શોધખોળ કરો

OYO New Feature: પહેલા મન ભરીને હરો-ફરો અને હૉટલના પૈસા પણ પછી ભરો, ઓયોમાં આવ્યુ આ કમાલનું ફિચર

સ્ટે નાઉ પે લેટર ફિચરમાં ગ્રાહકને ક્રેડિટ લિમિટ ઓફર કરવામાં આવશે. આ સર્વિસમાં યૂઝર્સને 5000 રૂપિયાની ક્રેડિટ આપવામાં આવશે

OYO New Feature: ઓયો તરફથી હવે પોતાના કસ્ટમર્સને મોટી ભેટ આપવામાં આવી છે, હાલમાં જ ઓયો દ્વારા નવી પેમેન્ટ સર્વિસ લૉન્ચ કરવામાં આવી છે. કંપની દ્વારા એક નવી સેવા "Stay Now and Pay Later" શરૂ કરવામાં આવી છે. આ સર્વિસ હાલમાં ભારતીય મુસાફરો માટે શરૂ કરવામાં આવી છે. આ નવી સર્વિસમાં યૂઝર્સ એડવાન્સમાં રૂમ બુક કરી શકશે, અને આનું પેમેન્ટ પાછળથી ચૂકવવાનો ઓપ્શન હશે. આના કારણે કસ્ટમર્સના માથે તાત્કાલિક પૈસાની ચૂકવણીનો બોજ પણ નહીં રહે. ખરેખરમાં, ઓયોએ Simpl સાથે એક ખાસ પ્લાનિંગ કર્યું છે, આ ક્રેડિટ બેઝ્ડ પેમેન્ટ સર્વિસ છે. 

સ્ટે નાઉ પે લેટર ફિચરમાં ગ્રાહકને ક્રેડિટ લિમિટ ઓફર કરવામાં આવશે. આ સર્વિસમાં યૂઝર્સને 5000 રૂપિયાની ક્રેડિટ આપવામાં આવશે, એટલે કે તમે 5000 રૂપિયા સુધીનો રૂમ ફ્રીમાં બુક કરાવી શકશો. આ માટે તમારે એડવાન્સમાં કોઈ ચાર્જ કરવો પડશે નહીં. યૂઝર્સને 15 દિવસ પછી આ પેમેન્ટ ચૂકવવાનો ઓપ્શન મળશે. આ ફિચર Oyo એપની હૉમ સ્ક્રીન પર જોવા મળશે. આ ફિચર હાલમાં એન્ડ્રૉઇડ યૂઝર્સ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે, જે ટૂંક સમયમાં iOS યૂઝર્સ માટે પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

સસ્તામાં બુક કરી શકશો ઓયો રૂમ્સ - 
ઉલ્લેખનીય છે કે, Oyo તરફથી એક ટ્રાવેલ ઑફર આવી છે, જેમાં Book Now Pay Laterનો ઓપ્શન આપવામાં આવી રહ્યો છે. હકીકતમાં ઉનાળાના વેકેશન દરમિયાન મોટી સંખ્યામાં લોકો બહાર ફરવા નીકળે છે. આવામાં ઉનાળાની ઓફરમાં ઓયોમાંથી બુક નાઉ પે લેટરનો ઓપ્શન હટાવી દેવામાં આવ્યો છે. OYO સર્વિસ ભારત સહિત વિશ્વભરમાં ઉપલબ્ધ છે, જ્યાં ઓછા ખર્ચે રૂમ બુક કરી શકાય છે.

 હવે ઓયો કર્મચારીઓની કરશે છટણી, 600 લોકોની જશે નોકરી

IPO લાવવાની તૈયારી કરી રહેલી ટ્રાવેલ ટેક્નોલોજી ફર્મ ઓયોએ શનિવારે કહ્યું કે તે ટેક્નોલોજી અને કોર્પોરેટ સેક્ટરમાં 600 નોકરીઓ કાપશે. આ રીતે, કંપની તેના 3,700 કર્મચારીઓમાંથી લગભગ 10 ટકા ઘટાડશે. આ સાથે કંપની રિલેશનશિપ મેનેજમેન્ટ ટીમમાં લગભગ 250 લોકોની ભરતી પણ કરશે. ટ્રાવેલ ટેક ફર્મ OYO તેનો IPO લાવવા માટે સંપૂર્ણ તૈયારી કરી રહી છે. જો કે આ પહેલા શનિવારે કંપનીના કર્મચારીઓ માટે એક ખરાબ સમાચાર આવ્યા છે. ઓયોએ કહ્યું કે તે તેના 3700 કર્મચારી આધારને લગભગ 10 ટકા ઘટાડીને 600 લોકોને છૂટા કરવા જઈ રહ્યું છે. આ સાથે કંપની રિલેશનશિપ મેનેજમેન્ટ ટીમમાં લગભગ 250 લોકોની ભરતી પણ કરશે. આ ઘટાડા મુખ્યત્વે ટેક્નોલોજી અને કોર્પોરેટ વર્ટિકલ્સમાં થવાના છે. ઓયોએ કહ્યું કે કંપનીનું આ પગલું કંપનીના સંગઠનાત્મક માળખામાં વ્યાપક ફેરફારોને લાગુ કરવાનો એક ભાગ છે. તે તેની પ્રોડક્ટ અને એન્જિનિયરિંગ, કોર્પોરેટ હેડક્વાર્ટર અને OYO વેકેશન હોમ્સની ટીમોનું કદ ઘટાડી રહી છે.

