શોધખોળ કરો

UPS: મોદી સરકારની યુનિફાઇડ પેન્શન સ્કીમ ભારત માટે કેમ છે ફાયદાકારક

તાજેતરમાં જ સરકારી કર્મચારીઓ માટે મોટી જાહેરાત કરતા કેન્દ્ર સરકારે યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS)ને મંજૂરી આપી હતી

તાજેતરમાં જ સરકારી કર્મચારીઓ માટે મોટી જાહેરાત કરતા કેન્દ્ર સરકારે યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS)ને મંજૂરી આપી હતી.  આ યોજના હેઠળ સરકારી કર્મચારીઓને નિવૃત્તિ પછી સુનિશ્વિત પેન્શન આપવામાં આવશે. નોંધનીય છે કે કેન્દ્ર સરકારના કર્મચારીઓની નવી પેન્શન યોજના (NPS)માં સુધારાની લાંબા સમયથી માંગ હતી. હવે આ માંગને પૂર્ણ કરતાં સરકારે યુનિફાઇડ પેન્શન સ્કીમની જાહેરાત કરી હતી. કેબિનેટના નિર્ણયો વિશે માહિતી આપતાં માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે મીડિયાને કહ્યું હતું કે 'સરકારી કર્મચારીઓ તરફથી NPSમાં સુધારાની માંગ કરવામાં આવી છે. પીએમ નરેન્દ્ર મોદીએ એપ્રિલ 2023માં ટીવી સોમનાથનના નેતૃત્વમાં આ અંગે એક સમિતિની રચના કરી હતી. સમિતિએ જેસીએમ (જોઈન્ટ કન્સલ્ટેટિવ ​​મિકેનિઝમ) સહિત વ્યાપક પરામર્શ અને ચર્ચા બાદ સંકલિત પેન્શન યોજનાની ભલામણ કરી છે. કેન્દ્રીય કેબિનેટે આ યોજનાને મંજૂરી આપી દીધી હતી.

યુનિફાઈડ પેન્શન સ્કીમ એટલે કે ઈન્ટિગ્રેટેડ પેન્શન સ્કીમ સરકારી કર્મચારીઓ માટે નવી પેન્શન સ્કીમ છે. આ અંતર્ગત કર્મચારીઓને નિવૃત્તિ પછી સુનિશ્વિત પેન્શન આપવામાં આવશે. આ રકમ નિવૃત્તિ પહેલાના 12 મહિનાના સરેરાશ બેઝિક પેના 50 ટકા હશે.

કર્મચારીઓ 25 વર્ષની સેવા પછી આ પેન્શન મેળવવા માટે હકદાર બનશે. જો કોઈ પેન્શનર મૃત્યુ પામે છે તો તેના પરિવારને તે સમય સુધી જે પેન્શન મળતું હતું તેના 60 ટકા મળશે. આ સિવાય જો કર્મચારીની સેવા 25 વર્ષથી ઓછી અને 10 વર્ષથી વધુ હોય તો પેન્શનની રકમ પ્રમાણસર ફાળવણીના આધારે નક્કી કરવામાં આવશે. મહત્વનું પાસું એ છે કે કર્મચારીના કામકાજના વર્ષોને ધ્યાનમાં લીધા વિના તેના પેન્શનની લઘુત્તમ રકમ 10,000 રૂપિયાથી ઓછી નહીં હોય.

