શોધખોળ કરો

ઓલા-ઉબેરની ખરાબ હાલત તો ઓટો સેક્ટરમાં મંદી માટે જવાબદાર કેવી રીતે?

આ વચ્ચે નાણામંત્રી નિર્મલા સીતારમણે ઓટો ઇન્ડસ્ટ્રીમાં મંદી માટે ઓલા અને ઉબેર જેવી ટેક્સી એગ્રીગેટર્સને જવાબદાર ગણાવ્યા છે.

નવી દિલ્હીઃ દેશમાં આર્થિક મંદીનો માહોલ છે. આ મંદીની સૌથી વધુ અસર ઓટો ઇન્ડસ્ટ્રી પર જોવા મળી રહી છે. છેલ્લા 10 મહિનાથી આ ઇન્ડસ્ટ્રીમાં વેચાણ ઓછું થઇ રહ્યું છે. આ કારણથી ઓટો કંપનીઓએ પ્રોડક્શન ઘટાડી દીધું છે. આ વચ્ચે નાણામંત્રી નિર્મલા સીતારમણે ઓટો ઇન્ડસ્ટ્રીમાં મંદી માટે ઓલા અને ઉબેર જેવી  ટેક્સી એગ્રીગેટર્સને જવાબદાર ગણાવ્યા છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, આજકાલ લોકો ઓલા-ઉબેરનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે. ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રી પર બીએસ6 અને લોકોના વિચારમાં આવેલા ફેરફારની અસર પડી રહી છે. લોકો હવે ગાડી ખરીદવાના બદલે ઓલા અને ઉબેરને મહત્વ આપી રહ્યા છે. નાણામંત્રીના આ નિવેદન બાદ લોકો અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે પરંતુ સવાર એ છે કે ઓલા અને ઉબેરનો ઉપયોગ વધ્યો છે તો આ કંપનીઓની સ્થિતિ કેવી છે. જો ઓલાની વાત કરીએ તો આ લાંબા સમયથી ખોટમાં ચાલી રહી છે. ન્યૂઝ એજન્સી પીટીઆઇના મતે નાણાકીય વર્ષ 2018માં ઓલાને 2,842.2 કરોડ રૂપિયાની નેટ ખોટ થઇ હતી. આ અગાઉ નાણાકીય વર્ષમાં ઓલાને 4,897.8 કરોડ રૂપિયાનો નેટ લોસ થયો હતો. જોકે, નાણાકીય વર્ષ 2018માં કંપનીની રેવેન્યૂમાં 61 ટકાનો વધારો થયો અને આ વધીને 1380 કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે. જોકે, દુનિયાભરમાં નુકસાનનો સામનો કરી રહેલી અમેરિકન કંપની ઉબેરને માર્ચ 2018માં પૂર્ણ થયેલા નાણાકીય વર્ષમાં ભારતમાં સામાન્ય નફો થયો છે. આ વર્ષે ઓગસ્ટ મહિનામાં ઉબેરને અત્યાર સુધીનું સૌથી મોટું ત્રિમાસિક નુકસાન થયું છે.

ટોપ સ્ટોરી

Agriculture: કેન્દ્ર સરકારે ગુજરાતના ખેડૂતો માટે 224 કરોડ ફાળવ્યા, કૃષિ યાંત્રીકીકરણ અને સિંચાઈને મળશે વેગ

The Bonus Market Update: શેરબજારમાં ફરી એકવાર હરિયાળી, સેન્સેક્સ 512 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટીમાં પણ વધારો

Gold Silver Price Today: સોના અને ચાંદીની કિંમતમાં ધરખમ ઘટાડો, જાણો લેેટેસ્ટ પ્રાઇસ

8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?

વિડિઓઝ

Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત
Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
The Bonus Market Update: શેરબજારમાં ફરી એકવાર હરિયાળી, સેન્સેક્સ 512 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટીમાં પણ વધારો
The Bonus Market Update: શેરબજારમાં ફરી એકવાર હરિયાળી, સેન્સેક્સ 512 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટીમાં પણ વધારો
Gold Silver Price Today: સોના અને ચાંદીની કિંમતમાં ધરખમ ઘટાડો, જાણો લેેટેસ્ટ પ્રાઇસ
Gold Silver Price Today: સોના અને ચાંદીની કિંમતમાં ધરખમ ઘટાડો, જાણો લેેટેસ્ટ પ્રાઇસ
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર

ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા

શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન

હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર

Embed widget