વધુ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'ઓપરેશન સિંદૂર હજુ પણ ચાલુ જ છે', યુદ્ધવિરામ વચ્ચે ભારતીય વાયુસેનાનું મોટું નિવેદન
'ઓપરેશન સિંદૂર હજુ પણ ચાલુ જ છે', યુદ્ધવિરામ વચ્ચે ભારતીય વાયુસેનાનું મોટું નિવેદન
પહેલગામ હુમલો, ઓપરેશન સિંદૂર અને હવે યુદ્ધવિરામ... રાહુલ ગાંધીએ PM મોદીને પત્ર લખીને કરી મોટી માંગ
પહેલગામ હુમલો, ઓપરેશન સિંદૂર અને હવે યુદ્ધવિરામ... રાહુલ ગાંધીએ PM મોદીને પત્ર લખીને કરી મોટી માંગ
India Pakistan Tension: કોંગ્રેસની વિશેષ સત્રની માંગ, કહ્યું- PM મોદીની અધ્યક્ષતામાં યોજાય સર્વદળીય બેઠક
India Pakistan Tension: કોંગ્રેસની વિશેષ સત્રની માંગ, કહ્યું- PM મોદીની અધ્યક્ષતામાં યોજાય સર્વદળીય બેઠક
RBI: દેશની સૌથી મોટી બેન્ક પર RBIની કાર્યવાહી, ફટકાર્યો કરોડો રૂપિયાનો દંડ
RBI: દેશની સૌથી મોટી બેન્ક પર RBIની કાર્યવાહી, ફટકાર્યો કરોડો રૂપિયાનો દંડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Donald Trump: ભારત-પાકિસ્તાનને લઈને રાષ્ટ્રપતિ ટ્રમ્પે એક્સ પર કરી આવી પોસ્ટ, જુઓ વીડિયોમાંAhmedabad: અમદાવાદની તાજ હોટલને બોમ્બ બ્લાસ્ટ કરી ઉડાવી દેવાની પાકિસ્તાનથી ધમકી | Abp AsmitaGujarat Rain Forecast: આગામી ત્રણ દિવસ રાજ્યના 10 જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદની ભયંકર આગાહીMonsoon Entry News: કેરળમાં પાંચ દિવસ પહેલા ચોમાસાના આગમનના એંધાણ, ગુજરાતમાં ક્યારે થશે એન્ટ્રી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ઓપરેશન સિંદૂર હજુ પણ ચાલુ જ છે', યુદ્ધવિરામ વચ્ચે ભારતીય વાયુસેનાનું મોટું નિવેદન
'ઓપરેશન સિંદૂર હજુ પણ ચાલુ જ છે', યુદ્ધવિરામ વચ્ચે ભારતીય વાયુસેનાનું મોટું નિવેદન
પહેલગામ હુમલો, ઓપરેશન સિંદૂર અને હવે યુદ્ધવિરામ... રાહુલ ગાંધીએ PM મોદીને પત્ર લખીને કરી મોટી માંગ
પહેલગામ હુમલો, ઓપરેશન સિંદૂર અને હવે યુદ્ધવિરામ... રાહુલ ગાંધીએ PM મોદીને પત્ર લખીને કરી મોટી માંગ
India Pakistan Tension: કોંગ્રેસની વિશેષ સત્રની માંગ, કહ્યું- PM મોદીની અધ્યક્ષતામાં યોજાય સર્વદળીય બેઠક
India Pakistan Tension: કોંગ્રેસની વિશેષ સત્રની માંગ, કહ્યું- PM મોદીની અધ્યક્ષતામાં યોજાય સર્વદળીય બેઠક
RBI: દેશની સૌથી મોટી બેન્ક પર RBIની કાર્યવાહી, ફટકાર્યો કરોડો રૂપિયાનો દંડ
RBI: દેશની સૌથી મોટી બેન્ક પર RBIની કાર્યવાહી, ફટકાર્યો કરોડો રૂપિયાનો દંડ
IPL 2025 ફરી શરૂ થશે તો મેદાનો બદલાઇ જશે, હવે આ શહેરોમાં રમાશે મેચો ? સામે આવી મોટી જાણકારી
IPL 2025 ફરી શરૂ થશે તો મેદાનો બદલાઇ જશે, હવે આ શહેરોમાં રમાશે મેચો ? સામે આવી મોટી જાણકારી
રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કમિશન એજન્ટની હડતાળ યથાવત, 17 કરોડની છેતરપિંડી કરનાર બેની ધરપકડ
રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કમિશન એજન્ટની હડતાળ યથાવત, 17 કરોડની છેતરપિંડી કરનાર બેની ધરપકડ
પહેલગામ આતંકીઓનું શું થયું... પકડાયા ? યુદ્ધ વિરામ બાદ ઓવૈસીના નેતાનો સરકારને સવાલ
પહેલગામ આતંકીઓનું શું થયું... પકડાયા ? યુદ્ધ વિરામ બાદ ઓવૈસીના નેતાનો સરકારને સવાલ
ગરમીમાં ઘટ્યા Suzuki બાઇકના ભાવ, કંપની આપી રહી છે ફ્રી વોરંટી અને કેશબેક ઓફર, જાણો સંપૂર્ણ વિગતો
ગરમીમાં ઘટ્યા Suzuki બાઇકના ભાવ, કંપની આપી રહી છે ફ્રી વોરંટી અને કેશબેક ઓફર, જાણો સંપૂર્ણ વિગતો
Embed widget