Ritesh Agarwal Father Demise: OYO ના ફાઉન્ડર રિતેશ અગ્રવાલના પિતાનું ગુરુગ્રામમાં હાઈ રાઈઝ બિલ્ડિંગ પરથી પડી જતા મોત
ઓયોના ફાઉન્ડર રિતેશ અગ્રવાલના પિતા રમેશ અગ્રવાલનું ગુરુગ્રામમાં હાઈ રાઈઝ બિલ્ડિંગ પરથી પડી જતા મોત થયું છે.
Ritesh Agarwal Father Demise Update: ઓયોના ફાઉન્ડર રિતેશ અગ્રવાલના પિતા રમેશ અગ્રવાલનું ગુરુગ્રામમાં હાઈ રાઈઝ બિલ્ડિંગ પરથી પડી જતા મોત થયું છે. રિપોર્ટ્સ મુજબ રિતેશ અગ્રવાલના પિતા રમેશ અગ્રવાલ બિલ્ડિંગના 20મા ફ્લોર પરથી નીચે પડતા ગંભીર રીતે ઘાયલ થયા હતા. ગુરુગ્રામ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે. પોલીસ પોતાનું નિવેદન જાહેર કરી શકે છે. રમેશ અગ્રવાલ પોતાની પત્ની સાથે અહીં રહેતા હતા. રિતેશ અગ્રવાલ આ બિલ્ડિંગમાં નહોતા રહેતા.
Ramesh Agarwal (father of Oyo founder Ritesh Agarwal) died after falling off the 20th floor in DLF The Crest, Sector 54, Gurugram. Inquest report u/s 174 CrPC carried out. A team along with SHO sec 53 visited the place of occurrence. Postmortem done & body handed over: Virender… https://t.co/IWfXh2cH1O
— ANI (@ANI) March 10, 2023
રિતેશ અગ્રવાલે પણ એક નિવેદન જારી કરીને કહ્યું છે કે તેમના પિતાનું નિધન થઈ ગયું છે. તેમણે તેમના નિવેદનમાં કહ્યું કે હું અને મારો પરિવાર ભારે હૃદય સાથે જણાવવા માંગીએ છીએ કે અમારા માર્ગદર્શક અને અમારી શક્તિ, મારા પિતા રમેશ અગ્રવાલનું 10 માર્ચે નિધન થયું છે. તેમણે પોતાનું આખું જીવન વધુ સારી રીતે જીવ્યું છે અને દરરોજ આપણામાંથી ઘણાને પ્રેરણા આપી છે. તેમનું અવસાન અમારા પરિવાર માટે મોટી ખોટ છે. રિતેશ અગ્રવાલે કહ્યું કે મારા પિતાની કરુણા અને હૂંફએ અમને સૌથી મુશ્કેલ સમયમાં આગળ વધવામાં મોટી ભૂમિકા ભજવી હતી. તેમના શબ્દો આપણા હૃદયમાં ઊંડે સુધી જીવશે.
આ ઘટના પર ગુરુગ્રામના ડીસીપી ઈસ્ટ વીરેન્દ્ર વિજે પોતાના નિવેદનમાં કહ્યું છે કે રમેશ અગ્રવાલ (ઓયો ફાઉન્ડર રિતેશ અગ્રવાલના પિતા)નું ગુરુગ્રામના સેક્ટર 54માં DLFના ધ ક્રેસ્ટના 20મા માળેથી પડી જવાથી મોત થયું છે. સીઆરપીસીની કલમ 174 હેઠળ મામલાની તપાસ કરવામાં આવી છે. સેક્ટર 53 એસએચઓના નેતૃત્વમાં એક ટીમ ઘટનાસ્થળની મુલાકાત લીધી છે. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો છે.
તાજેતરમાં જ રિતેશ અગ્રવાલે ફોર્મેશન વેન્ચર્સના ડિરેક્ટર ગીતાંશા સૂદ સાથે લગ્ન કર્યા છે. રિતેશ અગ્રવાલના લગ્નમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, સોફ્ટબેંકના ચેરમેન માસાયોશી સોન અને પેટીએમના સીઈઓ વિજય શેખર શર્મા સહિત ઘણી મોટી હસ્તીઓએ હાજરી આપી હતી.