શોધખોળ કરો

Multibagger Stocks: આ કંપનીમાં ₹60 હજારનું રોકાણ ₹1 કરોડ થઈ ગયું, મળ્યું શાનદાર વળતર

ફોર વ્હીલરનું ઉત્પાદન કરતી કંપનીઓને ટાઇમિંગ ચેઇન પણ સપ્લાય કરે છે. તેના ઉત્પાદનો અમેરિકામાં પણ નિકાસ કરવામાં આવે છે.

Multibagger Stocks LG Balakrishnan Stock Price: જો તમે શેરબજારમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી થઈ શકે છે. જો કે, તેમાં રોકાણ કરવું જોખમથી ભરેલું છે. માર્કેટ એક્સપર્ટની સલાહ વગર રોકાણ ન કરો તો સારું રહેશે. એલજી બાલકૃષ્ણન એન્ડ બ્રોસ (LG Balakrishnan & Bros), દેશમાં ટાઇમિંગ ચેઇન બનાવતી કંપની, લાંબા ગાળે રોકાણકારો માટે મલ્ટિબેગર સાબિત થઈ છે. ભવિષ્યમાં પણ તેમાં વધારો થવાની ધારણા છે. જાણો કેટલો નફો થયો છે.

શેરનો ભાવ કેટલો હતો

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એલજી બાલાકૃષ્ણન એન્ડ બ્રધર્સ કંપની ટુ-વ્હીલર માટે ડ્રાઇવ ચેન સપ્લાય કરનાર દેશની સૌથી મોટી કંપની છે. તે ફોર વ્હીલરનું ઉત્પાદન કરતી કંપનીઓને ટાઇમિંગ ચેઇન પણ સપ્લાય કરે છે. તેના ઉત્પાદનો અમેરિકામાં પણ નિકાસ કરવામાં આવે છે. આ કંપનીની કુલ માર્કેટ કેપ 2,184.28 કરોડ રૂપિયા છે. શુક્રવાર, 9 ડિસેમ્બરે BSE પર તેનો શેર રૂ. 695.80 પર બંધ થયો હતો. હવે આ શેર 848 રૂપિયાની કિંમત સુધી પહોંચી શકે છે, જે તેની વર્તમાન કિંમત કરતા લગભગ 22 ટકા વધુ છે.

60 હજારનું ફંડ 1 કરોડ થઈ ગયું

એલજી બાલક્રિષ્નન એન્ડ બ્રધર્સ કંપનીના શેર 20 વર્ષ પહેલા 28 માર્ચ 2002ના રોજ માત્ર રૂ.3.94 હતા. 20 વર્ષ પહેલાની સરખામણીમાં આજે તે 176 ગણો વધીને 695.80 રૂપિયા પર પહોંચી ગયો છે. ભવિષ્યમાં પણ તેમાં વધારો થવાની ધારણા છે. જો કોઈ રોકાણકારે 20 વર્ષ પહેલા આ સ્ટૉકમાં માત્ર 57,000 રૂપિયાનું રોકાણ કર્યું હોત તો આજે તેના રોકાણની કિંમત વધીને 1 કરોડ રૂપિયા થઈ ગઈ હોત.

ટૂંકા સમયમાં મળી શકે છે સારો નફો

બાલકૃષ્ણન એન્ડ બ્રધર્સ કંપનીએ રોકાણકારોને માત્ર લાંબા ગાળામાં જ નહીં પણ ટૂંકા ગાળામાં પણ ઉત્તમ વળતર આપ્યું છે. 20 જૂન, 2022ના રોજ, સ્ટોક રૂ. 508.90ના એક વર્ષના રેકોર્ડ નીચલા સ્તરે હતો. ત્યારબાદ તેના શેરની ખરીદી વધી અને 16 સપ્ટેમ્બર સુધીમાં તેણે 805.15 રૂપિયાનું રેકોર્ડ સ્તર હાંસલ કર્યું. આ રીતે, તેણે માત્ર 3 મહિનામાં રોકાણકારોને 58% વળતર આપ્યું છે. આ પછી, ફરીથી શેરમાં ઘટાડો થયો, અને હવે તે 14 ટકાના ડિસ્કાઉન્ટ પર ઉપલબ્ધ છે.

શેર વધશે

તે ચેઈન ટ્રાન્સમિશનનું ઉત્પાદન કરતી દેશની સૌથી મોટી કંપની બની ગઈ છે. સ્થાનિક બજારમાં તેનો હિસ્સો 75 ટકા અને રિપ્લેસમેન્ટ માર્કેટમાં 50 ટકા હિસ્સો છે. કંપની વધુ વિસ્તરણ કરી શકે છે. સ્થાનિક બજારમાં ટુ વ્હીલર વાહનોની માંગ વધી રહી છે, જેને જોતા બ્રોકરેજ ફર્મે સારી આશા વ્યક્ત કરી છે. બ્રોકરેજ ફર્મ માને છે કે ટ્રાન્સમિશનથી તેની આવક FY2024માં 24 ટકાના ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિ દર (CAGR)થી વધી શકે છે. બ્રોકરેજ તેના પર બાય રેટિંગ ધરાવે છે જેની લક્ષ્ય કિંમત રૂ. 848 છે.

ડિસ્ક્લેમર: અહીં આપેલી માહિતી માત્ર માહિતી માટે છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણકાર તરીકે નાણાંનું રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો. ABPLive.com વતી નાણાંનું રોકાણ કરવાની અહીં ક્યારેય સલાહ આપવામાં આવતી નથી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઇકોર્ટે CBIને મોકલી નોટિસ, જાણો શું છે કેસ?
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઇકોર્ટે CBIને મોકલી નોટિસ, જાણો શું છે કેસ?
Embed widget