UPS એ ઓલ્ડ પેન્શન સ્કીમ (OPS) થી તદ્દન વિપરીત છે. ઓપીએસએ રાજ્ય સરકારો પર બિનટકાઉ નાણાકીય પ્રતિબદ્ધતાઓનો બોજ નાખ્યો હતો. રાજસ્થાન, છત્તીસગઢ, ઝારખંડ, પંજાબ અને હિમાચલ પ્રદેશ જેવા રાજ્યોમાં ઓલ્ડ પેન્શન સ્કીમ લાગુ છે. આ પગલાની નાણાકીય બોજને ધ્યાનમાં રાખીને સરકારોની ટીકા પણ કરવામાં આવી છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) એ આવા નિર્ણયોના ભયંકર પરિણામોનો પણ ઉલ્લેખ કર્યો હતો. આરબીઆઇએ નોંધ્યું હતું કે ઓપીએસ પર પાછા ફરવાનો નાણાકીય ખર્ચ પ્રચંડ હશે, જે સંભવિતપણે નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) ની સરખામણીમાં પેન્શન જવાબદારીઓમાં ચાર ગણો વધારો થશે.

મોદી સરકારની UPS એક વિવેકપૂર્ણ વિકલ્પ આપે છે જે સરકારી કર્મચારીઓની ફરિયાદોનું સમાધાન કરે છે અને એ સુનિશ્વિત કરે છે કે રાજ્ય અને કેન્દ્ર સરકારો નિર્ણાયક મૂડી રોકાણો માટે જરૂરી નાણાકીય શક્યતા જાળવી રાખે છે. સરકારના યોગદાનને બેઝિક પેના 18.5 ટકા સુધી સરકારના યોગદાનને વધારીને અને કર્મચારીના યોગદાનને 10 ટકા પર જાળવી રાખીને યુપીએસ સુનિશ્વિત પેન્શન અને પેન્શન ફંડની કમાણી વચ્ચેના અંતરને ભરે છે, જેથી નિવૃત્ત લોકોના ભાવિનું રક્ષણ થાય છે.

તે સિવાય યુપીએસ રાજ્યોને સ્થાયી પેન્શન મોડલ અપનાવવા માટે પ્રોત્સાહિત કરીને સંઘવાદને પ્રોત્સાહન આપશે. યુપીએસને લાગુ કરનારા રાજ્ય પોતાની આર્થિક સ્થિરતાને ખતરામાં નાખ્યા વિના માળખાકીય ઢાંચા અને સામાજિક કલ્યાણ કાર્યક્રમમાં રોકાણ કરવાનું જાળવી રાખી શકશે. મોદી શાસનની પારદર્શિતા અને રાજકોષીય વિવેક પર ધ્યાન જેમાં ઓફ બજેટ ઉધાર પર અંકુશ લગાવવાના ઉપાય પણ સામેલ છે.

