ખરીદવાની તક આપવામાં આવશે. તે જ સમયે, છૂટક રોકાણકારો 16 ડિસેમ્બરે OFS દ્વારા રોકાણ કરી શકે છે.

IRCTC સ્ટોકે 3 વર્ષમાં 1048% વળતર આપ્યું છે

IRCTCનો IPO સપ્ટેમ્બર 2019માં આવ્યો હતો, જેને રોકાણકારો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. કંપનીએ શેર દીઠ રૂ. 320ના ભાવે આઈપીઓ લાવ્યો હતો. આ સ્ટોક 14 ઓક્ટોબર 2019ના રોજ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થયો હતો અને ત્યારથી IRCTC સ્ટોકે તેના રોકાણકારોને 1048 ટકા વળતર આપ્યું છે. IRCTC સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થનારી પ્રથમ ઈ-કોમર્સ કંપની છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GT vs PBKS: હારેલી મેચમાં પંજાબ કિંગ્સની જીત થઈ, Vijaykumar Vyshak એ પલટી મેચ
GT vs PBKS: હારેલી મેચમાં પંજાબ કિંગ્સની જીત થઈ, Vijaykumar Vyshak એ પલટી મેચ
EPFO ને લઈ મોટા સમાચાર! ATM ભૂલી જાવ...હવે UPI દ્વારા એક મિનિટમાં મળશે PFના પૈસા  
EPFO ને લઈ મોટા સમાચાર! ATM ભૂલી જાવ...હવે UPI દ્વારા એક મિનિટમાં મળશે PFના પૈસા  
Facebook Instagram Down: ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ થયા ડાઉન, યૂઝર્સ પરેશાન
Facebook Instagram Down: ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ થયા ડાઉન, યૂઝર્સ પરેશાન
દિલ્હી બજેટમાં મોટી જાહેરાત, આ મહિલાઓને મળશે 21000 રુપિયા, જાણો આ યોજના વિશે 
દિલ્હી બજેટમાં મોટી જાહેરાત, આ મહિલાઓને મળશે 21000 રુપિયા, જાણો આ યોજના વિશે 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ બાખડ્યા બાબુ  અને નેતા?Hun To Bolish : હું તો બોલીશ : સુરેન્દ્રનગરનો કાલા પથ્થરAhmedabad Police VIDEO: DGPના આદેશ વચ્ચે અમદાવાદ પોલીસની લાપરવાહીનો પર્દાફાશGujarat Vidhan Sabha: વિક્રમ ઠાકોરની નારાજગી બાદ સરકારનો નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GT vs PBKS: હારેલી મેચમાં પંજાબ કિંગ્સની જીત થઈ, Vijaykumar Vyshak એ પલટી મેચ
GT vs PBKS: હારેલી મેચમાં પંજાબ કિંગ્સની જીત થઈ, Vijaykumar Vyshak એ પલટી મેચ
EPFO ને લઈ મોટા સમાચાર! ATM ભૂલી જાવ...હવે UPI દ્વારા એક મિનિટમાં મળશે PFના પૈસા  
EPFO ને લઈ મોટા સમાચાર! ATM ભૂલી જાવ...હવે UPI દ્વારા એક મિનિટમાં મળશે PFના પૈસા  
Facebook Instagram Down: ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ થયા ડાઉન, યૂઝર્સ પરેશાન
Facebook Instagram Down: ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ થયા ડાઉન, યૂઝર્સ પરેશાન
દિલ્હી બજેટમાં મોટી જાહેરાત, આ મહિલાઓને મળશે 21000 રુપિયા, જાણો આ યોજના વિશે 
દિલ્હી બજેટમાં મોટી જાહેરાત, આ મહિલાઓને મળશે 21000 રુપિયા, જાણો આ યોજના વિશે 
જિયો યૂઝર્સને પડી જશે મોજ, 200 દિવસ માટે રિચાર્જ અને ફ્રી કોલિંગનું ટેન્શન ખતમ 
જિયો યૂઝર્સને પડી જશે મોજ, 200 દિવસ માટે રિચાર્જ અને ફ્રી કોલિંગનું ટેન્શન ખતમ 
Vikram Thakor: વિક્રમ ઠાકોરને સરકારનું આમંત્રણ, 300 કલાકારોને 27-28 માર્ચે સરકાર ગૃહમાં કરશે સન્માનિત
Vikram Thakor: વિક્રમ ઠાકોરને સરકારનું આમંત્રણ, 300 કલાકારોને 27-28 માર્ચે સરકાર ગૃહમાં કરશે સન્માનિત
આરોગ્યકર્મીના આંદોલનનો આજે 9મો દિવસ, સરકાર સામે બાયો ચઢાવનાર  700થી વધુ કર્મીઓને કરાયા છુટ્ટા
આરોગ્યકર્મીના આંદોલનનો આજે 9મો દિવસ, સરકાર સામે બાયો ચઢાવનાર 700થી વધુ કર્મીઓને કરાયા છુટ્ટા
Weather forecast: રાજ્ય પર તોડાઇ રહયું છે માવઠાનું સંકટ, આ જિલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી
Weather forecast: રાજ્ય પર તોડાઇ રહયું છે માવઠાનું સંકટ, આ જિલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.