(Source: ECI/ABP News/ABP Majha)
LIC IPO Reservation: બાળકોના નામ પર પોલિસી છે તો માતાપિતાને IPOમાં એપ્લાય કરવાનો અધિકાર
રિટેલ રોકાણકારોની નજર ખાસ કરીને સરકારી વીમા કંપનીના આ IPO પર છે
નવી દિલ્હીઃ ભારતના સૌથી મોટો IPO (LIC IPO) ટૂંક સમયમાં બજારમાં આવી રહ્યો છે. રિટેલ રોકાણકારોની નજર ખાસ કરીને સરકારી વીમા કંપનીના આ IPO પર છે. માર્કેટ એક્સપર્ટ્સ આ IPOને રિટેલ રોકાણકારો માટે બજારમાંથી નાણાં કમાવવાની એક મોટી તક ગણાવી રહ્યા છે.
LICએ આ પ્રસ્તાવિત IPOમાં તેના પોલિસીધારકો માટે રિઝર્વેશન અને ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરી છે. LIC એ જણાવ્યું હતું કે પોલિસીધારકોને આ આરક્ષણ અને ડિસ્કાઉન્ટનો લાભ મળશે અને કોને નહીં.
માતા-પિતા બાળકની પોલિસી માટે અરજી કરી શકે છે
એલઆઈસીની વેબસાઈટ પર ઉપલબ્ધ ક્વિઝમાં વીમાધારકના તમામ પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ડિસ્કાઉન્ટની જાહેરાત બાદ લોકોના મનમાં એવો સવાલ પણ ઉઠી રહ્યો છે કે જો બાળકોના નામે પોલિસી હશે તો IPO પર ડિસ્કાઉન્ટનો લાભ કોને મળશે. સગીરની પોલિસીના કિસ્સામાં પ્રસ્તાવકર્તાને પોલિસીના માલિક તરીકે ગણવામાં આવે છે. આ રીતે, જેણે પણ પોલિસીનો પ્રસ્તાવ મૂક્યો છે તેઓ પોલિસીધારક છે અને તેઓ અનામતનો લાભ મેળવી શકે છે.
સંયુક્ત પોલિસીમાં તેમને લાભ મળશે
જો સંયુક્ત પોલિસી હશે તો શું પતિ-પત્ની બંનેને અનામતનો લાભ મળશે? આના જવાબમાં LICએ કહ્યું છે કે બે પોલિસીધારકોમાંથી માત્ર એક જ રિઝર્વેશન પોર્શન માટે અરજી કરી શકે છે. અન્ય ભાગીદારો સામાન્ય રિટેલ કેટેગરીમાં અરજી કરી શકે છે. આ IPOમાં પોલિસીધારકો માટે 10 ટકા શેર અલગથી રાખવામાં આવ્યા છે. તેમને ફ્લોર પ્રાઇસ પર પણ થોડું ડિસ્કાઉન્ટ મળશે.
જોકે, LICના IPOમાં બિડિંગ માટે કેટલીક જરૂરી શરતો છે. જો તમે LIC ના પોલિસીધારક છો, તો છૂટ અને રિઝર્વ કેટેગરીમાં લાભ મેળવવા માટે PAN ને પોલિસી સાથે લિંક કરવું ફરજિયાત છે. આ કામ LICની વેબસાઈટ પર કરી શકાય છે. તેની સમયમર્યાદા 28 ફેબ્રુઆરીએ પૂરી થાય છે. આ સિવાય પોલિસીધારકના નામ પર ડીમેટ એકાઉન્ટ હોવું પણ જરૂરી છે.