યુપીએસ સામાજિક સુરક્ષા સાથે આર્થિક વિકાસને સંતુલિત કરવાની મોદી સરકારની પ્રતિબદ્ધતાનું પ્રતિક છે. આ ફક્ત એક પેન્શન સુધારો નથી. આ તે સુનિશ્વિત કરવાની વ્યાપક રણનીતિ છે કે ભારતના રાજ્યો અને તેમના લોકો પાસે સમૃદ્ધ ભવિષ્ય માટે આવશ્યક આર્થિક સંસાધનો હોય. આ યોજના લાખો સરકારી કર્મચારીઓના આર્થિક ભવિષ્યને સુરક્ષિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યના તમામ સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજીયાત, DGP એ જાહેર કર્યો પરિપત્ર 
રાજ્યના તમામ સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજીયાત, DGP એ જાહેર કર્યો પરિપત્ર 
દિલ્હીમાં કેજરીવાલની હાર વચ્ચે મમતા બેનર્જીએ બંગાળની ચૂંટણીને લઈને મોટી ભવિષ્યવાણી કરી
દિલ્હીમાં કેજરીવાલની હાર વચ્ચે મમતા બેનર્જીએ બંગાળની ચૂંટણીને લઈને મોટી ભવિષ્યવાણી કરી
અદાણીની અમદાવાદ અને મુંબઈમાં ખુલશે મેડિકલ કોલેજો! અદાણી હેલ્થ સિટીનું ભવ્ય લોકાર્પણ, ₹6,000 કરોડનું દાન
અદાણીની અમદાવાદ અને મુંબઈમાં ખુલશે મેડિકલ કોલેજો! અદાણી હેલ્થ સિટીનું ભવ્ય લોકાર્પણ, ₹6,000 કરોડનું દાન
PM મોદીના અમેરિકાના પ્રવાસ પહેલા ટ્રમ્પના આ નિર્ણયએ ભારતની ચિંતા વધારી, નુકસાનના સંકેત
PM મોદીના અમેરિકાના પ્રવાસ પહેલા ટ્રમ્પના આ નિર્ણયએ ભારતની ચિંતા વધારી, નુકસાનના સંકેત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉંમર નાની, સીનસપાટા મોટાHun To Bolish : હું તો બોલીશ : મહાનગરપાલિકા કે 'દલા તરવાડી'ની વાડી?Surat Accident : બેફામ કાર હંકારી 2નો ભોગ લેનારા કિર્તનને ચાલવાના ફાંફાં , કેવી રીતે કર્યો અકસ્માત?Gujarat AAP : દિલ્લી બાદ AAPને ગુજરાતમાં લાગ્યો મોટો ઝટકો, જુઓ સૌથી મોટા સમાચાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યના તમામ સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજીયાત, DGP એ જાહેર કર્યો પરિપત્ર 
રાજ્યના તમામ સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજીયાત, DGP એ જાહેર કર્યો પરિપત્ર 
દિલ્હીમાં કેજરીવાલની હાર વચ્ચે મમતા બેનર્જીએ બંગાળની ચૂંટણીને લઈને મોટી ભવિષ્યવાણી કરી
દિલ્હીમાં કેજરીવાલની હાર વચ્ચે મમતા બેનર્જીએ બંગાળની ચૂંટણીને લઈને મોટી ભવિષ્યવાણી કરી
અદાણીની અમદાવાદ અને મુંબઈમાં ખુલશે મેડિકલ કોલેજો! અદાણી હેલ્થ સિટીનું ભવ્ય લોકાર્પણ, ₹6,000 કરોડનું દાન
અદાણીની અમદાવાદ અને મુંબઈમાં ખુલશે મેડિકલ કોલેજો! અદાણી હેલ્થ સિટીનું ભવ્ય લોકાર્પણ, ₹6,000 કરોડનું દાન
PM મોદીના અમેરિકાના પ્રવાસ પહેલા ટ્રમ્પના આ નિર્ણયએ ભારતની ચિંતા વધારી, નુકસાનના સંકેત
PM મોદીના અમેરિકાના પ્રવાસ પહેલા ટ્રમ્પના આ નિર્ણયએ ભારતની ચિંતા વધારી, નુકસાનના સંકેત
‘એરો ઇન્ડિયા 2025’ માં જોવા મળશે સૈન્ય તાકાત, પહેલીવાર SU-57, F-35 ફાઇટર જેટ કરશે શક્તિ પ્રદર્શન
‘એરો ઇન્ડિયા 2025’ માં જોવા મળશે સૈન્ય તાકાત, પહેલીવાર SU-57, F-35 ફાઇટર જેટ કરશે શક્તિ પ્રદર્શન
Post Office : પોસ્ટની શાનદાર સ્કીમ! દર મહિને થશે 5500 રુપિયાની કમાણી
Post Office : પોસ્ટની શાનદાર સ્કીમ! દર મહિને થશે 5500 રુપિયાની કમાણી
વિશ્વનો સૌથી મોટો ટ્રાફિક જામ: કટનીથી પ્રયાગરાજ સુધી 300 કિમી લાંબો ટ્રાફિક, પોલીસની ખાસ અપીલ
વિશ્વનો સૌથી મોટો ટ્રાફિક જામ: કટનીથી પ્રયાગરાજ સુધી 300 કિમી લાંબો ટ્રાફિક, પોલીસની ખાસ અપીલ
Patan News: પાટણના ચાણસ્મામાં ભયંકર દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ
Patan News: પાટણના ચાણસ્મામાં ભયંકર દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ
Embed widget