શોધખોળ કરો

Service Charge: સરકારે કર્યો મોટો નિર્ણય, હવે કોઈપણ હોટલ બિલમાં પોતાની મરજીથી નહી લઈ શકે સર્વિસ ચાર્જ, જાણો

હોટલ અને રેસ્ટોરન્ટમાં સર્વિસ ચાર્જને લઈને મોટા સમાચાર આવ્યા છે. જો તમારી પાસેથી પણ હોટલ કે રેસ્ટોરન્ટમાં સર્વિસ ચાર્જના નામ પર પૈસા વસૂલવામાં આવતા હતા તો હવે તમને તેનાથી રાહત મળી છે.

Service Charge: હોટલ અને રેસ્ટોરન્ટમાં સર્વિસ ચાર્જને લઈને મોટા સમાચાર આવ્યા છે. જો તમારી પાસેથી પણ હોટલ કે રેસ્ટોરન્ટમાં સર્વિસ ચાર્જના નામ પર પૈસા વસૂલવામાં આવતા હતા તો હવે તમને તેનાથી રાહત મળી છે. તમને જણાવી દઈએ કે નેશનલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA) એ એક મોટી સૂચના જાહેર કરી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે હોટલ કે રેસ્ટોરન્ટ કોઈપણ નામથી સર્વિસ ચાર્જ વસુલ કરી શકશે નહીં.

ખાવાના બિલમાં પણ ઉમેરી શકતા નથી

ઓથોરિટીએ સૂચના જારી કરીને કહ્યું છે કે તેને ફૂડ બિલમાં ઉમેરી શકાય નહીં. જો કોઈ હોટેલ તેને ફૂડ બિલમાં ઉમેરવાનો પ્રયાસ કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

જારી માર્ગદર્શિકા

તમને જણાવી દઈએ કે વધતી ફરિયાદો વચ્ચે CCPA એ અયોગ્ય વેપાર પ્રવૃત્તિઓ અને ઉપભોક્તા અધિકારોના ઉલ્લંઘનને રોકવા માટે માર્ગદર્શિકા જારી કરી છે. તે જણાવે છે કે કોઈપણ હોટેલ અથવા રેસ્ટોરન્ટ ગ્રાહકોને સર્વિસ ચાર્જ ચૂકવવા માટે દબાણ કરી શકશે નહીં. ગ્રાહક ઇચ્છે તો સર્વિસ ચાર્જ ચૂકવી શકે છે. આ સંપૂર્ણપણે સ્વૈચ્છિક, વૈકલ્પિક અને ગ્રાહકના વિવેક પર નિર્ભર હશે.

હવેથી દબાણ કરી શકશે નહીં

સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA) એ બિલમાં લગાવવામાં આવતા સર્વિસ ચાર્જને લઈને હોટલ, રેસ્ટોરન્ટ પર પ્રતિબંધ લાદ્યો છે. હોટલ, રેસ્ટોરન્ટ આજથી ગ્રાહકોને સર્વિસ ચાર્જ ચૂકવવા દબાણ કરી શકશે નહીં. આ એક સ્વૈચ્છિક વિકલ્પ છે. તે લેવું જરૂરી નથી.

સર્વિસ ચાર્જ શું છે ?

તમને જણાવી દઈએ કે જ્યારે પણ તમે કોઈ પ્રોડક્ટ ખરીદો છો અથવા કોઈ સેવા લો છો તો તમારે તેના માટે થોડો ચાર્જ ચૂકવવો પડે છે. આ ચાર્જ સર્વિસ ચાર્જ કહેવાય છે. આ ચાર્જ હોટલ કે રેસ્ટોરન્ટમાં ગ્રાહકોને ભોજન અથવા અન્ય કોઈપણ પ્રકારની સેવા આપવા માટે લેવામાં આવતો હતો, પરંતુ આજે CCPAએ તેની સામે કડક કાર્યવાહી કરી છે.

સર્વિસ ચાર્જ કેટલો વસૂલવામાં આવશે ?

તમને જણાવી દઈએ કે તે મોટાભાગે બિલની નીચે લખેલું હોય છે. તે સામાન્ય રીતે 5 ટકા છે.

ગ્રાહકો પાસેથી વસૂલવામાં આવતો ચાર્જ 
 
તમને જણાવી દઈએ કે આ સમયે હોટલ અને રેસ્ટોરન્ટમાં સર્વિસ ચાર્જ સ્વૈચ્છિક છે, પરંતુ તે ગ્રાહકો પાસેથી બળજબરીથી વસૂલવામાં આવે છે. આ અંગે અગાઉ પણ વિભાગને સતત ફરિયાદો મળતી હતી. આ સંદર્ભે, વિભાગ દ્વારા 24 મેના રોજ હોટેલ ઉદ્યોગ સાથે સંબંધિત સંગઠનને એક પત્ર પણ મોકલવામાં આવ્યો હતો.

તમે આ નંબર પર ફરિયાદ કરી શકો છો

જો કોઈ ગ્રાહકને લાગે છે કે હોટેલ અથવા રેસ્ટોરન્ટ માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરીને સર્વિસ ચાર્જ વસૂલ કરી રહી છે, તો  બિલની રકમમાંથી તેને દૂર કરવા વિનંતી કરી શકે છે. જો જરૂરી હોય તો ગ્રાહકો રાષ્ટ્રીય ગ્રાહક હેલ્પલાઇન નંબર 1915 પર કૉલ કરીને ફરિયાદ પણ નોંધાવી શકે છે. તેઓ આ અંગે ગ્રાહક પંચમાં ફરિયાદ પણ કરી શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બેટ દ્વારકા અને ઓખામાં દબાણ હટાવ ઝુંબેશ: ત્રણ દિવસમાં કરોડોની જમીન ખુલ્લી કરાઈ
બેટ દ્વારકા અને ઓખામાં દબાણ હટાવ ઝુંબેશ: ત્રણ દિવસમાં કરોડોની જમીન ખુલ્લી કરાઈ
લેટરકાંડનું રહસ્ય ખુલશે? અમરેલી લેટરકાંડની તપાસ SMCના વડા નિર્લિપ્ત રાયને સોંપાઈ
લેટરકાંડનું રહસ્ય ખુલશે? અમરેલી લેટરકાંડની તપાસ SMCના વડા નિર્લિપ્ત રાયને સોંપાઈ
રાજ્યના રસ્તાને ચકાચક બનાવવા મુખ્યમંત્રીએ એક જ દિવસમાં 294 કરોડ રૂપિયા ફાળવ્યા
રાજ્યના રસ્તાને ચકાચક બનાવવા મુખ્યમંત્રીએ એક જ દિવસમાં 294 કરોડ રૂપિયા ફાળવ્યા
મહાકુંભમાં ઠંડીનો કહેર: બે દિવસમાં 11 શ્રદ્ધાળુઓને હાર્ટ એટેક, ડોક્ટરે કહ્યું- ઠંડીથી બચો, અચાનક ડૂબકી ન લગાવો
મહાકુંભમાં ઠંડીનો કહેર: બે દિવસમાં 11 શ્રદ્ધાળુઓને હાર્ટ એટેક, ડોક્ટરે કહ્યું- ઠંડીથી બચો, અચાનક ડૂબકી ન લગાવો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાઠ, વ્યસન-ફેશનનાHun To Bolish : હું તો બોલીશ : કેમ ઘસાયો રૂપિયો?Surat Dumper Accident : બારડોલીમાં ડમ્પરની ટક્કરે બાઇક ચાલકનું મોતUttarayan 2025 : દાહોદમાં બાઇક ચાલકનું પતંગની દોરીથી કપાયું ગળું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બેટ દ્વારકા અને ઓખામાં દબાણ હટાવ ઝુંબેશ: ત્રણ દિવસમાં કરોડોની જમીન ખુલ્લી કરાઈ
બેટ દ્વારકા અને ઓખામાં દબાણ હટાવ ઝુંબેશ: ત્રણ દિવસમાં કરોડોની જમીન ખુલ્લી કરાઈ
લેટરકાંડનું રહસ્ય ખુલશે? અમરેલી લેટરકાંડની તપાસ SMCના વડા નિર્લિપ્ત રાયને સોંપાઈ
લેટરકાંડનું રહસ્ય ખુલશે? અમરેલી લેટરકાંડની તપાસ SMCના વડા નિર્લિપ્ત રાયને સોંપાઈ
રાજ્યના રસ્તાને ચકાચક બનાવવા મુખ્યમંત્રીએ એક જ દિવસમાં 294 કરોડ રૂપિયા ફાળવ્યા
રાજ્યના રસ્તાને ચકાચક બનાવવા મુખ્યમંત્રીએ એક જ દિવસમાં 294 કરોડ રૂપિયા ફાળવ્યા
મહાકુંભમાં ઠંડીનો કહેર: બે દિવસમાં 11 શ્રદ્ધાળુઓને હાર્ટ એટેક, ડોક્ટરે કહ્યું- ઠંડીથી બચો, અચાનક ડૂબકી ન લગાવો
મહાકુંભમાં ઠંડીનો કહેર: બે દિવસમાં 11 શ્રદ્ધાળુઓને હાર્ટ એટેક, ડોક્ટરે કહ્યું- ઠંડીથી બચો, અચાનક ડૂબકી ન લગાવો
PM મોદીએ શ્રીનગર-લેહને જોડતી Z-Morh  ટનલનું કર્યું ઉદ્ધાટન, CM ઉમર અબ્દુલ્લા પણ રહ્યા સાથે
PM મોદીએ શ્રીનગર-લેહને જોડતી Z-Morh  ટનલનું કર્યું ઉદ્ધાટન, CM ઉમર અબ્દુલ્લા પણ રહ્યા સાથે
રોડ અકસ્માતના ઘાયલોને હોસ્પિટલ પહોંચાડનારને ₹25,000નું ઈનામ: નીતિન ગડકરીની મોટી જાહેરાત
રોક અકસ્માતમાં કોઈ ઘાયલ થઈ જાય તો મદદ કરજો, સરકાર આપશે ઇનામઃ નીતિન ગડકરીની મોટી જાહેરાત
'...અમે યાદ રાખીશું', ની પૉસ્ટ સાથે હર્ષ સંઘવીને મળી ધમકીઓ, બેટ દ્વારકાના દબાણો હટાવતા જ 7-8 ટ્વીટ વાયરલ
'...અમે યાદ રાખીશું', ની પૉસ્ટ સાથે હર્ષ સંઘવીને મળી ધમકીઓ, બેટ દ્વારકાના દબાણો હટાવતા જ 7-8 ટ્વીટ વાયરલ
157 બોલમાં 346 રન ફટકાર્યા, વન-ડે મેચમાં ઇરા જાધવે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
157 બોલમાં 346 રન ફટકાર્યા, વન-ડે મેચમાં ઇરા જાધવે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
Embed widget