શોધખોળ કરો
Advertisement
ઓલા-ઉબરે ડ્રાઇવરો તથા પેસેન્જરો માટે બનાવ્યા નવા નિયમ, જાણો કઈ બાબતો રાખવી પડશે ધ્યાનમાં
પેસેન્જર્સ માટે બનાવેલા નિયમો પ્રમાણે, યાત્રા દરમિયાન દરેકે માસ્ક પહેરવું ફરજિયાત હશે. ઉપરાંત મુસાફરી શરૂ કરતા પહેલા સેનિટાઇઝ કરવું જરૂરી હશે.
નવી દિલ્હીઃ દેશભરમાં લોકડાઉન 4ની છૂટછાટ સાથે શરૂઆત થઈ ગઈ છે. લોકડાઉનના નિયમો વચ્ચે દેશના 160થી વધુ શહેરોમાં ઓલાએ સર્વિસ શરૂ કરી છે, જ્યારે ઉબરે 35 શહેરોમાં કેબ ચાલુ કરી છે. કોરોના વાયરસના સંક્રમણને જોતા આ બંને કંપનીએ ડ્રાઇવરો તથા પેસેન્જરો માટે નવા નિયમ બનાવ્યા છે.
ઈકોનોમિક ટાઈમ્સના રિપોર્ટ પ્રમાણે ડ્રાઇવરો માટે બનાવવામાં આવેલા નિયમો પ્રમાણે કોઈપણ કન્ટેનમેન્ટ ઝોનમાં કેબ નહીં ચાલે. તમામ ડ્રાઇવરોએ રાઇડ દરમિયાન માસ્ક પહેરવું ફરજિયાત હશે અને પોતાની યાત્રા શરૂ કરતાં પહેલા સેલ્ફી લઈને એપ પર અપલોડ કરવી પડશે.
ડ્રાઇવરે રાઇડ દરમિયાન માસ્ક અને સેનિટાઇઝર્સ રાખવા પડશે. દરેક રાઈડ બાદ ડ્રાઇવરે કારના કોમન એરિયા જેવાકે, હેન્ડલ, સીટ વગેરેને સેનિટાઇઝ કરવા પડશે.
પેસેન્જર્સ માટે બનાવેલા નિયમો પ્રમાણે, યાત્રા દરમિયાન દરેકે માસ્ક પહેરવું ફરજિયાત હશે. ઉપરાંત મુસાફરી શરૂ કરતા પહેલા સેનિટાઇઝ કરવું જરૂરી હશે. ઓલાએ સ્પષ્ટતા કરી છે કે રાઈડ દરમિયાન એસી બંધ રહેશે અને કાચ ખુલ્લા રાખી શકાશે. બેથી વધારે મુસાફરો બેસાડી શકાશે નહીં અને તેમને પાછલી સીટ પર જ બેસવું પડશે. આ ઉપરાંત સોશિયલ ડિસ્ટેંસિંગ અંતર્ગત સામાન ચઢાવા-ઉતારવાનું કામ યાત્રીએ ખુદ કરવું પડશે. ડ્રાઇવર અને યાત્રીઓમાં ઓછામાં ઓછો સંપર્ક થઈ શકે તે માટે કેશલેસ પેમેન્ટ કરવું પડશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
દેશ
ઓટો
Advertisement