શોધખોળ કરો
અહીં દર્દીઓને મળશે સૌથી સસ્તી દવાઓ, કિંમત 50% થી પણ ઓછી હોય છે
Pradhanmantri Jan Aushadhi Kendra: ભારત સરકાર દ્વારા ભારતના નાગરિકોને ખૂબ જ ઓછા દરે ઉચ્ચ ગુણવત્તાની દવાઓ પૂરી પાડવા માટે જન ઔષધિ કેન્દ્રો ખોલવામાં આવ્યા છે. જ્યાં તમને 50 ટકા ઓછી કિંમતે દવાઓ મળે છે.
Pradhanmantri Jan Aushadhi Kendra: ભારત સરકાર ગરીબ જરૂરિયાતમંદ લોકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે. આમાં અલગ અલગ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને અલગ અલગ યોજનાઓ લાવવામાં આવે છે. બીમારીઓમાં લોકોનો સારો એવો પૈસો બરબાદ થઈ જાય છે. તો વળી બીમારીઓ કરતાં વધુ પૈસા બીમારીઓમાં વપરાતી દવાઓમાં ખર્ચ થાય છે. આથી ભારત સરકારે 2008માં જન ઔષધિ સ્કીમ યોજના શરૂ કરી હતી.
1/5

2015માં તેનું નામ બદલીને પ્રધાનમંત્રી જન ઔષધિ યોજના કરવામાં આવ્યું. તો વળી 2016માં તેને પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજના નામે ફરીથી શરૂ કરવામાં આવી. ભારત સરકારની યોજના હેઠળ દર્દીને ખૂબ જ ઓછી કિંમતે જેનેરિક દવાઓ ઉપલબ્ધ થાય છે. જેનેરિક દવાઓ ખાનગી મેડિકલ પર મળતી દવાઓ કરતાં કેટલી સસ્તી હોય છે. અને કેવી રીતે તમારી આસપાસના જન ઔષધિ કેન્દ્ર વિશે જાણી શકો છો.
2/5

ભારત સરકાર દ્વારા ભારતના નાગરિકોને ખૂબ જ ઓછા દરે ઉચ્ચ ગુણવત્તાની દવાઓ પૂરી પાડવા માટે પ્રધાનમંત્રી જન ઔષધિ પરિયોજના શરૂ કરવામાં આવી. આ હેઠળ કોઈપણ વ્યક્તિ પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર પર જઈને જેનેરિક દવાઓ ખરીદી શકે છે. આ કેન્દ્રો પર તમને 1759 પ્રકારની દવાઓ સાથે 280 સર્જિકલ ઉપકરણો મળી જશે.
Published at : 02 Jul 2024 07:05 AM (IST)
આગળ જુઓ





















