શોધખોળ કરો
મુકેશ અંબાણીએ કર્યો મોટો ખુલાસો, જાણો કેવી રીતે મળી રિલાયન્સ જિયોની પ્રેરણા
દેશમાં કરોડો લોકોને સસ્તા ડેટા ઉપલબ્ધ કરાવવાનો શ્રેય મુકેશ અંબાણીને જાય છે.
![મુકેશ અંબાણીએ કર્યો મોટો ખુલાસો, જાણો કેવી રીતે મળી રિલાયન્સ જિયોની પ્રેરણા Mukesh Ambani revels how he gets inspiration of Reliance Jio મુકેશ અંબાણીએ કર્યો મોટો ખુલાસો, જાણો કેવી રીતે મળી રિલાયન્સ જિયોની પ્રેરણા](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/10/20214903/jio1.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
(ફાઈલ તસવીર)
નવી દિલ્હીઃ ભારત અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણે 2016માં રિલાયન્સ જિયો લાવીને ટેલિકોમ દુનિયામાં ધમાલ મચાવી દીધી હતી. દેશમાં કરોડો લોકોને સસ્તા ડેટા ઉપલબ્ધ કરાવવાનો શ્રેય મુકેશ અંબાણીને જાય છે. તેમણે કહ્યું કે, અમારો રોડમેપ કોલિંગને પોસ્ટકાર્ડથી પણ સસ્તો બનાવવાનો હતો. અમે આજે આગળ વધી રહ્યા છીએ અને તમામ ચીજો પણ સસ્તા દરે ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ.
બીજેપી નેતા એન.કે.સિંહના પુસ્તક પોટ્રેટ ઓફ પાવરઃ હાફ અ સેન્ચુરી ઓફ બીઈંગ એટ રિંગસાઇડના વિમોચન સમારોહમાં મુકેશ અંબાણીએ રિલાયન્સના સફળતાની કહાની જણાવી હતી. તેમણે કહ્યું, મારા પિતા હંમેશા નવી ટેકનોલોજી અપનાવવા ભાર આપતા હતા અને આ કારણે જ રિલાયન્સ ગ્રુપ પેટ્રોકેમિકલ્સ, ટેક્સટાઇલથી આગળ વધીને ટેલીકોમ કારોબારમાં ઉતર્યું અને રિલાયન્સ જિયોનો જન્મ થયો.
તેમણે કહ્યું, મારા પિતા હંમેશા ભવિષ્યની નવી ટેકનોલોજીને અપનાવવા પર ભાર આપતા હતા. તેમણે ક્હ્યું,તેઓ હંમેશા કહેતા હતા કે મારે માત્ર ટેક્સટાઇલ કંપની સુધી મર્યાદિત ન રહેવું જોઈએ. જો ટેક્સટાઇલ કંપનીથી આગળ વધવા ઈચ્છતા હો તો ભવિષ્યના કારોબારને અપનાવવો જોઈએ તથા આગામી પેઢીની પ્રતિભામાં રોકાણ કરવું જોઈએ.
બોલીવુડની આ જાણીતી એક્ટ્રેસને આવ્યો હાર્ટ અટેક, તાત્કાલિક કરવી પડી એન્જિયોપ્લાસ્ટી, જાણો વિગત
મોદીએ સાંજે છ વાગે દેશને સંબોધન કરવાની જાહેરાત કરતાં સોશિયલ મીડિયા પર મીમ્સનું આવ્યું ઘોડાપૂર, જુઓ કેવા મીમ્સ થઈ રહ્યા છે વાયરલ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
બિઝનેસ
બિઝનેસ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)