શોધખોળ કરો

LIC GST Notice: LICને મોટો ઝટકો, 806 કરોડ રૂપિયાની ફટકારાઇ GST નોટિસ, જાણો શું કરશે કંપની?

LIC GST Notice: જાહેર ક્ષેત્રની વીમા કંપની LICને વર્ષ 2024ની શરૂઆતમાં મોટો આંચકો લાગ્યો છે

806 Crore GST Notice: જાહેર ક્ષેત્રની વીમા કંપની LICને વર્ષ 2024ની શરૂઆતમાં મોટો આંચકો લાગ્યો છે. વીમા કંપનીને 806 કરોડની GST નોટિસ મળી છે. નોટિસ અનુસાર, તેમાં 365.02 કરોડ રૂપિયા જીએસટી, 404.7 કરોડ દંડ અને 36.5 કરોડ રૂપિયાના વ્યાજનો સમાવેશ થાય છે. એલઆઈસીએ કહ્યું છે કે તે આ નોટિસ સામે અપીલ દાખલ કરશે.

કંપનીએ રેગ્યુલેટરી ફાઇલિંગમાં માહિતી આપી હતી

ભારતીય જીવન વીમા નિગમને આ GST નોટિસ ડેપ્યુટી કમિશનર ઑફ સ્ટેટ ટેક્સ, મુંબઈ તરફથી મળી છે. કંપનીએ તેની રેગ્યુલેટરી ફાઈલિંગમાં કહ્યું કે તે આ નોટિસ સામે અપીલ દાખલ કરશે. કંપની પર ઇનપુટ ટેક્સ ક્રેડિટના નોન રિવર્સલ નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે.

કંપનીએ કહ્યું- કોઈ અસર નહીં થાય

GSTની મોટી નોટિસ મળ્યા બાદ LICએ કહ્યું કે તે નિર્ધારિત સમયની અંદર મુંબઈમાં કમિશનર સમક્ષ અપીલ દાખલ કરશે. જો કે, સરકારી કંપનીએ કહ્યું કે આ GST નોટિસ કંપનીની નાણાકીય, ઓપરેશનલ અથવા અન્ય કોઈપણ પ્રવૃત્તિઓ પર કોઈ અસર કરશે નહીં.

ઓક્ટોબર, 2023માં 37 હજાર કરોડ રૂપિયાની નોટિસ મળી હતી

અગાઉ ઓક્ટોબર, 2023માં LICને લગભગ 37 હજાર કરોડ રૂપિયાનો GST ડિમાન્ડ ઓર્ડર મોકલવામાં આવ્યો હતો. સરકારી કંપની પર એસેસમેન્ટ વર્ષ 2019-20 દરમિયાન કેટલાક ઇનવોઇસ પર 18 ટકાના બદલે 12 ટકાના દરે ટેક્સ ચૂકવવાનો આરોપ હતો. શ્રીનગરના રાજ્ય આવકવેરા અધિકારીએ કંપની પર 10462 કરોડ રૂપિયાની જીએસટી, 20 હજાર કરોડ રૂપિયાનો દંડ અને 6,382 કરોડ રૂપિયાનું વ્યાજ લગાવ્યું હતું.

ઓક્ટોબર અને સપ્ટેમ્બરમાં પણ નોટિસો મળી હતી

આ પહેલા પણ ઓક્ટોબરમાં એલઆઈસીને 84 કરોડ રૂપિયા અને સપ્ટેમ્બરમાં 290 કરોડ રૂપિયાની ઈન્કમ ટેક્સ પેનલ્ટી નોટિસ મોકલવામાં આવી હતી. સોમવારે BSE પર LICનો શેર 3.1 ટકા વધીને રૂ. 858.35 પર બંધ થયો હતો.

વર્ષ 2023માં ટેક્સ નિયમોમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે, જેની સીધી અસર 2024માં કરદાતાઓ પર થવાની છે. બજેટ 2023માં કેન્દ્ર સરકારે આવકવેરા સંબંધિત ઘણા નિયમોમાં ફેરફાર કર્યા છે, જેની સીધી અસર વર્ષ 2024માં કરદાતાઓ પર પડશે. નાણાકીય વર્ષ 2023-24 માટેના તેમના બજેટ ભાષણમાં, નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે એક મહત્વપૂર્ણ જાહેરાત કરીને નવી કર વ્યવસ્થાને વધુ આકર્ષક બનાવવાનો પ્રયાસ કર્યો હતો. આ સિવાય આવકવેરા વિભાગે આવા ઘણા ફેરફારો કર્યા છે, જેની સીધી અસર 2024માં સામાન્ય લોકો પર થવાની છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યાAhmedabad Rains | પાલડી ચાર રસ્તા પાસે AMTS બસ સ્ટેન્ડની બહાર જ રસ્તાની વચ્ચે ભુવો પડ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
OMR શીટ નહીં, હવે કોમ્પ્યુટર પર યોજાઇ શકે છે  NEET-UG પરીક્ષા, NTAએ આ પરીક્ષાઓમાં કર્યો ફેરફાર
OMR શીટ નહીં, હવે કોમ્પ્યુટર પર યોજાઇ શકે છે NEET-UG પરીક્ષા, NTAએ આ પરીક્ષાઓમાં કર્યો ફેરફાર
New Rule: મોબાઇલ નંબર પોર્ટ માટે સાત દિવસની જોવી પડશે રાહ, 1, જૂલાઇથી લાગુ થશે નવો નિયમ
New Rule: મોબાઇલ નંબર પોર્ટ માટે સાત દિવસની જોવી પડશે રાહ, 1, જૂલાઇથી લાગુ થશે નવો નિયમ
Embed widget