(Source: ECI/ABP News/ABP Majha)
Padma Bhushan : બિઝનેસમેન કુમાર મંગલમ બિરલાને પદ્મ ભૂષણથી નવાજાયા, જુઓ લિસ્ટ
Padma Awards 2023 List: રાષ્ટ્રપતિ મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી એસએમ કૃષ્ણા પદ્મ પુરસ્કાર અર્પણ કર્યો હતો.
Padma Awards 2023 List: દેશના જાણીતા ઉદ્યોગપતિ કુમાર મંગલમ બિરલાને વેપાર અને ઉદ્યોગના ક્ષેત્રમાં તેમના નોંધપાત્ર યોગદાન બદલ પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બુધવારે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત સન્માન સમારોહમાં બિરલાને સન્માનિત કર્યા હતાં. સમારોહમાં કુલ 106 વ્યક્તિત્વોને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
રાષ્ટ્રપતિ મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી એસએમ કૃષ્ણા પદ્મ પુરસ્કાર અર્પણ કર્યો હતો. આ એવોર્ડ એસએમ કૃષ્ણને પદ્મ વિભૂષણ શ્રેણીમાં આપવામાં આવ્યો છે, જ્યારે કુમાર મંગલમ બિરલાને પદ્મ ભૂષણ એવોર્ડ આપવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ મુર્મુએ આર્કિટેક્ચર માટે પ્રોફેસર બાલકૃષ્ણ દોશીને મરણોત્તર પદ્મ વિભૂષણ એનાયત કર્યા છે. પ્રખ્યાત ભારતીય પ્લેબેક સિંગર સુમન કલ્યાણપુરને પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા છે. સુમન કલ્યાણપુરે પોતાની ચાર દાયકાની કારકિર્દી દરમિયાન હિન્દી, મરાઠી અને અન્ય 11 ભાષાઓમાં અસંખ્ય હિટ ગીતોને પોતાનો અવાજ આપ્યો છે.
#WATCH | Hailing from the Siddi tribe, Hirbai Ibrahim Lobi receives the Padma Shri award from President Droupadi Murmu. She works for the upliftment and development of the Siddi tribal community. pic.twitter.com/OBQy4Yh4ON
— ANI (@ANI) March 22, 2023
આ સન્માન મેળવ્યા બાદ કુમાર મંગલમ બિરલા પદ્મ એવોર્ડ મેળવનાર બિરલા પરિવારના ચોથા વ્યક્તિ બન્યા છે. અગાઉ તેમની માતા રાજશ્રી બિરલાને પદ્મ ભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. દાદા બસંત કુમાર બિરલાને પણ પદ્મ ભૂષણ એવોર્ડ મળ્યો હતો. જ્યારે તેમના પરદાદા ઘનશ્યામ દાસ બિરલાને પદ્મ વિભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ એવોર્ડ મેળવતા કુમાર મંગલમ બિરલાએ કહ્યું હતું કે, રાષ્ટ્ર નિર્માણ અને ટ્રસ્ટીશીપની ભાવનાએ મારા પરિવારને પેઢીઓ સુધી માર્ગદર્શન આપ્યું છે. આ સન્માન મેળવીને આનંદ થાય છે. હું આ સન્માન માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનું છું. હું 36 દેશોના મારા 1 લાખ 40 હજાર સાથીઓ વતી આ પુરસ્કાર પ્રાપ્ત કરી રહ્યો છું. આ પુરસ્કાર જીવનને સમૃદ્ધ બનાવવામાં આદિત્ય બિરલા જૂથ દ્વારા ભજવવામાં આવેલી ભૂમિકાને માન્યતા આપે છે.
#WATCH | Hailing from the Siddi tribe, Hirbai Ibrahim Lobi receives the Padma Shri award from President Droupadi Murmu. She works for the upliftment and development of the Siddi tribal community. pic.twitter.com/OBQy4Yh4ON
— ANI (@ANI) March 22, 2023
36 દેશોમાં ફેલાયેલો છે બિઝનેસ
કુમાર મંગલમ બિરલાએ માત્ર 28 વર્ષની ઉંમરે બિરલા ગ્રૂપનો હવાલો સંભાળ્યા બાદ જે રીતે તેનો વિસ્તાર કર્યો તે એક ઉદાહરણ છે. લંડન બિઝનેસ સ્કૂલમાંથી MBAની ડિગ્રી મેળવનાર કુમાર મંગલમ બિરલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. તેઓ આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન છે જેનો બિઝનેસ છ ખંડોના 36 દેશોમાં ફેલાયેલો છે. આ જૂથ લગભગ 1,40,000 લોકોને રોજગાર આપી રહ્યું છે. કુમાર મંગલમ બિરલા હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ, ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ, અલ્ટ્રાટેક સિમેન્ટ, આદિત્ય બિરલા ફેશન એન્ડ રિટેલ અને આદિત્ય બિરલા કેપિટલ સહિતની તમામ મોટી જૂથ કંપનીઓના બોર્ડના અધ્યક્ષ છે. કુમાર મંગલમ બિરલા બુધવારે જ જાહેર કરાયેલ હુરુન રિચ લિસ્ટમાં 9મા નંબરે છે.
#WATCH | Veteran investor and Akasa Air founder, late Rakesh Jhunjhunwala conferred the Padma Shri (posthumously) by President Droupadi Murmu.
— ANI (@ANI) March 22, 2023
His wife, Rekha Jhunjhunwala receives the award. pic.twitter.com/mLOU7IJf2Q
1995 માં જૂથની કમાન સંભાળી
કુમાર મંગલમ બિરલાનો જન્મ 14 જૂન, 1967ના રોજ થયો હતો. તેમણે તેમના પિતા આદિત્ય વિક્રમ બિરલાના અવસાન બાદ 1995માં જૂથની બાગડોર સંભાળી હતી. તેમના નેતૃત્વ હેઠળ આદિત્ય બિરલા જૂથે ભારત અને વિદેશની લગભગ 40 કંપનીઓને જૂથનો ભાગ બનાવ્યો. પોતાની ક્ષમતા અને મહેનતથી તેમણે આદિત્ય બિરલા ગ્રુપના ટર્નઓવરને $60 બિલિયન સુધી લઈ જઈને એક ઉદાહરણ સ્થાપિત કર્યું.
Music artist Mangala Kanta Roy receives the Padma Shri from President Draupadi Murmu pic.twitter.com/t8FnP59sFj
— ANI (@ANI) March 22, 2023