શોધખોળ કરો

પૈસા તૈયાર રાખો! આ સરકારી કંપની 10,000,000,000 નો IPO લાવી રહી છે

NTPC Green Energy IPO: વર્ષ 2024 IPO માટે ખૂબ જ શાનદાર રહ્યું છે અને રોકાણકારો એનટીપીસી ગ્રીન એનર્જીના IPOની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

NTPC Green Energy IPO: ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી (Ola Electric Mobility) અને બજાજ હાઉસિંગ ફાઇનાન્સ (Bajaj Housing Finance)ના IPOમાં રોકાણ કરનારા રોકાણકારોની તો લોટરી નીકળી ગઈ. પરંતુ જે રોકાણકારોને આ બંને IPOમાં શેર ફાળવવામાં આવ્યા નથી તેમને વર્ષ 2024ના સૌથી ધમાકેદાર IPOમાં અરજી કરવાની તક મળવા જઈ રહી છે જે આ જ ફેસ્ટિવ સીઝનમાં આવી શકે છે. અમે વાત કરી રહ્યા છીએ દેશની સૌથી મોટી પાવર જનરેશન કંપની એનટીપીસી (NTPC)ની ગ્રીન એનર્જી સાથે સંકળાયેલી સબસિડીયરી કંપની એનટીપીસી ગ્રીન એનર્જી લિમિટેડના IPO (NTPC Green Energy IPO)ની.

10,000 કરોડ રૂપિયાનું હશે IPO

એનટીપીસી ગ્રીન એનર્જીનું IPO જલ્દી આવવાનું છે અને કંપનીએ શેર બજારના રેગ્યુલેટર સેબી (SEBI) પાસે ડ્રાફ્ટ પેપર (DRHP) દાખલ કરી IPO લાવવાની તૈયારીની શરૂઆત કરી દીધી છે. એનટીપીસી ગ્રીન એનર્જી લિમિટેડ IPO દ્વારા કેપિટલ માર્કેટમાંથી 10,000 કરોડ રૂપિયા એકત્રિત કરશે. અને આ IPOમાં સંપૂર્ણપણે ફ્રેશ ઇશ્યુ હશે એટલે કે કંપની નવા શેર્સ જારી કરશે અને પ્રમોટર કંપની IPOમાં પોતાનો હિસ્સો વેચશે નહીં. એનટીપીસી ગ્રીન એનર્જીના શેરની 10 રૂપિયા પ્રતિ શેર ફેસ વેલ્યુ હશે. અને ફ્લોર પ્રાઇસ, કેપ પ્રાઇસ અને ઇશ્યુ પ્રાઇસ BRLM સાથે કન્સલ્ટેશન પછી નક્કી કરવામાં આવશે. એનટીપીસી ગ્રીન એનર્જીના શેરની લિસ્ટિંગ NSE અને BSE પર કરવામાં આવશે.

7500 કરોડ રૂપિયા બાકી દેવુ ચૂકવશે કંપની

એનટીપીસી ગ્રીન એનર્જીએ ડ્રાફ્ટ પેપરમાં જણાવ્યું કે 10,000 કરોડ રૂપિયા જે IPOમાં એકત્રિત કરવામાં આવશે તેમાંથી 7500 કરોડ રૂપિયા દ્વારા કંપની બાકીની લોનની ચુકવણી કરશે. નાણાકીય વર્ષ 2024-25માં 4000 કરોડ રૂપિયા અને 2025-26માં 3500 કરોડ રૂપિયા બાકી લોન ચૂકવવામાં આવશે. બાકીની રકમ કંપની જનરલ કોર્પોરેટ હેતુઓ અને વિસ્તરણ પર ખર્ચ કરશે.

IPOમાં NTPC શેરહોલ્ડર્સ માટે અનામત

એનટીપીસી ગ્રીન એનર્જીએ IPO માટે દાખલ કરેલા ડ્રાફ્ટ પેપરમાં જણાવ્યું કે IPOમાં કેટલાક શેર્સ લાયકાત ધરાવતા કર્મચારીઓ માટે અનામત રાખશે અને IPOમાં એમ્પ્લોયી રિઝર્વેશન પોર્શન હશે. તો જે રોકાણકારો પાસે એનટીપીસીના શેર છે તેમના માટે એનટીપીસી ગ્રીન એનર્જીના IPOમાં શેરહોલ્ડર્સ રિઝર્વેશન પોર્શન હશે. એટલે કે IPOમાં કર્મચારીઓ અને એનટીપીસીના શેરધારકો માટે કેટલાક શેરોનો કોટા અનામત રહેશે. સાથે જ કર્મચારીઓને IPO પ્રાઇસમાં ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે.

આ છે IPOના બેંકર્સ

IDBI કેપિટલ માર્કેટ્સ એન્ડ સિક્યોરિટીઝ, HDFC બેંક, IIFL સિક્યોરિટીઝ અને નુવામા વેલ્થ મેનેજમેન્ટ લિમિટેડ IPOના બુક રનિંગ લીડ મેનેજર્સ છે અને KFin ટેક્નોલોજી IPOની રજિસ્ટ્રાર છે.

આ પણ વાંચોઃ

ગૌતમ અદાણી 71,100 લોકોને નોકરી આપશે, 4 લાખ કરોડનો 'માસ્ટર પ્લાન' બનાવ્યો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'કાશી-મથુરા-અયોધ્યા અમારો એકમાત્ર ટાર્ગેટ છે' - મોહન ભાગવતના સંદેશ પર વિશ્વ હિન્દુ પરિષદે કહી આ વાત
'કાશી-મથુરા-અયોધ્યા અમારો એકમાત્ર ટાર્ગેટ છે' - મોહન ભાગવતના સંદેશ પર વિશ્વ હિન્દુ પરિષદે કહી આ વાત
GST Council Meeting: લાઈફ-હેલ્થ ઈન્શ્યોરન્સ પર GST ઘટી જશે! જાણો શું મોંઘુ થશે  
GST Council Meeting: લાઈફ-હેલ્થ ઈન્શ્યોરન્સ પર GST ઘટી જશે! જાણો શું મોંઘુ થશે  
રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી, જાણો ક્યાં વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી, જાણો ક્યાં વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
ગુજરાતનું ગૌરવ: સુરતનું ઇચ્છાપોર પોલીસ સ્ટેશન બન્યું દેશનું શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન
ગુજરાતનું ગૌરવ: સુરતનું ઇચ્છાપોર પોલીસ સ્ટેશન બન્યું દેશનું શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Stock Market Crash:  સેન્સેક્સ 1,176 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ ₹900000 કરોડ ગુમાવ્યાMeerut Stampede: મેરઠમાં શિવપુરાણ કથામાં મચી ગઈ ભાગદોડ, 4 મહિલાઓ ઈજાગ્રસ્ત | Abp AsmitaRajkot Bar association Election :બાર એસોસિએશનનું મતદાન શરૂ, ત્રિપાંખિયા જંગમાં 50 ઉમેદવારCold In India : વિવિધ રાજ્યોમાં ઠંડીનો પારો ગગડ્યો, દિલ્હીની હાલત કફોડી; જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કાશી-મથુરા-અયોધ્યા અમારો એકમાત્ર ટાર્ગેટ છે' - મોહન ભાગવતના સંદેશ પર વિશ્વ હિન્દુ પરિષદે કહી આ વાત
'કાશી-મથુરા-અયોધ્યા અમારો એકમાત્ર ટાર્ગેટ છે' - મોહન ભાગવતના સંદેશ પર વિશ્વ હિન્દુ પરિષદે કહી આ વાત
GST Council Meeting: લાઈફ-હેલ્થ ઈન્શ્યોરન્સ પર GST ઘટી જશે! જાણો શું મોંઘુ થશે  
GST Council Meeting: લાઈફ-હેલ્થ ઈન્શ્યોરન્સ પર GST ઘટી જશે! જાણો શું મોંઘુ થશે  
રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી, જાણો ક્યાં વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી, જાણો ક્યાં વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
ગુજરાતનું ગૌરવ: સુરતનું ઇચ્છાપોર પોલીસ સ્ટેશન બન્યું દેશનું શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન
ગુજરાતનું ગૌરવ: સુરતનું ઇચ્છાપોર પોલીસ સ્ટેશન બન્યું દેશનું શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન
Stock Market Today: શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 1,176 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ ₹900000 કરોડ ગુમાવ્યા
શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 1,176 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ ₹900000 કરોડ ગુમાવ્યા
ભાજપ, કોંગ્રેસ અને AAP માંથી કોની સરકાર બનશે? આ નેતાએ કરી મોટી ભવિષ્યવાણી
ભાજપ, કોંગ્રેસ અને AAP માંથી કોની સરકાર બનશે? આ નેતાએ કરી મોટી ભવિષ્યવાણી
મહારાષ્ટ્રમાં લગ્નમાં જઈ રહેલી પ્રાઈવેટ બસ પલટી, 5 લોકોના મોત અને 27 ઈજાગ્રસ્ત 
મહારાષ્ટ્રમાં લગ્નમાં જઈ રહેલી પ્રાઈવેટ બસ પલટી, 5 લોકોના મોત અને 27 ઈજાગ્રસ્ત 
Meerut Stampede: પંડિત પ્રદીપ મિશ્રાની કથામાં મચી ભાગદોડ,અનેક મહિલાઓ ઘાયલ
Meerut Stampede: પંડિત પ્રદીપ મિશ્રાની કથામાં મચી ભાગદોડ,અનેક મહિલાઓ ઘાયલ
Embed widget