Jio Financial Services: જિયો ફાઇનાન્સિયલ સર્વિસે લોન્ચ કરી JioFinance એપ, યુઝર્સને મળશે અનેક ફાયદાઓ
કંપનીએ કહ્યું કે 6 મિલિયન યુઝર્સે Jio Financial Services Limitedના આ નવા જમાનાના ડિજિટલ પ્લેટફોર્મનો અનુભવ કર્યો છે
Jio Financial Services News: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ફાઇનાન્સિયલ કંપની જિયો ફાઇનાન્સિયલ લિમિટેડે નવી જિયોફાઇનાન્સ એપ (JioFinance App) લોન્ચ કરી છે. યુઝર્સ આ એપને Google Play Store, Apple App Store અને MyJio પરથી ડાઉનલોડ કરી શકે છે. Jiofinance એપ યુઝર્સ માટે ઘણી આકર્ષક ઓફર્સ લઈને આવી છે. કંપનીએ તેની રેગ્યુલેટરી ફાઇલિંગમાં આ જાણકારી આપી છે.
શુક્રવાર, ઓક્ટોબર 11, 2024 ના રોજ બજાર ખુલે તે પહેલાં Jio Financial Services એ તેના નિયમનકારી ફાઇલિંગમાં સ્ટોક એક્સચેન્જોને જાણ કરી છે કે કંપનીએ એક નવી અને અપડેટેડ JioFinance એપ લોન્ચ કરી છે, જેનું બીટા વર્ઝન 30 મે, 2024 ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. કંપનીએ કહ્યું કે 6 મિલિયન યુઝર્સે Jio Financial Services Limitedના આ નવા જમાનાના ડિજિટલ પ્લેટફોર્મનો અનુભવ કર્યો છે અને ગ્રાહકોના પ્રતિસાદ પછી કંપનીએ યુઝર્સની વિનંતી પર એપમાં સુધારો કર્યો છે.
બીટા વર્ઝન લોન્ચ થયા પછી JioFinance એપમાં વિવિધ પ્રકારની નાણાકીય પ્રોડક્ટ્સ અને સર્વિસ ઉમેરવામાં આવી છે જેમાં મ્યુચ્યુઅલ ફંડ્સ સામે લોન, બેલેન્સ ટ્રાન્સફર સહિત હોમ લોન અને પ્રોપર્ટી સામે લોનનો સમાવેશ થાય છે. કંપનીએ કહ્યું કે આ લોન ખૂબ જ આકર્ષક છે અને અમારા ગ્રાહકોને મોટી બચત થશે.
કંપનીએ કહ્યું કે સેવિંગ ફ્રન્ટ પર Jio Payment Bank Limited પર માત્ર 5 મિનિટમાં ડિજિટલ બચત ખાતું ખોલાવી શકાય છે. કંપની બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન અને ફિઝિકલ ડેબિટ કાર્ડ દ્વારા સુરક્ષિત બેન્ક એકાઉન્ટ ઓફર કરી રહી છે. 1.5 મિલિયન ગ્રાહકો Jio Payment Bank Limited પર તેમના દૈનિક અને રિકરિંગ ખર્ચ મેનેજ કરી રહ્યા છે. આ સિવાય UPI પેમેન્ટ, મોબાઈલ રિચાર્જ, ક્રેડિટ કાર્ડ બિલ પણ ચૂકવી શકાય છે.
JioFinance એપ પર યુઝર્સ તેમના તમામ મ્યુચ્યુઅલ ફંડ હોલ્ડિંગની સાથે અલગ-અલગ બેન્કોમાં તેમના હોલ્ડિંગને જોઈ શકશે, જેથી તેઓ તેમના નાણાંનું વધુ સારી રીતે સંચાલન કરી શકે. આ સિવાય કંપની લાઈફ, હેલ્થ, ટુ-વ્હીલર અને મોટર ઈન્સ્યોરન્સ ડિજીટલ રીતે ઓફર કરી રહી છે. કંપનીએ જણાવ્યું હતું કે જિયો ફાઇનાન્સિયલ બ્લેકરોક સાથે મળીને વિશ્વ સ્તરીય ઇનોવેટિવ ઇન્વેસ્ટમેન્ટ સોલ્યુશન પર કામ કરી રહી છે. આ સમાચાર સામે આવ્યા બાદ જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસનો શેર 0.07 ટકાના વધારા સાથે 344 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો છે.