શોધખોળ કરો

LIC એ રોકાણકારોને રાતા પાણીએ રોવડાવ્યા, એક વર્ષમાં 2.40 લાખ કરોડ રૂપિયા ડૂબ્યા

LIC Stock Performance: 17 મે 2022 ના રોજ LIC લિસ્ટિંગ પછી, તે દેશની 5મી સૌથી મોટી કંપની હતી, જે હવે 13માં સ્થાને સરકી ગઈ છે.

LIC Share Price: બરાબર એક વર્ષ પહેલાં, 17 મે 2022ના રોજ, જાહેર ક્ષેત્રની વીમા કંપની LICનું લિસ્ટિંગ, જે ભારતીય શેરબજારના ઈતિહાસમાં સૌથી મોટો IPO હતો, સ્ટોક એક્સચેન્જ પર કરવામાં આવ્યો હતો. રોકાણકારોએ LICના IPOમાં એવો વિચાર કરીને રોકાણ કર્યું હતું કે તેમને સારો નફો મળશે. પરંતુ આ IPO રોકાણકારો માટે ખૂબ જ નિરાશાજનક સાબિત થયો છે. LICનો શેર એક વર્ષ પછી તેની IPO કિંમત 40% નીચે ટ્રેડ કરી રહ્યો છે.

LIC શેર ટ્રેડિંગ 40% નીચે

બરાબર એક વર્ષ પહેલા મે 2022માં LIC એ IPO દ્વારા માર્કેટમાંથી 20557 કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા. કંપનીએ 949 રૂપિયા પ્રતિ શેરના ભાવે રોકાણકારોને શેર ફાળવ્યા. પરંતુ શેરમાં લિસ્ટિંગના બરાબર એક વર્ષ પછી, શેર 40 ટકાના ઘટાડા સાથે રૂ. 569 પર ટ્રેડ થઈ રહ્યો છે. IPOની કિંમત અનુસાર, કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 6 લાખ કરોડની નજીક હતું, જે ઘટીને રૂ. 3.60 લાખ કરોડ થયું છે. એટલે કે લિસ્ટિંગ બાદ કંપનીના માર્કેટ કેપમાં રૂ. 2.40 લાખ કરોડનો ઘટાડો થયો છે.

માર્કેટ કેપની દ્રષ્ટિએ 5માથી 13મા ક્રમે છે

જ્યારે LIC 17 મે 2022 ના રોજ સ્ટોક એક્સચેન્જમાં સૂચિબદ્ધ થઈ, ત્યારે તે માર્કેટ કેપિટલાઇઝેશનની દ્રષ્ટિએ દેશની પાંચમી સૌથી મોટી કંપની બની. પરંતુ શેરના ભાવમાં ભારે ઘટાડા બાદ એલઆઈસી હવે 13માં સ્થાને સરકી ગઈ છે. સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગના પહેલા જ દિવસે 47000 કરોડ રૂપિયાના માર્કેટ કેપિટલાઇઝેશનમાં ઘટાડો થયો હતો. વિપક્ષ પણ એલઆઈસીના શેરમાં ઘટાડાને લઈને સરકાર પર પ્રહારો કરી રહ્યો છે. કોંગ્રેસના રાજ્યસભા સાંસદ અને કોમ્યુનિકેશન ઈન્ચાર્જ જયરામ રમેશે ટ્વીટ કર્યું કે આ સમગ્ર પ્રક્રિયામાં લાખો પોલિસીધારકોને ભારે નુકસાન થયું છે.

