શોધખોળ કરો

મોદી સરકારનો યુવાઓ માટે માસ્ટર પ્લાન, 4.10 કરોડ યુવાઓને મળશે લાભ

પ્રશિક્ષણ દરમિયાન યુવાઓને દર મહિને પાંચ હજાર રૂપિયા ઇન્ટર્નશિપ મળશે. ટ્રેનિંગનો ખર્ચ કંપનીના સીએસઆર ફંડથી ઉઠાવવામાં આવશે. આ યોજના હેઠળ 21થી 24 વર્ષના યુવાઓ આવેદન કરી શકે છે

લોકસભા ચૂંટણીમાં મુખ્ય મુદ્દો બેરોજગારીની સમસ્યાને ઉકેલવા માટે નરેન્દ્ર મોદી સરકારના ત્રીજા કાર્યકાળના પ્રથમ બજેટ પર સંપૂર્ણ ભાર આપવામાં આવ્યું છે. તેના મહત્વનો અંદાજો તેના ઉપરથી લગાવવામાં આવી શકે છે કે નાણામંત્રી સીતારમણે પોતાના બજેટ ભાષણમાં રોજગાર શબ્દનો ઉલ્લેખ 57 વખત કર્યો છે. નરેન્દ્ર મોદી જ્યારથી વડાપ્રધાન બન્યા છે ત્યારથી જ યુવાનોની રોજગારી અંગે વાત કરતા આવ્યા છે અને મોદી સરકારે બજેટમાં બેરોજગારી માટે જોગવાઈઓ પણ કરી છે.

બજેટની નવ પ્રાથમિકતાઓમાં પણ રોજગાર અને કૌશલ વિકાસ બીજા સ્થાન પર છે. સીતારમણના જણાવ્યા અનુસાર, આવનારા બેથી ચાર વર્ષમાં આનાથી ચાર કરોડ 10 લાખ યુવાઓને રોજગાર મળશે. તે ઉપરાંત આ કામગીરીને લઈને બે લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.

વડાપ્રધાન રોજગાર અને કૌશલ પ્રશિક્ષણ પેકેજ હેઠળ ખાનગી કંપનીઓ માટે ત્રણ રીતના પ્રોત્સાહનની જાહેરાત કરવામાં આવી છે. પ્રથમ પ્રોત્સાહન પેકેજ હેઠળ ખાનગી કંપનીઓમાં પ્રથમ વખત નોકરી મેળવનાર યુવાઓની પ્રથમ મહિનાનો પગાર સરકાર તરફથી કરવામાં આવશે. આ પગાર ત્રણ હપ્તાઓમાં આપવામાં આવશે.

સરકારનું અનુમાન છે કે, આનાથી એક વર્ષમાં એક કરોડથી વધારે યુવાઓને રોજગાર મળી શકે છે. બે વર્ષ સુધી ચાલનારી આ યોજના પર 23 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ આવશે. તે ઉપરાંત ઈપીએફઓમાં અંશદાન કરનારા ગ્રાહકોને ઇન્ફાસ્ટ્રક્ચર (બાંધકામ) ક્ષેત્રમાં નવી નોકરીઓ ઉભી કરવામાં સહાયતા આપવામાં આવશે. આ હેઠળ ઈપીએફઓમાં જમા થનારી નિયોક્તિ અને કર્મચારીઓના એક ભાગની ચુકવણી સરકાર કરશે.

આ સાથે જ મોટા પ્રમાણમાં પ્રથમ વખત રોજગાર આપનારી કંપનીઓ માટે અલગથી નાણાકીય સહાયની જાહેરાત કરવામાં આવી છે. તે ઉપરાંત એક વર્ષમાં 50 અથવા તેનાથી વધારે નવી નોકરીઓનું સર્જન કરનારા કોર્પોરેટ અને ગેર-કોર્પોરેટ કંપનીઓમાં પ્રથમ વખત નોકરી મેળવનારા યુવાઓના પગારનો એક હિસ્સો સરકાર આપશે.

પ્રોત્સાહન રાશિ નિયોક્ત અને કર્મચારીઓ વચ્ચે સરખા ભાગે વહેંચવામાં આવશે. આમાં પણ એક લાખ રૂપિયાથી ઓછો પ્રતિમહિને પગાગ હોવાની શરત છે. પરંતુ પ્રતિમહિને 25 હજારથી વધારે પગાર હોવાની સ્થિતમાં પણ પ્રોત્સાહન રાશિ 25 હજાર રૂપિયાનું વેતનના હિસાબથી જ આપવામાં આવશે. આનાથી 50 લાખ યુવાઓને નોકરી મળવાનું અનુમાન છે અને આના પર 32 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ આવશે.

પ્રશિક્ષણ દરમિયાન યુવાઓને દર મહિને પાંચ હજાર રૂપિયા ઇન્ટર્નશિપ મળશે. ટ્રેનિંગનો ખર્ચ કંપનીના સીએસઆર ફંડથી ઉઠાવવામાં આવશે. આ યોજના હેઠળ 21થી 24 વર્ષના યુવાઓ આવેદન કરી શકે છે. એક કરોડ યુવાઓના ઇન્ટર્નશિપ પર કુલ 63 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ આવશે. તે ઉપરાંત સરકારે આગામી પાંચ વર્ષમાં 30 હજાર કરોડ રૂપિયાના ખર્ચથી 1000 આઈટીઆઈ અપગ્રેડ કરવાનો પણ પ્લાન છે. તેનાથી 20 લાખ યુવાઓને કૌશલ વિકાસ કરવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પોસ્ટ ઓફિસમાં 5,00,000 ની FD પર 1, 3 અને 5 વર્ષ પછી કેટલું વળતર મળશે? સમજો સંપૂર્ણ ગણતરી
પોસ્ટ ઓફિસમાં 5,00,000 ની FD પર 1, 3 અને 5 વર્ષ પછી કેટલું વળતર મળશે? સમજો સંપૂર્ણ ગણતરી
રોજના માત્ર ₹50 બચાવીને મેળવો ₹35,00,000! જાણો પોસ્ટ ઓફિસની આ જબરદસ્ત સ્કીમ વિશે
રોજના માત્ર ₹50 બચાવીને મેળવો ₹35,00,000! જાણો પોસ્ટ ઓફિસની આ જબરદસ્ત સ્કીમ વિશે
સોનું  ₹1.54 લાખને પાર, ચાંદી ₹3600 ઉછળી, રોકાણકારોએ આ બાબતોનું રાખવું જોઈએ ધ્યાન
સોનું  ₹1.54 લાખને પાર, ચાંદી ₹3600 ઉછળી, રોકાણકારોએ આ બાબતોનું રાખવું જોઈએ ધ્યાન
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?

વિડિઓઝ

Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ

Embed widget