શોધખોળ કરો
Advertisement
Coronavirus: ભારતની આ દિગ્ગજ કંપનીના CEOએ બે મહિનાનો પગાર ન લેવાનો નિર્ણય કર્યો, થયા ભાવુક
વિજય શેખરે કહ્યું કે, હું બે મહિનાનો પગાર જતો કરીશ. આ રકામ હું મારા જરૂરિયાતમંદ કર્મચારીઓને આપીશ.
નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે લોકોના બિઝનેસ પર ખરાબ અસર પડી રહી છે. અનેક કંપનીઓ પોતાના કર્મચારીઓને ઘરેથી કામ કરવાની સલાહ આપી રહી છે. જ્યારે આ ખાતરનાક વાયરસની વચ્ચે પેટીએમના સંસ્થાપક વિજય શેખરે પોતાના કર્મચારીઓ માટે મોટી જાહેરાત કરી છે. તેણે આ જાહેરાત મેરિયર ઇન્ટરનશનલના સીઈઓ આર્ને સોરેંસનનો એક વીડિયો જોઈને કરી છે.
વિજય શેખરે કહ્યું કે, આ વીડિયો જોયા બાદ હું મારા આંસૂને રોખી ન શક્યો. સાથે જ તેમણે જાહેરાત કરી કે હું બે મહિનાનો પગાર જતો કરીશ. આ રકામ હું મારા જરૂરિયાતમંદ કર્મચારીઓને આપીશ. મૈરિએટ ઇન્ટરનેશનલના એક ટ્વીટને રિટ્વીટ કરતાં વિજય શેખરે લખ્યું, “હું આ મેસેજને જોઇને મારું આંસૂ ન રોકી શક્યો. આર્નેથી પ્રભાવિત થઈને હવે હું પણ આ મહિને અને આગામી મહિનાનો મારો પગાલ જતો કરીશ. હું પ્રતિબ્દતા દર્શાવું છું કે આ રકમ આ ખરાબ સમયે હું પેટીએમના કોઈ કર્મચારીને આપીશ.”
આ પહેલા મૈરિયેટ ઇન્ટરનેશનલના સીઈઓ આર્ને ઓરેંસને ટ્વીટ કર્યં હતું. જેમાં તેણે જાહેરાત કરી હતી કે મૈરિયેટ અને હોટલ ઇન્ડસ્ટ્રી પર કોરોના વાયરસની અસરથી આર્થિક નુકસાનને જોતા હું આ વર્ષે આવનારા તમામ મહિનાનો પગાર અને ટોપ એક્ઝીક્યુટિવ ટીમનો 50 ટકા પગારનો ઉપયોગ કંપનીમાં કરીશ. આ દરમિયાન તેમણે કહ્યું, “બિઝનેસ પર 9/11 અને 2009ની આર્થિક સંકટથી પણ વધારે અસર કોરોના વાયરસને કારણે થઈ રહી છે.”This message becomes totally somethings else after 4:30 mins. I just couldn’t hold tears in my eyes. Inspired by Arne, I will not take my salary of this month & next. I commit that money to any needs of @Paytm office-help-staff in these testing times. https://t.co/6s92dXME5G
— Vijay Shekhar (@vijayshekhar) March 20, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ગુજરાત
Advertisement