મ્યુચ્યુઅલ ફંડ્સ અને FIIએ રોકાણ ઘટાડ્યું

કેન્દ્ર સરકાર LICમાં 96.5 ટકા હિસ્સો ધરાવે છે. શેરહોલ્ડિંગ પેટર્નને જોતા, મ્યુચ્યુઅલ ફંડ્સે એલઆઈસી સ્ટોકમાં તેમનું રોકાણ ઘટાડ્યું છે. મ્યુચ્યુઅલ ફંડનો હિસ્સો જૂન 2022 ક્વાર્ટરથી ઘટીને હવે 0.63 ટકા પર આવી ગયો છે. જોકે રિટેલ રોકાણકારોએ તેમનો હિસ્સો વધાર્યો છે. તેમનો હિસ્સો 1.88 ટકાથી વધીને 2.04 ટકા થયો છે. પરંતુ તેમની સંખ્યા 39.89 લાખથી ઘટીને 33 લાખ થઈ ગઈ છે. એટલે કે એક વર્ષમાં 6.87 લાખ રિટેલ રોકાણકારો ઘટ્યા છે. વિદેશી રોકાણકારોનો હિસ્સો પણ જૂન 2022માં 0.12 ટકાથી ઘટીને 0.08 ટકા પર આવી ગયો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Kashmir: શું હવે આ ઋષિના નામથી ઓળખાશે કાશ્મીર? અમિત શાહના એક નિવેદનથી ચર્ચા તેજ
Kashmir: શું હવે આ ઋષિના નામથી ઓળખાશે કાશ્મીર? અમિત શાહના એક નિવેદનથી ચર્ચા તેજ
Bihar Politics: નીતિશ-લાલુનો ઉલ્લેખ કરીને પપ્પુ યાદવનો મોટો દાવો,'મકરસંક્રાંતિ પછી બિહારમાં ખેલા હોવે'
Bihar Politics: નીતિશ-લાલુનો ઉલ્લેખ કરીને પપ્પુ યાદવનો મોટો દાવો,'મકરસંક્રાંતિ પછી બિહારમાં ખેલા હોવે'
મુખ્યમંત્રીના હસ્તે અમદાવાદમાં ફ્લાવર શોનો પ્રારંભ, જાણો કેટલી ચૂકવવી પડશે એન્ટ્રી ફી?
મુખ્યમંત્રીના હસ્તે અમદાવાદમાં ફ્લાવર શોનો પ્રારંભ, જાણો કેટલી ચૂકવવી પડશે એન્ટ્રી ફી?
Makar Sankranti 2025: ઉત્તરાયણ પર કરો આ બે વસ્તુઓનું દાન, સૂર્ય-શનિના મળશે આશીર્વાદ, વધશે સુખ-સમૃદ્ધિ
Makar Sankranti 2025: ઉત્તરાયણ પર કરો આ બે વસ્તુઓનું દાન, સૂર્ય-શનિના મળશે આશીર્વાદ, વધશે સુખ-સમૃદ્ધિ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad: આજથી ફ્લાવર શોનો પ્રારંભ, આ દિવસે જશો તો ટિકિટના આપવા પડશે 30 રૂપિયા વધારેBanaskantha News: વિભાજન બાદ ભાજપના નેતામાં જ ભારે નારાજગી, અણદાભાઈએ CMને લખ્યો પત્રAmreli Fake letter scandal: લેટરકાંડમાં આરોપીઓની જામીન અરજી પર આજે સુનાવણી Watch VideoBZ Scam: ચાર જાણીતા ક્રિકેટર્સે કર્યું કરોડોનું રોકાણ, ચારેયને CID ક્રાઈમનું તેડું | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Kashmir: શું હવે આ ઋષિના નામથી ઓળખાશે કાશ્મીર? અમિત શાહના એક નિવેદનથી ચર્ચા તેજ
Kashmir: શું હવે આ ઋષિના નામથી ઓળખાશે કાશ્મીર? અમિત શાહના એક નિવેદનથી ચર્ચા તેજ
Bihar Politics: નીતિશ-લાલુનો ઉલ્લેખ કરીને પપ્પુ યાદવનો મોટો દાવો,'મકરસંક્રાંતિ પછી બિહારમાં ખેલા હોવે'
Bihar Politics: નીતિશ-લાલુનો ઉલ્લેખ કરીને પપ્પુ યાદવનો મોટો દાવો,'મકરસંક્રાંતિ પછી બિહારમાં ખેલા હોવે'
મુખ્યમંત્રીના હસ્તે અમદાવાદમાં ફ્લાવર શોનો પ્રારંભ, જાણો કેટલી ચૂકવવી પડશે એન્ટ્રી ફી?
મુખ્યમંત્રીના હસ્તે અમદાવાદમાં ફ્લાવર શોનો પ્રારંભ, જાણો કેટલી ચૂકવવી પડશે એન્ટ્રી ફી?
Makar Sankranti 2025: ઉત્તરાયણ પર કરો આ બે વસ્તુઓનું દાન, સૂર્ય-શનિના મળશે આશીર્વાદ, વધશે સુખ-સમૃદ્ધિ
Makar Sankranti 2025: ઉત્તરાયણ પર કરો આ બે વસ્તુઓનું દાન, સૂર્ય-શનિના મળશે આશીર્વાદ, વધશે સુખ-સમૃદ્ધિ
હવે ગુજરાત વિદ્યાપીઠમાં કરી શકાશે એમકોમ, BBAનો અભ્યાસ, વર્ષ 2025-26થી કોમર્સ ફેકલ્ટીનો પ્રારંભ
હવે ગુજરાત વિદ્યાપીઠમાં કરી શકાશે એમકોમ, BBAનો અભ્યાસ, વર્ષ 2025-26થી કોમર્સ ફેકલ્ટીનો પ્રારંભ
IND vs AUS: સિડની ટેસ્ટમાં પ્લેઇંગ ઇલેવનમાંથી રોહિત શર્મા બહાર, આ ખેલાડીને સોંપાઇ કેપ્ટનશીપ
IND vs AUS: સિડની ટેસ્ટમાં પ્લેઇંગ ઇલેવનમાંથી રોહિત શર્મા બહાર, આ ખેલાડીને સોંપાઇ કેપ્ટનશીપ
BSNL બંધ કરી રહી છે પોતાની આ સર્વિસ, લાખો ગ્રાહકો પર થશે અસર
BSNL બંધ કરી રહી છે પોતાની આ સર્વિસ, લાખો ગ્રાહકો પર થશે અસર
Supreme Court: 'વળતર આપ્યા વિના મિલકત ખાલી કરાવી શકાય નહીં, 22 વર્ષ બાદ જમીન માલિકોને સુપ્રીમ કોર્ટની રાહત
Supreme Court: 'વળતર આપ્યા વિના મિલકત ખાલી કરાવી શકાય નહીં, 22 વર્ષ બાદ જમીન માલિકોને સુપ્રીમ કોર્ટની રાહત
Embed widget