Bhavnagar news: વલ્લભીપુર ન.પા.માં કોઈ ચીફ ઓફિસર ટકતુ જ નથી! ચીફ ઓફિસર વિજય પંડિતે આપ્યું રાજીનામું
ભાવનગર વલભીપુર તાલુકામાં બે દાયકાથી ભાજપનું શાસન હોવા છતાં નગરપાલિકામાં ચીફ ઓફિસરને ટકવું હવે અસંભવ બની ગયું છે, કારણકે પાંચ વર્ષનાં ચોકાવનારા સરકારી આંકડા સામે આવ્યા છે. જેમાં 40 ચીફ ઓફિસરની ચાલું કાર્યકાળ દરમિયાન વિકેટ પડી ગઈ છે .અહીંનું રાજકારણ એટલું બેકાર બન્યું છે કે વલભીપુર નગરપાલિકા ઉપર સાડા 6 કરોડ રૂપિયાનું દેવું થઈ ચૂક્યું છે. પરિસ્થિતિ એવી થઈ છે કે કાયમી કોઈ ચીફ ઓફિસર ટકતા જ નથી અને વિકાસના કામો અટવાઈ જાય છે જેની પીડા હવે વલભીપુર ના શહેરીજનોને ભોગવાનો વારો આવ્યો છે.
ભાવનગર જિલ્લાની વલ્લભીપુર નગરપાલિકામાં કોઈ ચીફ ઓફિસર ટકતુ જ નથી.. વર્ષ 2019થી 2024 સુધીના પાંચ વર્ષના સમયગાળામાં 40 ચીફ ઓફિસરો બદલાયા. ત્યારે વધુ એક ચીફ ઓફિસરે રાજીનામું આપ્યું વલ્લભીપુર નગરપાલિકાના. હજુ તો 15 દિવસ પહેલા જ કાયમી ચીફ ઓફિસર તરીકે ચાર્જ સંભાળનાર વિજય પંડિતે રાજીનામું આપી દીધુ. વલ્લભીપુર નગરપાલિકામાં પૂર્ણ બહુમતી સાથે ભાજપનું શાસન છે. પરંતુ વહીવટી વિભાગ સાથે તાલમેલ અને શાસન ચલાવવા નગરસેવકો પણ નિષ્ફળ નિવડ્યા હોય તેવુ દેખાય રહ્યુ છે.. ત્યારે એક બાદ એક ચીફ ઓફિસરના રાજીનામાથી વિકાસના કાર્યો અટકી પડ્યા છે.. તો તાલુકાના ચીફ ઓફિસર પરાક્રમસિંહ મકવાણાને વલ્લભીપુર નગરપાલિકામાં ઈન્ચાર્જ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે..